________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः १ सम्यग्मिथ्यादर्शनं ७० सूत्रम् વિપરીત છે, કારણ કે એકાંતિક અને આત્યંતિક ભ્રમ સ્વભાવપણાએ અત્યંત અયોગ્ય પ્રવૃત્તિના હેતુપણાએ અનંતભવનું કારણ છે. વળી બીજા અંતર–પેટા કારણના ઉત્પન્ન થવાને લીધે મંત્રાદિ વડે અસાધ્ય છે, પણ કર્મના ક્ષયોપશમાદિ વડે જ સાધ્યપણું છે. આ કારણથી જ કહેલું છે—'હવે ત{/ વેવ કુવિમોચતરા વેવ'ત્તિ–આ મોહાવેશ અતિશય દુ:ખપૂર્વક વેદવા યોગ્ય અને દુઃખપૂર્વક મૂકવા યોગ્ય છે. [૬૮
ઉન્માદથી પ્રાણી પ્રાણાતિપાતાધિરૂપ દંડમાં પ્રવર્તે છે અથવા દંડનું પાત્ર બને છે. આ કારણથી દંડનું નિરૂપણ કરે છે‘રો ટુંડે' ઇત્યાદિ, દંડઃ–પ્રાણાતિપાત વગેરે, તે અર્થ માટે ઇંદ્રિયાદિના પ્રયોજન માટે જે કરાય છે તે અર્થદંડ, પ્રયોજન વિના જે હિંસાદિ કરાય તે અનર્થદંડ. ઉપરોક્ત દંડ સર્વ જીવોને વિષે ચોવીશ દંડક વડે નિરૂપણ કરે છે—'રયામિ'ત્યાદિ, 'વનિ'રિ–નારકની માફક અર્થદંડ અને અનર્થદંડના કથન વડે ચોવીશ દંડક જાણી લેવા. વિશેષ કહે છે–નારકને પોતાના શરીરની રક્ષા માટે બીજાને મારવા ૩૫ અર્થદંડ અને વિશેષ ટ્રેષ માત્રથી હણવારૂપ અનર્થદંડ હોય, પથિવીકાયિઃ અનાભોગ-ભાન વગર પણ આહારના ગ્રહણ કરવામાં જીવવધના સદ્ભાવથી અર્થદંડ અને બીજી રીતે (આહાર ગ્રહણ સિવાય) અનર્થદંડ હોય અથવા બંને દંડ પણ ભવાંતરમાં અર્થદંડાદિની પરિણતિ (પરિણામ)થી હોય છે. ૬૯
પણ સમ્યગ્ગદર્શનાદિ રત્નત્રયીથી યુક્ત વિશિષ્ટ જીવોને જ દંડ નથી. આ કારણથી રત્નત્રયનું નિરૂપણ કરવા ઇચ્છતા સૂત્રકાર સામાન્યપણે પ્રથમ દર્શનનું નિરૂપણ કરે છે– दुविहे दंसणे पन्नत्ते, तंजहा-सम्मइंसणे चेव मिच्छादसणे चेव १। सम्मइंसणे दुविहे पन्नत्ते, तंजहाणिसग्गसम्मइंसणे चेव अभिगमसम्मइंसणे चेव २। णिसग्गसम्मइंसणे दुविहे पन्नत्ते, तंजहा–पडिवाई चेव अपडिवाई चेव ३। अभिगमसम्मदसणे दुविहे पन्नत्ते, तंजहा–पडिवाई चेव अपडिवाई चेव ४। मिच्छादसणे दुविहे पन्नत्ते, तंजहा-अभिग्गहियमिच्छादसणे चेव अणभिगहियमिच्छादसणे चेव५। अभिग्गहियमिच्छादसणे दुविहे पन्नत्ते, तंजहा-सपज्जवसिते चेव अपज्जवसिते चेव ६। एवमणभिगहियमिच्छादसणेवि७ ।। सू०७०।। (મૂળ) બે પ્રકારનું દર્શન કહેલું છે, તે આ પ્રમાણે—સમ્યગદર્શન અને મિથ્યાદર્શન (૧), સમ્યગુર્શન બે પ્રકારનું કહેવું છે,
તે આ પ્રમાણે–નિસર્ગ (સહજ) સમ્યગદર્શન અને અભિગમ (ઉપદેશથી થયેલ) સમ્યગદર્શન (૨), નિસર્ગ સમ્યગદર્શન બે પ્રકારનું છે, તે આ પ્રમાણે–પ્રતિપાતિ અને અપ્રતિપાતિ (૩), અભિગમ સમ્યગદર્શન બે પ્રકારનું છે, તે આ પ્રમાણે–પ્રતિપાતિ અને અપ્રતિપાતિ (૪), મિથ્યાદર્શન બે પ્રકારનું છે, તે આ પ્રમાણે—અભિગ્રહિક (ખોટા મતના આગ્રહરૂપ) મિથ્યાદર્શન અને અનભિગ્રહિક (કોઈપણ મતના આગ્રહ રહિત અર્થાત્ સર્વને સરખા ગણવારૂપ) મિથ્યાદર્શન (૫), અભિગ્રહિક મિથ્યાદર્શન બે પ્રકારનું છે, તે આ પ્રમાણે—સપર્યવસિત (અંત સહિત) અને અપર્યવસિત
(અંત રહિત) (૬), એવી રીતે અનભિગ્રહિક મિથ્યાદર્શન પણ બે પ્રકારનું જાણવું (૭). Iછol (ટી) વિદે વંસ' ઇત્યાદિ સાત સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-દર્શન એટલે તત્ત્વોને વિશે સચિ. સમ્યગુ-અવિપરીત (જિનદર્શનને અનુસરનારું) તે સમ્યગદર્શન તથા મિથ્યા-વિપરીત દર્શન તે મિથ્યાદર્શન (૧). સમÉને ત્યારિ– નિસર્ગ-સ્વભાવ અને અનુપદેશ એ શબ્દો એક અર્થવાળા છે. (ગુરુના ઉપદેશ સિવાય તે નિસર્ગ). અભિગમ-અધિગમ (ગુરુના ઉપદેશારિરૂપ). જે નિસર્ગથી થયેલું તે નિસર્ગસમ્યગુદર્શન અને અધિગમથી થયેલું તે અધિગમસમ્યગુદર્શન, મરુદેવા માતાને નિસર્ગસમ્યગદર્શન અને ભરત મહારાજાને અભિગમસમ્યગ્દર્શન જાણવું (૨). "નિસ' ત્યા—પડવાના સ્વભાવવાળું તે પ્રતિપાતીસમ્યગદર્શન, તે ઔપશમિક અને ક્ષાયોપથમિક તેમજ અપ્રતિપાતિ તે ક્ષાયિક સમ્યક્ત જાણવું. તેમાં ઔપશમિકાદિ ત્રણના ક્રમ વડે લક્ષણ કહે છે–અહિં ઉપશમશ્રેણિમાં પ્રવેશ કરેલાને અનંતાનુબંધી ચતુષ્કનો અને ત્રણ દર્શનમોહનીયનો ઉપશમ થવાથી પથમિક સમ્યક્ત હોય છે, અથવા જે અનાદિ મિથ્યાદૃષ્ટિ, નથી કરેલ સમ્યક્ત, મિથ્યાત્વ અને મિશ્રનામવાળા
70.