________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः ३ वर्षधरादिस्वरूपम् ८७ सूत्रम् तेत्तीसं च सहस्सा, छच्च सया जोयणाण चुलसीया । चउरो य कला सकला, महाविदेहस्स विक्खंभो ॥५५॥ [ગૃહક્ષેત્ર૦ ૩૨] તેત્રીસ હજા૨, છસેં ચોરાસી યોજન અને ચાર કલા મહાવિદેહ ક્ષેત્રનો વિષ્ફભ (પહોળાઈ) છે. (૫૫) जोयणसयमुव्विद्धा, कणगमया सिहरिचुल्लहिमवंता । रुप्पिमहाहिमवंता, दुसउच्चा रुप्पकणगमया ॥ ५६ ॥ [ગૃહક્ષેત્ર° ૨૩૦]
શિખરી અને ચુહિમવાન એ બે પર્વત સો યોજનના ઊંચા અને સુવર્ણમય છે. તથા રુક્મિ અને મહાહિમવાન એ બે પર્વત બસો યોજનના ઊંચા છે. તેમાં રુક્મિ પર્વત શ્વેતસુવર્ણમય અને મહાહિમવાન પીતસુવર્ણમય છે. (૫૬)
चत्तारि जोयणसए, उव्विद्धा णिसढणीलवंता य। णिसहो तवणिज्जमओ, वेरुलिओ नीलवंतगिरी ॥ ५७ ॥
[બૃહત્ક્ષત્ર ૨૩૨] ચાર સો યોજનના ઊંચા નિષધ અને નીલવાન એ બે પર્વત છે, તેમાં નિષધ તપાવેલ સુવર્ણમય અને નીલવાન પર્વત વૈડૂર્યમણિમય છે. (૫૭)
उस्सेहचउब्भागो, ओगाहो पायसो नगवराणं । वट्टपरिही उ तिउणो, किंचूणछभायजुत्तो य ।। ५८ ।।
પર્વતોનો જમીનમાં અવગાઢ (ઊંડાઈ) પ્રાયઃ ઊંચાઈથી ચોથો ભાગ હોય છે, વૃત્ત (ગોળ) પરિધિ તો પોતપોતાની પહોળાઈથી ત્રિગુણ અને કંઈક ન્યૂન છ ભાગ યુક્ત હોય છે. (૫૮)
ચોરસ પરિધિ તો લંબાઈ અને પહોળાઈથી દ્વિગુણ હોય છે. 'ભંવૂ'ત્યાદ્િ॰ 'વો વજ્રનેય પન્વય'ત્તિ॰ પલ્ય (પાલા)નો આકાર હોવાથી બે વૃત્તવૈતાઢ્ય નામથી તે એવા બે પર્વત છે, તે સર્વતઃ એક હજાર યોજનના પરિમાણવાળા અને રૂપામય છે. તેમાં મેરુની દક્ષિણ દિશાએ હૈમવત ક્ષેત્રમાં શબ્દાપાતી અને મેરુની ઉત્તર દિશાએ ઐરણ્યવત ક્ષેત્રમાં વિકટાપાતી પર્વત છે. 'તત્વ'ત્તિ॰ તે બે વૃત્તવૈતાઢ્યમાં ક્રમ વડે સ્વાતિ અને પ્રભાસ નામે બે દેવ વસે છે, કારણ કે ત્યાં તેમના ભવન છે (૧), એવી રીતે હરિવર્ષ ક્ષેત્રમાં ગંધાપાતી અને રમ્યવર્ષમાં માલ્યવંતપર્યાય પર્વત છે. ત્યાં ક્રમ વડે બે દેવ (અરુણ અને પદ્મ) વસે છે. 'નવૂ'ફાર્િ॰ 'પૂ∞ાવરે પાસે'ત્તિ પાર્શ્વ શબ્દનો પ્રત્યેકમાં (બન્નેમાં) સંબંધ હોવાથી (દેવકુરુના) પૂર્વના પાર્શ્વ (પડખા)માં અને પશ્ચિમના પડખામાં બે પર્વત છે. તે કેવા છે? 'થૅ'ત્તિ॰ પ્રજ્ઞાપકે ઉપદેશ કરાતે છતે ક્રમશઃ સૌમનસ અને વિદ્યુત્પભ દેવ કહેલ છે. તે કેવા છે? તે બે અશ્વના સ્કંધ સમાન શરૂઆતમાં નમેલ અને છેડે ઊંચા છે. આ કારણથી નિષધ પર્વતની નજીકમાં ચારસો યોજન ઊંચા અને મેરુની પાસે તો પાંચસો યોજનના ઊંચા છે. કહ્યું છે—
वासहरगिरीतेणं, रुंदा पंचेव जोयणसयाई । चत्तारि सउव्विद्धा, ओगाढा जोयणाण सयं ॥ ५९॥ [ बृहत्क्षेत्र० २६० ] પંચત ઇન્દ્રિદ્ધા, મોળાના પંચ માનવસયાડું । પુતઅસંહમાનો, વિચ્છિન્ના મંવરતેĪ ।।૬।। [વૃક્ષેત્ર૦ ૨૬] वक्खारपव्वयाणं, आयामो तीस जोयणसहस्सा । दोन्नि य सया णवहिया, छच्च कलाओ चउण्हं पिं ॥ ६१ ॥
[ગૃહક્ષેત્ર॰ ૨૧ ત્ત]
વર્ષધ૨ પર્વતની1 સમીપે પાંચસો યોજનના વિસ્તારવાળા, ચારસો યોજન ઊંચા અને એકસો યોજન જમીનમાં ઊંડા છે. મેરુની પાસે (ચા૨ વખારા પર્વતો) પાંચસો યોજનના ઊંચા, પાંચસો કોશના ઊંડા અને અંગુલના અસંખ્યાતમા ભાગ માત્ર પહોળા છે. ચાર વક્ષસ્કાર પર્વતોની લંબાઈ ત્રીશ હજાર યોજન બસો નવ યોજન અધિક છ કળાની છે. (૬૧)
માત્ર
'અવદ્ધવંત્'ત્તિ અપાર્શ્વચંદ્ર–કંઈક ન્યૂન ચંદ્રનો આકાર અર્થાત્ હાથીના દાંતની આકૃતિના જેવા સંસ્થાન વડે રહેલા તે અપાર્શ્વચંદ્રસંસ્થાનસંસ્થિત, ક્વચિત્ 'અદ્ભુતંત્રસંસ્થાનસંસ્થિતી' એવો પાઠ છે ત્યાં અર્દૂ શબ્દ વડે વિભાગ વિવક્ષા 1. નિષધપર્વતની સમીપે સૌમનસ અને વિદ્યુત્પ્રભ અને નીલવાન પર્વતની સમીપે ગંધમાદન અને માલ્યવંત—આ રીતે ચાર વક્ષસ્કાર પર્વત છે.
110