________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः २ पुरुषप्रकार वर्णनम् १६०-१६१ सूत्रे दच्चा य अदच्चा य ९, मुंजित्ता खलु तथा अभुंजित्ता १० । लभित्ता अलभित्ता य ११, पिवइत्ता चेव नो चेव १२ ।।३।। सुतित्ता असुतित्ता य १३, जुज्झिता खलु तहा अजुज्झित्ता १४ । जतित्ता अजयित्ता य १५, पराजिणित्ता य (चेव)नो चेव १६ ।।४।। सदा १७ रूवा १८ गंधा, १९ रसा य २० फासा २१ (२१४६=१२६-१-१२७) तहेव ठाणा य ।
निस्सीलस्स गरहिता, पसत्था पुण सीलवंतस्स ।।५।। एवमेक्केके तिन्नि उ तिन्नि उ आलावगा भाणियव्वा, सई सुणेत्ता णामेगे सुमणे भवति ३ एवं सुणेमीति ३ सुणिस्सामीति ३। एवं असुणेत्ता णामेगे सुमणे भवति ३, न सुणेमीति ३, ण सुणिस्सामीति ३। एवं रूवाइंगंधाई रसाइं फासाइं, एक्के के छ छ आलावगा भाणियव्वा [१२७ आलावगा भवंति] ।।सू० १६० ।। तओ ठाणाणिस्सीलस्स निव्वयस्स णिग्गुणस्स णिम्मेरस्स णिप्पच्चक्खाणपोसहोववासस्स गरहिता भवंति, तंजहा–अस्सिं लोगे गरहिते भवइ, उववाते गरहिए भवइ, आयाती गरहिता भवति। तओ ठाणा सुसीलस्स सव्वयस्स सगुणस्स समेरस्स सपच्चक्खाणपोसहोववासस्स पसत्था भवंति.तंजहा-अस्सिंलोगे पसत्थे भवति, उववाए पसत्थे भवति, आयाती पसत्था भवति ।। सू० १६१ ।। (મૂળ) ત્રણ પ્રકારે પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે–સારા મનવાળા-હર્ષવાળા, દુર્મન-દ્વેષવાળા અને સારા મનવાળા પણ
નહિં તેમ દુષ્ટ મનવાળા પણ નહિં અર્થાત્ મધ્યસ્થ (૧), વળી ત્રણ પ્રકારે પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે—કોઈએક
તા–વિહારક્ષેત્રમાં જઈને હર્ષ પામે છે, કોઈએક પુરુષ ત્યાં જઈને શોચ (દિલગીરી) પામે છે અને કોઈએ મધ્યસ્થ રહે છે અર્થાત્ હર્ષ કે શોક પામતા નથી (૨), વળી ત્રણ પ્રકારે પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે-કોઈએક પુરુષ અન્ય સ્થાનકે જતાં હર્ષવત થાય છે, કોઈએક પુરુષ જતાં દિલગીર થાય છે અને કોઈએક પુરુષ જતાં નહિ હર્ષ કે નહિં શોચ કરે અર્થાત્ મધ્યસ્થ થાય છે (૩), વળી ત્રણ પ્રકારે પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે—કોઈએક પુરુષ અન્ય સ્થાનકે હું જઈશ એમ હર્ષ પામે છે, કોઈએક દિલગીર થાય છે અને કોઈએક પુરુષ મધ્યસ્થ રહે છે (૪), ત્રણ પ્રકારે પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે–અન્ય સ્થાનકે નહિં જઈને હર્ષ પામે છે, કોઈએક નહિં જઈને દિલગીર થાય છે અને કોઈએક પુરુષ મધ્યસ્થ રહે છે (૫), ત્રણ પ્રકારે પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે—કોઈક અન્ય સ્થાનકે હું નથી જતો એમ રાજી થાય છે, કોઈક દિલગીર થાય છે અને કોઈક મધ્યસ્થ રહે છે (૬), ત્રણ પ્રકારે પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે કોઈએક પુરુષ અન્ય સ્થાનકે હું નહિ જઈશ એમ રાજી થાય છે, કોઈક દિલગીર થાય છે ને કોઈક મધ્યસ્થ રહે છે (૭), એવી રીતે સ્થાનકે આવીને કોઈએક પુરુષ રાજી થાય છે, કોઈક દિલગીર થાય છે અને કોઈક મધ્યસ્થ રહે છે (૮), કોઈએક પુરુષ હું સ્થાનકે આવું છું એમ રાજી થાય છે, કોઈક દિલગીર થાય છે અને કોઈક મધ્યસ્થ થાય છે, કોઈક હું સ્થાને આવીશ એમ રાજી થાય છે, કોઈક દિલગીર થાય છે અને કોઈક મધ્યસ્થ થાય છે, એવી રીતે આ (પાંચ ગાથારૂપ અભિલાપ વડે) કહે છે–જઈને અને નહિં જઈને ૧. આવીને અને નહિં આવીને ૨. ઊભા રહીને અને ઊભા નહિં રહીને ૩, બેસીને અને નહિં બેસીને ૪ [૧], વિનાશીને અને નહિં વિનાશીને ૫, છેદીને તેમ નહિં છેદીને ૬, ભણીને અને નહિં ભણીને ૭, બોલીને અને નહિં બોલીને ૮, ઈત્યાદિ દરેકમાં ભૂતની જેમ વર્તમાન અને ભવિષ્યકાલના સૂત્રો કહેવા [૨], આપીને અને નહિં આપીને ૯, ભોજન કરીને અને નહિં ભોજન કરીને ૧૦, મેળવીને અને નહિં મેળવીને ૧૧, પાન કરીને (પીને) અને પાન નહિં કરીને ૧૨ [૩], સૂઈને અને નહિં સૂઈને ૧૩, યુદ્ધ કરીને અને યુદ્ધ નહિં કરીને ૧૪, જીતીને અને નહિં જીતીને ૧૫, અતિશય જીતીને અને અતિશય નહિં 210