________________
२ स्थानकाध्ययने उद्देशः १ समाउन्माददण्डाः ६७-६९ सूत्राणि
(ટી૦) તે નાળાડું ઇત્યાદિ અગ્યાર સૂત્રો સુગમ છે. ૬૫
વળી ધર્માદિના લાભમાં બીજા બે કારણોને કહે છે—રોહિમિત્યાવિ—સુગમ છે. ફક્ત શ્રવણભાવ વડે—'સોન્ન જ્વેવત્તિ—પ્રાકૃતપણાથી જ હ્રસ્વત્વાદિ થયેલ છે, સાંભળીને ધર્માદિનું જ સ્વીકારવું થાય છે. 'અમિતમેન્દ્ર'ત્તિ સારી રીતે જાણીને ધર્મના ઉપાદેયપણાને જાણે. કહ્યું છે કે—
सद्धर्मश्रवणादेव नरो विगतकिल्बिषः । ज्ञाततत्त्वो महासत्त्वः परं संवेग - मागतः ॥ ६ ॥
धर्म्मोपादेयतां ज्ञात्वा सञ्जातेच्छोऽत्र भावतः । दृढं स्वशक्तिमालोच्य ग्रहणे सम्प्रवर्त्तते ॥७॥ [ धर्मबिन्दौ ३ । १ - २] ‘‘મનુષ્ય સદ્ધર્મના શ્રવણથી જ પાપ રહિત, તત્ત્વજ્ઞ, મહાસત્ત્વ અને ઉત્કૃષ્ટ વૈરાગ્યને પ્રાપ્ત થાય છે તે . મનુષ્ય ધર્મની ઉપાદેયતાને જાણીને એમાં ભાવથી ઇચ્છાવાળો થયો થકો પોતાની શક્તિને વિચારીને ગ્રહણ કરવામાં દૃઢતાથી પ્રવર્તે છે’ (૬-૭)
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
'Ë વોન્હેિં યુોનેત્યાતિ, યાવત્ જૈવતનાાં ૩પ્પાડેમ્ન'ત્તિ—એવી રીતે બોધિને પામે ઇત્યાદિ સૂત્રથી યાવત્ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે ત્યાં સુધી જાણી લેવું. II૬૬॥
કેવલજ્ઞાન કાલવિશેષમાં થાય છે માટે હવે કાલવિશેષને કહે છે—
दो समाओ पन्नत्ताओ, तंजहा - ओसप्पिणी समा चेव उसप्पिणी समा चेव ॥ सू० ६७ ॥
दुविहे उम्मार पन्नत्ते, तंजहा- जक्खावेसे चेव, मोहणिज्जस्स चेव कम्मस्स उदरणं । तत्थ णं जे से जक्खावेसे सुहवेतरा चेव सुहविमोयतराए चेव । तत्थ णं जे से मोहणिज्जस्स कम्मस्स उदएणं से णं दुहवेयतराए चेव दुहविमोयतराए चेव ॥ सू० ६८ ॥
दो दंडा पन्नत्ता, तंजहा - अट्ठादंडे चैव अणद्वादंडे चेव । नेरइयाणं दो दंडा पन्नत्ता, तंजहा - अट्ठादंडे य अणद्वादंडे य एवं चडवीसादंडओ जाव वेमाणियाणं ।। सू० ६९ ।।
(મૂળ) બે સમા—કાલવિશેષ કહેલ છે, તે આ પ્રમાણે—અવસર્પિણી–ઉતરતો કાલ અને ઉત્સર્પિણી—ચઢતો કાલ. II૬૭।।
બે પ્રકારે ઉન્માદ (ઘેલછા) કહેલ છે, તે આ પ્રમાણે—યક્ષાવેશ (દેવના આવેશરૂપ) અને મોહનીય કર્મના ઉદય વડે થયેલ ઉન્માદ, તેમાં જે યક્ષાવેશ છે તે સુખ વડે ભોગવી શકાય અને સુખ વડે તજી શકાય, અને જે ઉન્માદ મોહનીય કર્મના ઉદય વડે છે તે દુઃખે ભોગવી શકાય અને દુઃખે દૂર કરી શકાય. II૬૮૫
બે દંડ-પ્રાણાતિપાતાદિ કહેલ છે, તે આ પ્રમાણે—અર્થદંડ અને અનર્થદંડ. નૈરિયકોને બે દંડ કહેલ છે, તે આ પ્રમાણે—અર્થદંડ અને અનર્થદંડ. એવી રીતે ચોવીશ દંડકમાં યાવત્ વૈમાનિકોને બે દંડ કહેલ છે. II૬૯॥ (ટી૦) સમા—કાલવિશેષ. બાકીનું સુગમ છે. II૬૭॥
કેવળજ્ઞાન, મોહનીયકર્મથી ઉત્પન્ન થયેલ ઉન્માદના ક્ષયથી થાય છે. આ કારણથી સામાન્યપણે ઉન્માદનું સ્વરૂપ કહે છે—'તુવિષે સમ્માને' ઇત્યાદિ, ઉન્માદ–ગ્રહ (ગ્રહાયેલ) અર્થાત્ બુદ્ધિનું વિપરીતપણું. યક્ષાવેશ—શરીરમાં દેવનું પ્રવેશપણું,
તેથી થયેલ ઉન્માદ તે યક્ષાવેશ એક છે અને દર્શનમોહનીય વગેરે કર્મના ઉદયથી જે થયેલ તે બીજો ઉન્માદ, તે બેમાં જે યક્ષાવેશ વડે થાય તે બહુ સુખપૂર્વક વેદી શકાય છે, અર્થાત્ મોહ વડે ઉત્પન્ન થયેલ ઉન્માદની અપેક્ષાએ ઘણો જ ઓછો અનુભવી શકાય છે, કારણ કે યક્ષાવેશને અનૈકાંતિક અને અનાત્યંતિક ભ્રમપણું હોય છે. વળી જે બહુ સુખે દૂર કરી શકાય છે તે જ સુખવિમોચ્ચત૨ક છે, કારણ કે યક્ષાવેશ મંત્ર/ઔષધિ અને યંત્રાદિ વડે સાધ્ય છે, અથવા અત્યંત . સુખ વડે દૂર કરવા યોગ્ય, તથા જે યક્ષાવેશ પ્રાણીને અત્યંત સુખ વડે જ છોડે છે તે સુખવિમોચતરક. બીજો મોહથી થયેલ ઉન્માદ તો યક્ષાવેશથી 1. યક્ષાવેશ થયેલ વ્યક્તિ કોઈ વખતે શુદ્ધિમાં પણ હોય છે તેથી ડાહ્યા માણસ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે.
69