________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો મીરાંએ પિતાની એક સખીને કહ્યું કે “અલી, જા પેલા યુવકને કહે કે, અમારું આતિથ્ય સ્વીકારશો તે અમે કૃતાર્થ થઈશું. એ યુવક કોઈ સાધારણ વ્યક્તિ નથી, રાજપુત્ર જેવા જણાય છે. છુપા વેશે અહીં આવેલા છે.”
સખીએ કહ્યું -ભલે, એ રાજપુત્ર હોય કે ભિખારી હોય. આપણી દષ્ટિમાં તે સર્વે સમાન છે, સર્વ નારાયણરૂપ છે. આજે તમારામાં આવી ભેદબુદ્ધિ શાથી થઈ? એ યુવક કોણ છે ?
મીરાં –તે તો હું નથી જાણતી. સખી–તો પછી તમે એમનાથી શરમાવ છો કેમ? મીરા –-તે નથી કહી શકતી; એમના સામું જોતાં મને કોણ જાણે કેમ શરમ આવે છે !'
મીરાંની સખી પેલા યુવક પાસે જઈને બોલી –શ્રીમાન્ ! અમારી રાજકુમારી આપનું સ્વાગત કરે છે. એમનું આતિય સ્વીકારવાની કૃપા કરશે તો એ પોતાને ધન્ય માનશે.
યુવકે કહ્યું –ભ ! રાજકુમારી મારો સત્કાર કરે હોય તો એ પોતે મને એમના -શ્રીમુખથી કેમ કશું કહેતાં નથી ? મારે તો એ વચન એમના મુખથી શ્રવણ કરવાં છે.
રોને છુટકો નહોતો. લજજાથી રતુમડા થઈ ગયેલા મુખે મીરાંએ. યુવકને પિતાનું આતિથ્ય સ્વીકારવાની પ્રાર્થના કરી.
યુવકને તે એજ જોઈતું હતું. મીરાંના કંઠનું ભજન સાંભળવાને છાજે એ ઘણા દૂર દેશથી આવ્યો હતો. એક વારના ભજનથી એને તૃપ્તિ નહોતી થઇએને તો મીરાંનું ભજન વારંવાર સાંભળવાની રસવૃત્તિ થઈ આવી હતી. ભજન સાંભળતાં સાંભળતાં મીરાંના રૂપે એને મહિત કરી દીધો હતો. યુવકે મીરાંની પ્રાર્થના સ્વીકારી.
સાંજે ગોવિંદજીની આરતી થઈ. આરતી ઉતરી રહ્યા પછી મીરાં વિદજીની સામે બેસીને પાછી ગાવા લાગી.
તાતલ સિત વારિ બિંદુ સમ, સુત મિત રમણી સમાની; તેહિ બિસરિ મનવાહિ સમર્પલું, અબ મેર હેય કૌન કાની. આધ જનમ હમ સાય ગવાયલું, શિશુ જરા કતિ દિન ગેલા;
જૈભન મેહ ફેસી રસરંગી માતૃ ઉં, તોહિ ભજઉં કૌન વેલા. આ ભજન સાંભળીને વૃદ્ધો તો રડવાજ લાગ્યા. યુવક સ્તબ્ધ બની ગયે.
મૂર્ખ માનવીને આ દુર્લભ છવન મળ્યું છે, છતાં પોતાનું અધું જીવન તો એ ઉંઘમાં ગુમાવી દે છે. બાકીનું અડધું રહ્યું તેમાંથી બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થાને કાળ નકામે જાય છે. બચવા પામે છે યૌવનકાળ. એ કાળમાં ભગવાનનું ભજન ધાયું હોય તો ઘણું સારી રીતે થઈ શકે છે; પરંતુ યૌવનકાળમાં મનુષ્ય ક્ષદ્ર આનંદ અને વિષયભાગમાં ડ્રો રહે છે. હાય. મનુષ્ય! તારું કેવું દુર્ભાગ્ય છે ! એ યૌવનકાળ તું પ્રભુને નથી સમર્પણ કરી શકતો.
મીરાંની આંખમાંથી પણ ખર ખર ખર કરતાં આંસુ ખરવા લાગ્યાં.
યુવક મનમાં ને મનમાં વિચાર કરી રહ્યો હતે. આનું ભજન સાંભળતાં હું ધરાતેજ નથી: આનાવિના મારું જીવન નિષ્ફળ છે.
ભજન પૂરું થયું, સર્વે ચાલ્યા ગયા. રાજકુમારી પણ જતી હતી, ત્યાં તો પેલે યુવક એની સામે આવીને ઉભો રહ્યો અને બોલ્યો કે “રાજકુમારી ! તમારી પ્રાર્થનાને મેં સ્વીકાર કર્યો તો મારી પ્રાર્થનાને તમે સ્વીકાર નહિ કરો ?' એમ કહીને યુવકે પિતાની આંગળીમાંની વિંટી કાઢીને રાજકુમારીના હાથમાં મૂકી તથા કહ્યું કે “આપ આ વિટી સ્વીકારો. એ મારી ક્ષુદ્ર ભેટ છે અને હું એક દિવસ તમારો અતિથિ હતા, તેનું સ્મરણ તમને નિત્ય રહે તેવા હેતુથી હું તમને આ સ્મરણચિતરીકે આપું છું. આપ એને અંગીકાર કરશે તો હું મને પિતાને અહોભાગ્યશાળી માનીશ. આજે રાત્રે હું અહીંથી પ્રયાણ કરવાનો છું. આપની મુલાકાત થવાને હવે સંભવ નથી. મારી. આ ધૃષ્ટતા માટે હું આપની ક્ષમા માગું છું.'
એક પળવાર મીરાં યુવક સામું જોઈ રહી, બલવાની તે ઘણું ઈચ્છા હતી; પણ એના : ન ઉઘડયા, યુવક ચાલ્યો ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com