________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः ४ प्रशस्ताप्रशस्तानि मरणानि १०२ सूत्रम्
સત્–અસમાં વિવેકશૂન્ય છે. ભવનો હેતુ છે. સ્વતંત્રપણે પ્રવર્તે છે. જ્ઞાનનાં ફળથી રહિત છે. તેથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે (૧૩૦) (૮), 'વોનિ' ત્તિ સરોવઙત્તે દેવ અરોવત્તે સેવત્તિ॰ આકાર સહિત વિશેષાંશ ગ્રહણશક્તિરૂપ લક્ષણ વડે જે ઉપયોગ વર્તે તે સાકારજ્ઞાનોપયોગ, તે વડે યુક્ત તે સાકારયુક્ત, અનાકાર તો તેનાથી જુદો દર્શનોપયોગ (સામાન્યાંશગ્રાહક) છે. કહ્યું છે કે
जं सामन्नग्गहणं, भावाणं नेय कट्टु आगारं । अविसेसिऊण अत्थे, दंसणमिति वुच्चए समए । १३१ ।।
જે પદાર્થોનું સામાન્યપણે ગ્રહણ કરવું (પણ) આકાર (વિશેષે) કરીને નહિં અર્થાત્ અવિશેષ અર્થોનું ગ્રહણ તે દર્શન સિદ્ધાંતમાં કહેવાય છે. (૧૩૧)
દર્શન વડે ઉપયુક્ત જે થાય તે અનાકા૨ોપયુક્ત છે. (૯), 'આહારે' ત્તિ॰ આહારકો–ઓજસ્, લોમ અને કવળના ભેદવિશેષ આહારને ગ્રહણ કરનારા. કહ્યું છે કે
ओयाहारा जीवा, सव्वे अपज्जत्तगा मुणेयव्वा । पज्जत्तगा य लोमे, पक्खेवे होंति भइयव्वा ।।१३२।। एगिंदिय देवाणं, णेरइयाणं च नत्थि पक्खेवो । सेसाणं जीवाणं, संसारत्थाण पक्खेवो ॥। १३३ ।। [ बृहत्सं० १९८-१९९] બધા અપર્યાપ્તક જીવો ઓજ1 આહા૨વાળા જાણવા, વળી બધા પર્યાપ્તા2 જીવો લોમ (રોમ) આહારવાળા છે અને કવળ આહારનો પ્રક્ષેપ કરતે છતે ભજના જાણવી અર્થાત્ કવળ અને રોમ આહાર હોય. એકેંદ્રિય જીવોને, દેવોને અને નારકોને કવળ આહાર નથી, બાકીના સંસારમાં રહેલા જીવો (બેઇંદ્રિયાદિ) ને કવળ આહાર હોય છે. (૧૩૨-૧૩૩)
અનાહારાસ્તુ॰ અનાહારકો તો—
विग्गहगइमावण्णा १, केवलिणो समोहया २ अजोगी य ३ । सिद्धा य ४ अणाहारा, सेसा आहारगा जीवा ॥ १३४ ॥ [નીવસમાસે ૮૨ કૃતિ ૨૦]
૧ વિગ્રહગતિને પામેલા—એક ભવથી બીજા ભવમાં વિશ્રેણિ વડે ગમનને પ્રાપ્ત થયેલા તે બધા જીવો, તથા ૨ કરેલ છે સમુદ્દાત જેમણે એવા કેવલીઓ, ૩ અયોગી-શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલા અને ૪ સિદ્ધના જીવો અનાહારક હોય છે. બાકીના બધા જીવો આહારક હોય છે (૧૦), 'માસ'ત્તિ ભાષકો—ભાષાપર્યાતિ વડે પર્યાપ્તકો અને અભાષકો ભાષાપર્યાતિ વડે અપર્યાપ્તકો, અયોગીઓ અને સિદ્ધો જાણવા (૧૧), 'ત્તરમ'ત્તિ॰ જેઓનો ચરમ (છેલ્લો) ભવ થશે તે ચરમ જીવો અને ભવ્યપણું છતે પણ જેઓને છેલ્લો ભવ થશે નહિ અર્થાત્ મોક્ષ પામશે નહિ તે અચરમ જીવો જાણવા (૧૨), 'સસરીરી'ત્તિ પાંચ પ્રકારના શરીર સાથે યથાસંભવ શરીરવાળા થાય તે સશ૨ી૨ી સંસારી જીવો જાણવા અહિં સમાસાત વિધિથી 'ફન્' પ્રત્યય થયેલ છે. જેઓને શરીર છે તે શરીરીઓ અને તેનો (શરીરનો) અભાવ હોવાથી અશરીરવાળા સિદ્ધો જાણવા (૧૩), આ સંસારી જીવો અને સિદ્ધના જીવો, મરણ અને અમરણ ધર્મ (સ્વભાવ)વાળા છે. ૧૦૦-૧૦૧॥
અપ્રશસ્ત અને પ્રશસ્તમરણ એવા તેના ભેદ છે. આ કારણથી પ્રશસ્ત અને અપ્રશસ્ત મરણનું નિરૂપણ ક૨વા માટે નવ
સૂત્ર કહે છે—
दो मरणाइं समणेणं भगवता महावीरेणं समणाणं णिग्गंथाणं णो णिच्चं वन्नियाई णो णिच्चं कित्तियाई णो णिच्चं पूइयाइं णो णिच्चं पसत्थाई णो णिच्चं अब्भणुन्नायाइं भवंति, तंजहा- वलयमरणे चैव वसट्टमरणे चेव १ एवं णियाणमरणे चैव तब्भवमरणे चेव २ गिरिपडणे चैव तरुपडणे चैव ३ जलप्पवेसे चेव जलणप्पवेसे चेव ४ विसभक्खणे चेव सत्थोवाडणे चेव ५।
1. ઉત્પત્તિના સ્થાનમાં સ્વશરીર યોગ્ય પુદ્ગલના સમૂહનો આહાર કરે છે તે ઓજ આહાર,
2. શ૨ી૨૫ર્યાસિ વડે પર્યાપ્તા . 3. ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં વર્તતા કેવલીઓ.
146