________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ___स्थानकाध्ययने उद्देशः १ सुपात्रदानस्य क्रियाफलम् १२५ सूत्रम्
આહારને પ્રતિલાભનાર હોય તે, આ કહેલ ત્રણ સ્થાનો વડે જીવો અશુભ દીર્ઘ આયુષ્યપણાએ (નાગશ્રીની જેમ નરકાયુપણાએ) આયુષ્યરૂપ કર્મને બાંધે છે (૩), ત્રણ કારણો વડે જીવો શુભ દીઘાયુષ્યપણાએ શુભ દીર્ઘ આયુષ્યરૂપ કર્મને બાંધે છે, તે આ પ્રમાણે ૧ પ્રાણીઓની હિંસા કરનાર ન હોય તે, ૨ જૂઠું બોલનાર ન હોય તે અને ૩ તથારૂપ શ્રમણ અથવા માહણને સ્તુતિ કરીને, નમસ્કાર કરીને, સન્માન કરીને, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ શ્રમણની પર્યાપાસના (સેવા) કરીને સુંદર અને આનંદજનક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વડે પ્રતિલાભનાર હોય છે. આ કહેલ ત્રણ કારણો વડે જીવો શુભ દીર્ધાયુષ્યપણાએ (દેવાયુષ્યપણાએ) શુભ આયુષ્યરૂપ કર્મને બાંધે છે
(૪). /૧૨ પી (ટી0) 'તિહિં તાદિ રૂત્યાદિ ત્રણ સ્થાનો-કારણો વડે પ્રાણીઓ અલ્પ-થોડું આયુષ્ય-જીવિત છે જેને તે અલ્પાયુ, તેનો (અલ્પાયુનો) જે ભાવ તે અલ્પાયુષ્યતા (અલ્પાયુષ્યપણું) તે અલ્પાયુષ્ય માટે-અલ્પાયુષ્યને અર્થે અલ્પાયુષ્યને કરનાર કર્મઆયુષ્ય વગેરે, અથવા અલ્પ-થોડા જીવનવાળું આયુષ્ય જે આયુષ્યથી તે અલ્પાયુષ્ય, તેનો જે ભાવ તે અલ્પાયુષ્યતા, તે વડે આયુષ્યસ્વરૂપ કર્મને પ્રતિ –બાંધે છે, તે આ પ્રમાણે–પ્રા —પ્રાણવાળા જીવોને અતિપાતયિતા-નાશ કરનાર, અહિં શીલઅર્થમાં તૃન્ન પ્રત્યય અંતમાં કરેલ છે જેથી કર્મમાં દ્વિતીયા વિભક્તિ છે અર્થાત્ પ્રાણીઓનો વિનાશશીલ (વિનાશ કરનાર) એ અર્થ છે. આવા સ્વભાવવાળો જ હોય છે, એવી રીતે જૂઠાને કહેનાર-જૂઠું બોલનાર જે હોય છે, તથા–તેવા પ્રકારે રૂપ-સ્વભાવ અથવા નેપથ્ય વસ્ત્ર વગેરે (વેષ) છે જેનો તે તથારૂપ-દાનને પાત્ર, શ્રાતિ–તપશ્ચર્યા કરે છે તે શ્રમણ-તપથી યુક્ત તે પ્રત્યે, તેમજ મા હન–હણે નહિ એમ બીજા પ્રત્યે જે સ્પષ્ટ કહે છે અને પોતે હણવાથી નિવૃત્ત થયો થકો તે માહન-મૂલગુણને ધરનાર તે પ્રત્યે. (બે 'વા' શબ્દ વિશેષણ અને સમુચ્ચયના અર્થમાં છે) સર્વથા ગયેલા છે નસવ–પ્રાપિન – જીવો જેમાંથી તે પ્રાસુક, તેનો નિષેધ કરવાથી અપ્રાસક (સચેતન) એવો તાત્પર્ય છે, તે સચિત્ત વડે, સાધુઓ વડે ઉદ્ગમાદિ દોષ રહિતપણાએ પણતે-ગવેષણા કરાય છે તે એષણીય-લેવા યોગ્ય, તેના નિષેધથી અનેષણીય વડે, મતે ભોજન કરાય છે તે અશન-ભાત વગેરે, પીયતે–પીવાય છે તે પાન-કાંજીનું પાણી વગેરે, વન–જે ખાવું તે ખાદ, તેના વડે થયેલું, ખાવા માટે ખાદ (વસ્ત)ને બનાવેલ હોવાથી તે ખાદિમ-શેકેલ ચણા વગેરે, સ્વાનં–સ્વાદ લેવું તે સ્વાદ, તે વડે બનેલું. દાંતને પવિત્ર કરનાર દાતણ, સોપારી વગેરે સમજવું. અહીં સમાહારમાં દ્વન્દ્રસમાસ છે, માટે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ સંબંધે વિશેષ જણાવતાં કહે છે કેअसणं ओदण-सत्तुग-मुग्ग-जगाराइ खज्जगविही य । खीराइ सूरणादी, मंडगपभिती य विनेयं ।।५।।
[પાશ૦ ૧/૨૭] ભાત, સાથવો, મગ અને રાબ વગેરે, તથા ખાઘક વિધિ-ખાવા યોગ્ય પુડલા, લાડુ અને લાપસી વગેરે પક્વાનો, તથા ક્ષીરાદિ-દૂધ, દહીં, ઘી અને છાશ વગેરે, તથા સુરણ, આદુ વગેરે અને વનસ્પતિના વિકારરૂપ શાક વગેરે, તથા મંડક વગેરે ઠોઠા, કુલર આદિ અશન જાણવું. (૨૫)
पाणं सोवीरजवोदगाइ चित्तं सुराइयं चेव । आउक्काओ सव्वो, कक्कडगजलाइयं च तहा ।।२६।। [पञ्चाशक०५/२८]
કાંજી, જવ, ઘણું, સાઠી આદિ શબ્દથી ચોખા, કોદ્રવ વગેરેનું ધોવણ તથા નાનાપ્રકારની મદિરા અને આદિ શબ્દથી સાકર, ગોળ વગેરેનું પાણી, તથા અપૂકાય-સર્વ તળાવ, કૂવા, નદી વગેરે સ્થાન સંબંધી પાણી, તથા ચીભડાના અંદર ભાગમાં રહેલું પાણી, આદિ શબ્દથી ખજૂર, દ્રાક્ષ, આંબલીનું પાણી અને શેલડીનો રસ વગેરે પાન-પાણી જાણવું. (૨૬)
भत्तोसं दंताई, खज्जूरं नालिकेरदक्खाई । कक्कडिगंबग-फणसादि बहुविहं खाइमं नेयं ।।२७।। [पञ्चाशक० ५/२९]
ભુંજેલા ચણા, ઘણું વગેરે, ગુંદર આદિ શબ્દથી ચારોલી, ખાંડ, શેલડી અને સાકર વગેરે અથવા દંત્યાદિ-કોઈક દેશમાં પ્રસિદ્ધ ગોળથી સંસ્કાર કરાયેલ દંતપવનાદિ, તથા ખજૂર, નાલીએર અને દ્રાક્ષ વગેરે (અખોડ, બદામ, પીસ્તાદ) તથા કાકડી,
172