________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
જંબુદ્રીપના પર્વતો પ્રમાણે જાણવી. (૯૮)
लक्खाई तिन्नि दीहा, विज्जुप्प भगंधमादणा दो वि । छप्पन्नं च सहस्सा, दोन्नि सया सत्तवीसा य ।।९९ ।। अउणट्ठा दोन्नि सया, उणसत्तरि सहस्स पंच लक्खा य । सोमणस मालवंता, दीहा रुंदा दस सयाई ॥ १०० ॥ [ગૃહક્ષેત્ર ૩/૪૬-૧૦]
દેવકુરુથી પશ્ચિમ દિશાએ વિદ્યુત્પ્રભ અને ઉત્તરકુરુથી પશ્ચિમ દિશાએ ગંધમાદન પર્વત છે. તે બન્નેની લંબાઈ ત્રણ લાખ, છપ્પન હજાર, બસો સત્યાવીશ યોજનની છે. દેવકુરુની પૂર્વ દિશાએ સૌમનસ અને ઉત્તરકુરુની પૂર્વ દિશાએ માલ્યવાન પર્વત છે. તે બન્નેની લંબાઈ પાંચ લાખ, ઉગણોતેર હજાર, બસો ને ઉગણસાઠ યોજનની છે. (૯૯–૧૦૦)
આ પ્રમાણ પૂર્વ મેરુની સમીપમાં જાણવું અને પશ્ચિમ મેરુની સમીપમાં તો વિદ્યુત્પ્રભ અને ગંધમાદનની લંબાઈ કહી તે ત્યાં સૌમનસ અને માલ્યવંતની જાણવી; કારણ કે ત્યાં સંકીર્ણ ક્ષેત્રમાં રહેલ છે અને જે સૌમનસ અને માલ્યવંતની લંબાઈ કહી તે ત્યાં વિદ્યુત્પ્રભ અને ગંધમાદનની જાણવી, કારણ કે ત્યાં લાંબા ક્ષેત્રમાં રહેલ છે. વળી ચારે પર્વતો વર્ષધર પર્વતની પાસે એક હજાર યોજન પહોળા છે.
२ स्थानकाध्ययने उद्देशः ३ जम्बूद्वीपादेः वेदिकादेः वर्णनम् ९१-९२-९३ सूत्राणि
सव्वाओऽवि णईओ, विक्खंभोव्वेहदुगुणमाणाओ ।
सीया- सीयोयाणं, वणाणि दुगुणाणि विक्खंभो ॥ १०१ ।। [ बृहत्क्षेत्र० ३ / ४०] [विस्तरतो वनसुखानीत्यर्थः] वासहरकुरुसु दहा [वर्षधरेषु कुरुषु च ये हृदा इत्यर्थः], नदीण कुंडाई तेसु जे दीवा । उव्वेहुस्सयतुल्ला, विक्खंभायामओ दुगुणा ॥१०२॥ [ बृहत्क्षेत्र० ३/३९] [जंबूद्वीपकापेक्षयेति]
ધાતકીખંડદ્વીપમાં બધી નદીઓ જંબુદ્રીપમાં રહેલ નદીની અપેક્ષાએ પહોળાઈ અને ઊંડાઈમાં બેવડા પ્રમાણવાળી છે. સીતા અને સીતોદા નદીના બે વનમુખ પહોળાઈમાં બમણા પ્રમાણવાળા છે. ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાદ્ધમાં વર્ષધર હિમવાન આદિ પર્વતોને વિષે અને દેવકુરુ તથા ઉત્તરકુરુ ક્ષેત્રને વિષે જે પદ્મ વગેરે દ્રહો, ગંગા નદી વગેરેનાં કુંડો અને કુંડોમાં રહેલા જે ગંગાદ્વીપ વગેરે છે તે જંબુદ્રીપમાં રહેલા દ્રહ વગેરેની ઊંડાઈ અને ઊંચાઈ વડે સમાન છે અને લંબાઈ અને પહોળાઈ વડે બેવડા પ્રમાણવાળા છે. (૧૦૧–૧૦૨)
પૂર્વાદ્ઘ ધાતકીખંડના અભિલાપ વડે જંબુદ્રીપનું પ્રકરણ (જંબુદ્રીપમાં કહેલ વિષય) ક્યાં સુધી કહેવું? તે માટે કહે છે-'ખાવ વોસુ વાસેતુ મનુ' ત્યાદ્િ॰ આ સૂત્રથી આગળ જંબુદ્વીપના પ્રકરણમાં ચંદ્રાદિ જ્યોતિકોના સૂત્રો કહેલા છે તે સૂત્રો ધાતકીખંડ અને પુષ્કરાáદ્વીપના પૂર્વાિિદ પ્રકરણોમાં સંભવતા નથી; કારણ કે આ અધ્યયનમાં બે સ્થાનકનો અધિકાર છે જ્યારે ધાતકીખંડ વગેરેમાં તો ચંદ્ર વગેરેનું બહુપણું (ઘણી સંખ્યા) છે. કહ્યું છે કે—
दो चंदा इह दीवे, चत्तारि य सायरे लवणतोए । धायइसंडे दीवे, बारस चंदा य सूरा य ॥ १०३ ॥
[વૃત્તક્ષેત્ર ૧/૭૨, બૃહત્સં॰ ૬૪ કૃતિ]
આ જંબુદ્રીપમાં બે ચંદ્ર (બે સૂર્ય) છે, લવણસમુદ્રમાં ચાર છે અને ધાતકીખંડમાં બાર બાર ચંદ્ર અને સૂર્ય છે. (૧૦૩) ચંદ્રોનું બે પણું ન હોવાથી અર્થાત્ ઘણા હોવાથી નક્ષત્ર વગેરેનું પણ બેપણું ન હોય. તે કારણથી બે સ્થાનમાં તેનો અવતાર (વર્ણન) નથી. જંબુદ્વીપના પ્રકરણથી ધાતકીખંડનું વિશેષપણું દેખાડતા થકા કહે છે—'īવર' મિત્યાર્િ॰ કેવલ વિશેષ એ કે—કુરુક્ષેત્રના સૂત્ર પછી જંબુદ્રીપના પ્રકરણમાં 'જૂડસામતી વેવ નવૂ વેવ સુવંસળે'તિ॰ આ પાઠ કહેલ છે. અહિં તો જંબૂવૃક્ષના સ્થાનમાં ધાતકીવૃક્ષ કહેલ છે. તે બન્ને વૃક્ષનું પ્રમાણ જંબુદ્વીપના શાલ્મલીવૃક્ષ વગેરેની જેમ જાણવું. તે બે વૃક્ષના દેવસૂત્રને વિષે જંબુદ્રીપ પ્રકરણમાં 'અાદ્વિદ્ સેવ નંબુદ્દીવાદ્દિવ' કૃતિ॰ આ વક્તવ્યમાં કહેવાના સ્થાનના બદલામાં સુદર્શનદેવનું કથન કરવું (૧).
128