________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः ४ जीवस्य देहानिर्गमनम् ९७ सूत्रम् જીવોને અશુભ કર્મનો બંધ થાય છે, માટે કહે છે—'નીવાળ' મિત્યાતિ અથવા પૂર્વ સૂત્રની બીજી રીતે વ્યાખ્યા કરીને આનો સંબંધાંતર કરાય છે. સામાન્યથી બંધ બે પ્રકારે છે, પ્રેમથી અને દ્વેષથી. તે તે બંધ તો અનિવૃત્તિ અને સૂક્ષ્મસંપરાય પર્યત ગુણઠાણાવાળા જીવોને આશ્રયીને જાણવો. અને જે ઉપશાંતમોહ, ક્ષીણમોહ અને સયોગી ગુણઠાણાવાળાને બંધ છે તે ફક્ત યોગપ્રત્યયવાળો જ છે. તેની બંધપણાએ વિવક્ષા કરી નથી, કેમકે બંધને પણ શેષ કર્મબંધના વિલક્ષણ (જુદી રીતે)પણાથી અબંધ કલ્પ (સમાન) છે. જે કર્મનો (સાતા વેદનીયનો) આ બંધ છે તે અલ્પસ્થિતિક વગેરે વિશેષણ યુક્ત છે. કહ્યું છે કે
अप्पं बायर मउयं, बहुंच रुक्खं च सुक्किलं चेव । मंदं महव्वयं तिय, सायाबहुलं च तं कम्मं ॥१२५॥
તે યોગપ્રત્યયિક કર્મ અલ્પ, બાદર, કોમળ, ઘણું, ઋક્ષ, શુભ, મંદ, મહાવ્યયવાળું અથતુ ઘણી નિર્જરાવાળું અને બહુ સાતાવાળું હોય છે. (૧૨૫)
સ્થિતિ વડે અલ્પ (બે સમયની) સ્થિતિવાળું, પરિણામથી બાદર, વિપાક વડે કોમલ, પ્રદેશો વડે ઘણું, વાલુકા(રેતી)ની માફક લેપથી મંદ, સર્વથા નાશ થવાથી મહાવ્યયવાળું છે. એ જ બતાવતા થકા કહે છે—'નીવા 'મિત્કારિક જીવો સત્વો (‘ણ” વાક્યાલંકારમાં છે) બે સ્થાનથી-કારણથી પાપ-અશુભ ભવના નિબંધનપણાથી અશુભ છે, પણ નિરનુબંધ નથી, કારણ કે બે સમયની સ્થિતિવાળું કર્મ અત્યંત શુભ છે, તેનો માત્ર યોગ નિમિત્ત છે, બાંધે છે એટલે રાગ અને દ્વેષરૂપ કષાય વડે જ સૃષ્ટાદિ (આત્માની સાથે ઐક્યતાદિ) અવસ્થા કરે છે. શંકા–મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર બંધના હેતુઓ છે તો અહિં ફક્ત કષાયો જ કેમ કર્મબંધનાં કારણ કહ્યા? સમાધાન-કષાયોનું પાપકર્મના બંધમાં પ્રધાનપણે જણાવવા માટે કહ્યું છે. સ્થિતિ અને અનુભાગના ઉત્કૃષ્ટ કારણપણાથી (કષાયથી સ્થિતિ અને અનુભાગ (રસ)નો બંધ ગાઢ થાય છે) અથવા અત્યંત અનર્થના કરનાર હોવાથી તેઓનું પ્રધાનપણું-મુખ્યપણું છે. કહ્યું છે કેको दुक्खं पावेज्जा, कस्स व सोक्खेहिं विम्हओ होज्जा? | को वा न लहेज्ज मोक्खं? रागद्दोसा जइ न होज्जा ।।१२६।।
[उपदेशमाला १२९, मरणविभक्ति प्रकरणे १९७] જો રાગદ્વેષ ન હોત તો કોણ દુઃખ પામત? અથવા કોને સુખમાં વિસ્મય થાત? અથવા મોક્ષને કોણ પ્રાપ્ત ન કરત? [અર્થાત્ બધા પ્રાપ્ત કરત, પણ રાગ દ્વેષ જ અટકાવનાર છે] (૧૨૬).
અથવા બંધના હેતુઓનો દેશગ્રાહક આ સૂત્ર છે, કારણ કે દ્વિસ્થાનકનો અનુરોધ હોવાથી દોષ નથી. કહેલ બે સ્થાન વડે બાંધેલ પાપકર્મની જેમ ઉદીરણા, વેદના અને નિર્જરા પ્રાણીઓ કરે છે તે ત્રણ સૂત્ર-વડે કહે છે(નીવે' ત્યાર૦ વિશેષ એ કે–અવસરને પ્રાપ્ત ન થયા છતાં ઉદયમાં જે લાવે છે તે ઉદીરણા કહેવાય છે. અનુપમ અંગીકાર કરવા વડે થયેલી અથવા અંગીકાર કરવામાં થયેલી તે અભ્યપગમિકી, તે મસ્તકનો લોચ કરવા વડે અને તપ-આચરણાદિ વડે વેદના-પીડા જાણવી અને બીજી ઉપક્રમ વડે-કર્મના ઉદીરણ કારણ વડે થયેલી અથવા તે કર્મના ઉદીરણમાં થયેલી ઔપક્રમિકી, તે જ્વર અને અતિસારાદિ વ્યાધિ ઉત્પન્ન થવા વડે વેદના જાણવી. 'વ'મિતિ કહેલ બે પ્રકારથી જ વેદે છે-ઉદીરિત થયા છતાં તેના વિપાકને ભોગવે છે 'નિર્નતિ ' પ્રદેશોથી ખપાવે છે. ૯૬
કર્મની નિર્જરામાં તો દેશથી અથવા સર્વથી ભવાંતરમાં કે મોક્ષમાં જતાં શરીરથી નીકળવું થાય છે એ હેતુથી સૂત્રપંચક વડે તે વિષય વર્ણવે છે. दोहिं ठाणेहिं आता सरीरं फुसित्ताणं णिज्जाति, तंजहा–देसेण वि आता सरीरं फुसित्ताणं णिज्जाति, सव्वेण वि
आया सरीरगं फुसित्ताणं णिज्जाति, एवं फुरित्ताणं, एवं फुडित्ताणं, एवं संवदृतित्ताणं, एवं निवदृतित्ताणं Iટૂણા 1. નવમું અનિવૃત્તિ અને દશમું સૂક્ષ્મસંપરાય ગુણઠાણું છે. તદુપરાંત વીતરાગગુણઠાણા છે.
140