________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने लेश्यावर्णनम् ५१ सूत्रम् આત્માની જે વીર્યપરિણતિ તે યોગ કહેવાય છે તેવી રીતે જ લેશ્યા પણ આત્માની વીર્યપરિણતિરૂપ છે. [પ્રજ્ઞાપનાવ્॰ ૭RI] અન્ય આચાર્યો તો સ્પષ્ટ કહે છે—'જર્મેનિસ્યંો તેશ્યા' કૃતિ—કર્મનો જે નિસ્યંદ (રસ અથવા ઝરણું) તે લેશ્યા. લેશ્યા દ્રવ્ય અને ભાવભેદથી બે પ્રકારે છે. તેમાં કૃષ્ણાદિ દ્રવ્યો જ દ્રવ્ય લેશ્યા છે, ભાવલેશ્યા તો કૃષ્ણાદિ દ્રવ્યોથી ઉત્પન્ન થયેલ જીવનો જે પરિણામ તે ભાવલેશ્યા છે. આ લેશ્યા છ પ્રકારે છે. તેનું સ્વરૂપ આગમપ્રસિદ્ધ જાંબૂના ફળને ખાનાર છ પુરુષના દૃષ્ટાંતથી અથવા ગામના ઘાતક–મારનાર છ પુરુષના દૃષ્ટાંતથી સમજવું. લેશ્માના સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે—કૃષ્ણ-કાળા વર્ણવાળા દ્રવ્યની સહાયતાથી ઉત્પન્ન થયેલા અશુભ પરિણામરૂપ લેશ્મા છે જેઓને તે કૃષ્ણલેશ્યાવાળા છે. એવી જ રીતે શેષ પદો પણ જાણવા. હવે વિશેષ કહે છે—નીલ લેશ્મા કંઈક સુંદર રૂપવાળી છે, એવી રીતે આ જ ક્રમ વડે યાવત્ શબ્દથી જ 'VIT જાવોયન્તેસ્સાળ' મિત્યાવિ ત્રણ સૂત્ર જાણવા, તેમાં પક્ષિ વિશેષ કપોત (પારેવા)ના વર્ણ વડે સમાન જે ધૂસ૨વર્ણ દ્રવ્યો, તેની સહાયતાથી ઉત્પન્ન થયેલી તે કાપોતલેશ્યા, કંઈક વિશેષ શુભ ફળ લેશ્મા છે જેઓને તે કપોતલેશ્યાવાળા જાણવા. તેજ— અગ્નિની જ્વાળાના વર્ણ જેવા જે રક્ત દ્રવ્યો, તેની સહાયતાથી જે ઉત્પન્ન થયેલી તે તેજોલેશ્યા શુભ સ્વભાવવાળી છે. પદ્મકમલના ગર્ભ (અંદરનો ભાગ)ના જેવા વર્ણવાળા પીળા દ્રવ્યો, તેની સહાયતાથી જે ઉત્પન્ન થયેલી તે પદ્મલેશ્યા શુભતર છે—વિશેષ સારી છે. શુક્લ વર્ણવાળા દ્રવ્યોથી જે ઉત્પન્ન થયેલી તે શુક્લલેશ્યા અતિશય શુભ છે. આ લેશ્યાઓનું વિશેષતઃ સ્વરૂપ ઉત્તરાધ્યયનના ચોત્રીશમા લેશ્યા અધ્યયનથી જાણવું. 'રૂં નસ્સે નતિતિ નારકોની માફક જ જે અસુરાદિકની જે જેટલી લેશ્યાઓ છે, તેના કથન વડે તેની વર્ગણાનું એકપણું કહેવું. 'ભવને'ત્યાવિના સૂત્ર વડે તેઓની લેશ્યાઓનો પરિણામ કહેતા અહિં સંગ્રહણીની ગાથા જણાવે છે.
काऊ नीला किण्हा, लेसाओ तिन्नि होंति नरएंसुं ।
तइया काउनीला, [पृथिव्यामित्यर्थः] नीला किण्हा य रिझाए [पञ्चम्यामित्यर्थः ] ।। १११ ।। [ बृहत्सं० २८८ ]
નરકોને વિષે કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ લેશ્યા [સામાન્યતઃ] છે. ત્રીજી નરકમાં કાપોત અને નીલલેશ્યા છે અને પાંચમી રિષ્ઠા નરકમાં નીલ અને કૃષ્ણલેશ્યા છે.1 (૧૧૧)
વિન્ના નીતા ા, તેનેસા ય મવળ-વંતરિયા । ગોસસોદમીતાને, તેતેના મુળેય∞ા ।।૨।।
ખે સાંમારે, માહિઁ ચેવ બંમતો ય ।ભુ પદ્દતેના, તે પર સુનેત્તા ૐ ।।૨૩।। [બૃહત્સં૦ ૧૧૨-૨૬૪]
ભવનપતિ અને વ્યંતરને કૃષ્ણ, નીલ, કાપોત અને તેજોલેશ્યા હોય છે, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવલોકમાં એક તેજોલેશ્યા જાણવી, સનત્કુમાર, માહેંદ્ર અને બ્રહ્મલોક કલ્પમાં પદ્મલેશ્યા છે, તેનાથી ઉ૫૨ એક,શુક્લલેશ્યા છે.? (૧૧૨૧૧૩)
पुढवी आठ वणस्सइ, बायर पत्तेय लेस चत्तारि । गब्भयतिरियनरेसुं, छल्लेसा तिन्नि सेसाणं ॥ ११४ ॥ [ बृहत्सं० ३४२ ] બાદર પૃથ્વી, પાણી અને પ્રત્યેક વનસ્પતિમાં કૃષ્ણાદિ ચાર લેશ્યા છે, ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં છ લેશ્યા છે. શેષતેજો, વાયુ અને ત્રણ વિકલેન્દ્રિયમાં ત્રણ લેશ્યા છે. (૧૧૪).
આ સામાન્ય લેશ્યાદંડક કહ્યો. ૫. એ જ લેશ્યાદંડક, ભવ્ય અને અભવ્યના વિશેષણથી અન્ય દંડક છે. 'III 7ોસાળં મવસિદ્ધિયાાં વાળે' ત્યાવિ–એવી રીતે જેમ કૃષ્ણલેશ્યામાં તેમ 'છસુવિ'ત્તિ કૃષ્ણલેશ્યા સહિત છ લેશ્યાઓમાં જો કૃષ્ણલેશ્યાનું ગ્રહણ નહિં કરીએ તો પાંચ જ અતિદેશ્યકથન કરવા યોગ્ય થશે. ભવ્ય અને અભવ્ય લક્ષણવાળા બે–બે પદ દરેક લેશ્યા પ્રત્યે કહેવા. જેમ કે 'શા નીતજ્ઞેસાનું મવસિદ્ધિયામાં વાળે' ત્યાદ્રિ ૬. લેશ્યાદંડકમાં જ ત્રણ દર્શન (દૃષ્ટિ) વડે વિશેષ અન્ય દંડક છે. ' હસ્તેસાાં સમ્મિિઢયાળમિ' ત્યાતિ. 'નેમિ નફ વિટ્ટીઓ'ત્તિ-જે નારકી વગેરેને સમ્યક્ત્વાદિ
1. પહેલી–બીજી નરકમાં કાપોતલેશ્યા, ચોથી નરકમાં નીલલેશ્યા અને છઠ્ઠી તથા સાતમીમાં કૃષ્ણલેશ્યા છે. 2. છટ્ઠા દેવલોકથી યાવત્ સર્વાર્થસિદ્ધ વિમાન પર્યંત.
48