________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देश २ समुद्घातवैक्रियेतरतोऽवधिः देशसर्वतः शब्दाद्या ८० सूत्रम्
કરવા વડે અને સમુદ્યાત ન કરવારૂપ સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે-દેખે છે (૧), એવી રીતે તિર્યલોકને (૨), ઊર્ધ્વલોકને (૩) અને પરિપૂર્ણ ચૌદ રાજલોકને જાણે છે–દેખે છે (૪). બે સ્થાન વડે આત્મા અધોલોકને જાણે છે–દેખે છે, તે આ પ્રમાણે—કરેલ વૈક્રિય શરીરરૂપ સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે-દેખે છે, ન કરાયેલ વૈક્રિય શરીરરૂપ સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે–દેખે છે, યથાવધિજ્ઞાની કૃતવૈક્રિય શરીર અને અકૃતવૈક્રિયશરીરરૂપ સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે–દેખે છે (૧), એવી રીતે તિર્યલોકને (૨), ઊર્ધ્વલોકને (૩) અને પરિપૂર્ણ ચૌદ રાજલોકને જાણે છે-દેખે છે (૪). બે સ્થાન વડે આત્મા શબ્દોને સાંભળે છે, તે આ પ્રમાણે– દેશથી આત્મા શબ્દોને સાંભળે છે અને સર્વથી આત્મા શબ્દોને સાંભળે છે (૧), એવી રીતે દેશથી અને સર્વથી રૂપોને દેખે છે (૨), ગંધોને સુંઘે છે (૩), રસોને આસ્વાદે છે (૪), અને સ્પર્શીને અનુભવે છે (૫). બે સ્થાન વડે આત્મા દીપે (પ્રકાશ) છે, તે આ પ્રમાણે—દેશથી આત્મા દીપે છે અને સર્વથી દીપે છે (૧), એવી રીતે આત્મા દેશથી અને સર્વથી વિશેષ દીપે છે (૨), વિદુર્વણા કરે છે (૩), પરિચારણા (મૈથુન) સેવે છે (૪), ભાષા બોલે છે (૫), આહાર કરે છે (૬), પરિણામને પમાડે છે (૭), અનુભવે છે (૮), અને નિર્જરા કરે છે–ત્યાગ કરે છે (૯). બે સ્થાન વડે દેવ શબ્દોને સાંભળે છે, તે આ પ્રમાણે—દેશથી દેવ શબ્દોને સાંભળે છે અને સર્વથી દેવ શબ્દોને સાંભળે છે (૧) યાવતું નિર્જર છે (૧૪), મરુતુ (લોકાંતિક દેવ વિશેષ) દેવો બે પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે–એક શરીરવાળા (કાર્પણ શરીરવાળા) અને બે શરીરવાળા (કાર્પણ અને વૈક્રિય શરીરવાળા) (૧), એવી રીતે કિન્નરો (૨), ઝિંપુરુષો (૩), ગંધર્વો (૪), નાગકુમારો (૫), સુપ(વ)ર્ણકુમારો (૬), અગ્નિકુમારો (૭) અને વાયુકુમારો બબ્બે પ્રકારે છે (૮). દેવો
બે પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે—એક શરીરવાળા અને બે શરીરવાળા. coll (ટી) 'વહી'ત્યાદિ ચાર સૂત્રની વ્યાખ્યા કરતાં કહે છે કે–આત્મગત બે સ્થાન–પ્રકાર વડે જીવ અધોલોકને અવધિજ્ઞાન વડે જાણે છે અને અવધિદર્શન વડે દેખે છે. 'સમવન' વૈક્રિયસમુદ્યાતગત સ્વભાવ વડે અથવા અન્ય સમુદ્ધાતગતસ્વભાવ વડે, અને બીજી રીતે સમુદ્યાત ન કરવારૂપ સ્વભાવ વડે. એ જ વ્યાખ્યા કરે છે—'કહોડી'ત્યાદિ જે પ્રકારે અવધિ છે જેને તે યથાવધિ (પ્રાકૃત શૈલીથી આદિમાં દીર્ઘપણું કરેલ છે) અથવા પરમાવધિથી અધોવર્તી (ન્યૂન) અવધિ છે જેને તે અધોઅવધિ આત્મા-નિયત ક્ષેત્ર વિષયવાળો અવધિજ્ઞાની ક્યારેક સમવહત અને ક્યારેક અસમવહત એવી રીતે બે સ્વભાવ વડે જાણે છેદેખે છે. ન'ત્યાદ્રિ પવઈમ'ત્તિજેમ અધોલોક સમવહત અને અસમવહત બે પ્રકાર વડે અવધિજ્ઞાનના વિષયપણાએ કહેલ છે. એવી રીતે તિર્યંન્લોક વગેરે પણ જાણવા. તિર્યગૂલોક સૂત્ર, ઊર્ધ્વલોક સૂત્ર અને કેવલકલ્પ સૂત્ર સુગમ છે. વિશેષ કહે છે—કેવલ-પરિપૂર્ણરૂપ પોતાના કાર્યના સામર્થ્યથી કલ્પ-કેવલજ્ઞાનની જેમ અથવા પરિપૂર્ણપણાએ કેવલજ્ઞાન સદૃશ, અથવા કેવકલ્પ-સિદ્ધાંતશૈલીએ પરિપૂર્ણ લોક (ચૌદ રાજલોકરૂપ) ને જાણે છે-દેખે છે (૨-૪). વૈક્રિયસમુદ્યાત પછી વૈક્રિય શરીર હોય છે, આ હેતુથી વૈક્રિયશરીરનો આશ્રય કરીને અધોલોક વગેરેના જ્ઞાનને વિષે બે પ્રકાર કહે છે—'રોટી' ત્યારે આ ચાર સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે–વિવ્વિપvi'ત્તિ કરેલ વૈક્રિયશરીર વડે જાણે છે-દેખે છે (૧-૪). જ્ઞાનના અધિકારમાં જ આ બીજો પ્રકાર કહે છે રોહી'ત્યાદ્રિ પાંચ સૂત્રો, સેવિ'ત્તિ દેશથી–એક કાનનો ઉપઘાત (વિનાશ) હોતે છતે એક કાનથી સાંભળે છે, અથવા સર્વથી-ન હણાયેલ શ્રોત્રેદ્રિયવાળો, અથવા જે સંભિન્નશ્રોત નામની લબ્ધિવાળો (મુનિ) તે બધી ઈદ્રિયો વડે સર્વથી સાંભળે છે. આ હેતુથી સર્વથી કથન કરાય છે (૧), 'રવમિ'ત્તિ જેમ દેશ અને સર્વથી શબ્દોને કહ્યા તેમ રૂપાદિને પણ જાણી લેવા. વિશેષ એ કે–જીભના દેશનો પ્રસુત્યાદિ દોષ વડે ઉપઘાત (હરકત) થવાથી દેશથી આસ્વાદ (ખાય) છે એમ જાણવું (૨-૫), શબ્દશ્રવણ વગેરે જીવપરિણામો કહ્યા, તેના પ્રસ્તાવથી તેના પરિણામોતરોને કહે છે– 1. જીભ જડ થઈ જવા વગેરેથી જ્ઞાનતંતુ ક્રિયારહિત થાય છે.
94