________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः २ लोकस्थिति वर्णनम् १६३ सूत्रम् સ્થાપનાદિશા ૨, પુદ્ગલ, સ્કંધ વગેરે દ્રવ્યની જે દિશા તે દ્રવ્યદિશા ૩, ક્ષેત્રની–આકાશની જે દિશા ક્ષેત્રદિશા ૪, તે આ પ્રમાણે—
अट्ठपएसो रुयगो, तिरियंलोयस्स मज्झयारंमि । एस पभवो दिसाणं, एसेव भवे अणुदिसाणं ॥ ८७ ॥ । [ आचा. नि० ४२ ] તિર્યશ્લોકના મધ્યમાં રત્નપ્રભા પૃથ્વીના ઉપર મેરુપર્વતના બહુ મધ્ય દેશમાં સર્વથી નાના બે પ્રતર છે, તેના ઉપરના પ્રતરના ચાર પ્રદેશ ગોસ્તનાકારે છે અને નીચેના પ્રતરના પણ ચાર પ્રદેશ ગોસ્તનાકારે છે એ પ્રમાણે આઠ પ્રદેશાત્મક ચોરસ ચક છે, ત્યાંથી દિશા અને વિદિશાની ઉત્પત્તિ થાય છે. (૮૭)
તેની સ્થાપના આ પ્રમાણે છે—તેમાં પૂર્વાદિ ચારે મહાદિશાઓ દ્વિપ્રદેશ વાળી આદિમાં અને પછી બબ્બે પ્રદેશની વૃદ્ધિથી હોય છે અને અનુદિશા (વિદિશા) તો એક પ્રદેશવાળી અને અનુત્તર એટલે પ્રદેશની વૃદ્ધિવાળી નથી અર્થાત્ એક પ્રદેશવાળી છે, ઊર્ધ્વદિશા અને અધોદિશા તો ચાર પ્રદેશ આદિમાં અને અનુત્તર એટલે તેટલી જ હોય છે, જેથી કહ્યું છે કે—
दुपएसादि दुरुत्तर, एगपएसा अणुत्तरा चेव । चउरो ४ चउरो य दिसा, चउरादि अणुत्तरा दुन्नि ॥ ८८॥ [ आचा. नि० ४४ ]
ચાર મહાદિશા તે બબ્બે પ્રદેશ આદિમાં અને પછી બબ્બે પ્રદેશ ઉત્તરે વધેલી અને ચાર વિદિશાઓ એક પ્રદેશ રચનારૂપ એમાં ઉત્તર વૃદ્ધિ નથી. અને ઊંચી નીચી દિશાનું જોડકું તે અનુત્તર છે, તે ચાર પ્રદેશ વગેરે રચનાવાળું જાણવું. (૮૮) સાલુદ્ધિસંટિયાગો, મહાવિતાઓ હવંતિ વત્તા।િ મુત્તાવલી ૩ પો, તો ચેવ ય ધ્રુતિ ચનિમા।।૮।।[ઞાનિ॰ ૪૬]
ચાર પૂર્વાદિ મહાદિશાઓ શકટ–ગાડાની ઉદ્ધિ (ઊંધ)ના આધારે સંસ્થિત છે, ચાર વિદિશાઓ (ઈશાનાદિ) મુક્તાવલી મોતીના હારની જેમ સંસ્થિત–રહેલી છે અને ઊર્ધ્વ તથા અધોદિશા એ બે રુચકના આકારે સંસ્થિત છે. (૮૯)
એ દશ દિશાઓના નામ આ પ્રમાણે—
इंद १ ग्गेयी २ जम्मा ३, नेरई ४ वारुणी य ५ वायव्वा ६ ।
सोमा ७ ईसाणा विय ८, विमला य ९ तमा १० य बोद्धव्वा ||१०|| [आचारांग नि० ४३ ]
કેંદ્રી ૧, આગ્નેયી ૨, યમા ૩, નૈતી ૪, વારુણી ૫, વાયવ્યા ૬, સોમા ૭, ઈશાની ૮, વિમલા ૯ અને તમા ૧૦– એ દશ દિશાઓના નામ જાણવા. (૯૦)
પૂર્વ દિશાના ક્રમથી પ્રદક્ષિણાએ દિશા અને વિદિશાનાં નામો જાણવાં. ઊંચે વિમલા અને નીચે તમા એ પ્રમાણે સમજવું. તાપ–સૂર્ય વડે ઓળખાતું જે ક્ષેત્ર તે તાપક્ષેત્રદિક્ (દિશા). તે અનિયત છે, તેથી કહ્યું છે કે— सिंत्तो सूरो, उदेइ तेसिं तई हवइ पुव्वा । तावक्खेत्तदिसाओ, पयाहिणं सेसियाओ सिं ॥ ९१ ॥ [विशेषाव० २७०१]1 ભરતાદિ ક્ષેત્ર નિવાસી પુરુષોની જે દિશામાં સૂર્ય ઊગે છે તે દિશા તેઓને પૂર્વ હોય છે, આ તાપક્ષેત્રદિશા કહેવાય છે. એની પ્રદક્ષિણાથી બીજી દિશાઓ પણ જાણી લેવી. (૯૧)
1
પ્રજ્ઞાપકની—આચાર્યાદિકની દિશા આ પ્રમાણે—
पन्नवओ जयभिमहो, सा पुव्वा सेसिया पयाहिणओ । तस्सेवऽणुगंतव्वा, अग्गेयाई दिसा नियमा ॥ ९२ ॥ 2 કોઈક સ્થળે પ્રજ્ઞાપક જેના સન્મુખ રહીને કાંઈક કહે છે તે પૂર્વદિશા જાણવી અને બીજી દિશાઓ તેની જ પ્રદક્ષિણા વડે આગ્નેયાદિ નિયમથી જાણવી. (૯૨)
ભાવદિશા તો અઢાર પ્રકારે છે—
તુલના 1 નસ્સ નો આર્થો, વેડ્ સા તસ્સ હોર્ પુવ્વતિસા। નત્તો ગ અસ્થમેરૂ ૩ અવરવિસા મા ૪ નાયબા ।૪૭ ।।આવારાંશ નિ 2 जत्थ य जो पण्णवओ कस्स वि साहइ दिसासु य णिमित्तं । जत्तो मुहो य ठाई, सा पुव्वा पच्छओं अवरा । ५१ ।। आ. नि० ।।
214