________________
३ स्थानकाध्ययने उद्देशः १ विकुर्वणानारकवर्णनम् १२०-१२१ सूत्रे
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ અને વ્યંતરો, સુરનો નિષેધ કરવાથી અર્થાત્ સુર નહિ તે અસુર. (અહિં નસ્ તત્પુરુષસમાસ પર્યદાસવિધિથી છે પરંતુ પ્રસજ્યપ્રતિષેધ વિધિથી નિષેધ નથી) ચક્રવર્તી વિગેરે મનુષ્યદ્ર છે. આ ત્રણે ઇંદ્રોની વૈક્રિય કરવા વિગેરેની શક્તિ હોવાથી ઇંદ્રપણું છે. ૧૧૯
આ કારણથી વિક્ર્વણાનું નિરૂપણ ક૨વા માટે કહે છે—
तिविहा विउव्वणा पन्नत्ता, तंजहा - बाहिरते पोग्गलए परियातित्ता एगा विकुव्वणा, बाहिरए पोग्गले अपरियादित्ता एगा विकुव्वणा, बाहिरए पोग्गले परियादित्ता वि अप्परियादिता वि एगा विकुव्वणा ।
तिविहा विकुव्वणा पन्नत्ता, तंजहा - अब्भंतरए पोग्गले परियाइत्ता एगा विकुव्वणा, अब्यंतरे पोग्गले अपरियादित्ता एगा विकुव्वणा, अब्भंतरए पोग्गले परियातित्ता वि अपरितादित्ता वि एगा विकुव्वणा ।
तिविहा विकुव्वणा पत्रत्ता, तंजहा - बाहिरब्धंतरए पोग्गले परियाइत्ता एगा विकुव्वणा, बाहिरब्धंतरए पोग्गले अपरियाइत्ता एगा विकुव्वणा, बाहिरब्धंतरए पोग्गले परियाइत्ता वि अपरियाइत्ता वि एगा विउव्वणा ।। सू० १२० ॥ तिविहा नेरइया पन्नत्ता, तंजहा - कतिसंचिता, अकतिसंचिता, अवत्तव्वगसंचिता । एवमेगिंदियवज्जा जाव વેમાળિયા ।। સૂ॰ ૨૨।।
(મૂળ) ત્રણ પ્રકારે વિક્ર્વણા કહેલી છે, તે આ પ્રમાણે—૧ બહારના પુદ્ગલોને વૈક્રિયસમુદ્દાત વડે ગ્રહણ કરીને એક વિકુર્વણા કરાય છે, ૨ બહારના પુદ્ગલોને ગ્રહણ નહિ કરીને એક વિકુર્વણા કરાય છે, ૩ બહારના પુદ્ગલોને ગ્રહણ કરીને પણ અથવા ગ્રર્હણ ન કરીને પણ એક વિકુર્વણા કરાય છે. વળી ત્રણ પ્રકારે વિધુર્વણા કહેલી છે, તે આ પ્રમાણે—૧ અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને એક વિક્રુર્વણા કરાય છે, ૨ અત્યંતર પુદ્ગલોને ગ્રહણ નહિ કરીને એક વિક્ર્વણા કરાય છે, ૩ અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને પણ અથવા અત્યંતર પુદ્ગલોને ગ્રહણ નહિ કરીને પણ એક વિકુર્વણા કરાય છે. વળી ત્રણ પ્રકારે વિધુર્વણા કહેલી છે, તે આ પ્રમાણે—૧ બાહ્ય અને અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને એક વિક્ર્વણા કરાય છે, ૨ બાહ્ય અને અત્યંતર પુદ્ગલોને ગ્રહણ નહિ કરીને એક વિક્ર્વણા કરાય છે, ૩ બાહ્ય અને અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને પણ અથવા બાહ્ય અને અત્યંતર પુદ્ગલોને ગ્રહણ નહિં કરીને પણ એક વિકુર્વણા કરાય છે. નારકો ત્રણ પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે—૧ એક સમયમાં કેટલા સંખ્યાતા ઉત્પન્ન થયેલા તે કતિસંચિતો, ૨ એક સમયમાં અસંખ્યાતા ઉત્પન્ન થયેલા નારકો તે અકતિસંચિતો, ૩ સમયે સમયે એકેકપણાએ નારકો ઉત્પન્ન થયેલ તે અવક્તવ્યકસંચિતો. એકેંદ્રિયને વર્જીને યાવત્ વૈમાનિક પર્યંત (૧૯) દંડકમાં એવી જ રીતે કહેવું. ૧૨૦–૧૨૧॥
(ટી૦) 'તિવિદ્દે'ત્યાદ્રિ ત્રણ સૂત્ર સુગમ છે, વિશેષ કહે છે—ભવધારણીય શરીર (મૂલ શરીર)ને અવગાહીને નહિ પ્રાપ્ત થયેલ (સ્પર્શીને નહિ રહેલ) બહારના ક્ષેત્રપ્રદેશમાં વર્તનારા બાહ્ય પુદ્ગલોને વૈક્રિયસમુદ્દાત વડે ગ્રહણ કરીને જે વિક્ર્વણા' કરાય છે તે પહેલી, બાહ્ય પુદ્ગલોને ગ્રહણ નહિં કરીને, જે કરાય છે તે ભવધારણીયરૂપ બીજી વિક્ર્વણા જાણવી. બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને પણ તેમજ નહિ ગ્રહણ કરીને પણ જે વળી ભવધારણીય (શરીર)ને કંઈક વિશેષ કરવારૂપ કરાય છે તે ત્રીજી વિકુર્વણા કહેવાય છે. અથવા શોભા કરવી તે વિકુર્વણા, તેમાં ૧ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને આભરણ વગેરેની શોભા કરવી, ૨ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ ન કરીને કેશ, નખની સુંદર રચનાદિ વડે શોભા કરવી અને ૩ ઉભયથી બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને પણ તેમજ ન ગ્રહણ કરીને પણ જે શોભા કરવી અથવા ગ્રહણ નહિં કરીને કાંકીડો અને સર્પ વગેરેની રક્તતા–રાતાપણું અને ફેણ વગેરે ક૨વારૂપ લક્ષણવાળી વિષુર્વણા કરવી—એવી રીતે બીજું સૂત્ર પણ જાણવું, વિશેષ એ કે– 1. આ ઉત્તરવૈક્રિયરૂપ વિકુર્વણા જાણવી. 2. સ્વાભાવિકી
165