________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः १ तिर्यंच-स्त्री-मनुष्य-तिर्यंच-योनिक वर्णनम् १२९-१३१ सूत्राणि तंजहा–कम्मभूमिगा, अकम्मभूमिगा, अंतरदीवगा । ।। सू० १३०॥ तिविहा तिरिक्खजोणिया पन्नत्ता, तंजहा-इत्थी, पुरिसा, नपुंसगा ।। सू० १३१ ।। (મૂળ) ત્રણ પ્રકારે મલ્યો કહેલા છે, તે આ પ્રમાણે–૧ જે ઇડાથી ઉત્પન્ન થયેલ તે અંડજો, જરાયરહિત જે પોત, તેથી ઉત્પન્ન
થયેલા તે પોતજો અને સંમૂર્થ્યિમો (૧), અંડજમસ્યો ત્રણ પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે–સ્ત્રીઓ, પુરુષો અને નપુંસકો (૨), પોતજ મત્સ્ય ત્રણ પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે—સ્ત્રીઓ, પુરુષો અને નપુંસકો (૩), ત્રણ પ્રકારે પક્ષીઓ કહેલા છે, તે આ પ્રમાણે—અંડજો, પોતજો અને સંમૂચ્છિમાં (૧), અંડજ પક્ષીઓ ત્રણ પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે—સ્ત્રીઓ, પુરુષો અને નપુંસકો (૨), પોતજ પક્ષીઓ ત્રણ પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે—સ્ત્રીઓ, પુરુષો અને નપુંસકો /-, એવી રીતે આ અભિલાપ (ત્રણ સૂત્ર) વડે ઉરપરિસર્પો પણ કહેવા , ભુજપરિસર્પો પણ એવી રીતે કહેવા , (૯). ll૧૨૯ો. એવી જ રીતે ત્રણ પ્રકારે સ્ત્રીઓ કહેલી છે, તે આ પ્રમાણે–તિર્યંચયોનિક સ્ત્રીઓ, મનુષ્યની સ્ત્રીઓ (મનુષ્યણીઓ) અને દેવીઓ (૧), તિર્યંચયોનિક સ્ત્રીઓ ત્રણ પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—જલચરીઓ, થલચરીઓ અને ખેચરીઓ (૨), મનુષ્યણીઓ ત્રણ પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીઓ, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીઓ અને અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ (૧), ત્રણ પ્રકારે પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે– તિર્યંચયોનિક પુરુષો, મનુષ્યપુરુષો અને દેવપુરુષો (૧), તિર્યંચયોનિક પુરુષો ત્રણ પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે-જલચરો, સ્થલચરો અને ખેચરો (૨), મનુષ્ય પુરુષો ત્રણ પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા અને અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા, ત્રણ પ્રકારે નપુંસકો કહેલા છે, તે આ પ્રમાણે-નરયિકનપુંસકો, તિર્યંચયોનિક-નપુંસકો અને મનુષ્યનપુંસકો (૧), તિર્યંચયોનિનપુંસકો ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—જલચરો, સ્થલચરો અને ખેચરો (૨), મનુષ્યનપુંસકો ત્રણ પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા અને અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા. /૧૩oll
ત્રણ પ્રકારે તિર્યંચયોનિકો કહેલા છે, તે આ સ્ત્રીઓ, પુરુષો અને નપુંસકો. /૧૩૧ (ટી) આ સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે કે–ઇડાથી ઉત્પન્ન થયેલા તે અંડજો, પોતં–જે જરાયવર્જિત હોવાથી વસ્ત્રની માફક ઉત્પન્ન થયેલા તે પોતજો, અથવા પોત એટલે વહાણની માફક ઉત્પન્ન થયેલા તે પોતજો, અને જે ગર્ભરહિત ઉત્પન્ન થયેલા તે સંમૂચ્છિમાં જાણવા. સંમૂઠ્ઠિમોના સ્ત્રી વગેરે ભેદ નથી, કારણ કે તેઓને નપુંસકપણું હોય છે, માટે સૂત્રમાં તે ભેદો બતાવેલ નથી. અંડજ પક્ષીઓ હંસ વગેરે, પોતજ પક્ષીઓ વઘુલી (વનવાગળ) વગેરે, સંમૂર્છાિમ પક્ષીઓ ખંજનક વગેરે જાણવા. ઉદ્ભિજ્જત્વ હોવા છતાં પણ તેઓને સંમૂર્છાિમપણાનો વ્યપદેશ હોય છે જ, કારણ કે ઉદ્ભિજ વગેરેનો સમૂર્છાિમપણે ઉત્પન્ન થવારૂપ વિશેષ હોય છે. 'ga'fમતિ એટલે કે પક્ષીની માફક. આ પ્રત્યક્ષ અભિશાપરૂપ 'તિવિદા ૩૨પરિસને ત્યાદ્રિ ત્રણ સૂત્ર વડે, ૩રસા–જે છાતી વડે ચાલે છે તે ઉરપરિસર્પો (સર્પ વગેરે પણ) કહેવા, તથા બે બાહુ (ભુજા) વડે જે ચાલે છે તે ભુજપરિસર્પો (નોલીઆ વગેરે) પણ કહેવા. 'પર્વ વેવ'ત્તિ એવી રીતે જેમ પક્ષીઓ કહ્યા તેમજ કહેવા, એવો અર્થ છે. અહિં પણ ત્રણ સૂત્રો કહેવા, એ તાત્પર્ય છે. ll૧૨૯ll
તિર્યચવિશેષોનું ત્રિવિધપણું કહેવાયું, હવે સ્ત્રી, પુરુષ અને નપુંસકોનું ત્રિવિધપણું કહે છે, 'તિવિહેત્યા૦િ નવ સૂત્રો સુગમ છે, વિશેષ કહે છે કે—'રવ'તિ (પ્રાકૃતપણાએ આ શબ્દ છે) રવ–આકાશ છે, ખેતી વગેરે કર્મપ્રધાન જે ભૂમિ તે કર્મભૂમિ, ભરતક્ષેત્ર વગેરે પંદર પ્રકારે છે, તે ભૂમિમાં જે ઉત્પન્ન થયેલા તે કર્મભૂમિજો, એવી રીતે અકર્મભૂમિજો પણ જાણવા. વિશેષ એ કે-અકર્મભૂમિ એટલે ભોગભૂમિ એવો અર્થ સમજવો. તે દેવકુર, ઉત્તરકુરુ વગેરે ત્રીશ પ્રકારે છે. અન્તરે–સમુદ્રના
182