________________
મહાભક્ત મીરાંબાઈ . ૪–મહાભક્ત મીરાંબાઈ
મેડતા એ ઐતિહાસિક ગ્રામ છે અને રાજસ્થાનમાં આવેલું છે. મેડતાને રાડ સરદાર વિષ્ણુભક્ત છે. એના મહાલયમાં ગોવિંદજીની મૂર્તિનું પ્રતિકાપન છે.
વસંતઋતુ ચાલતી હતી. પ્રભાતનો સમય હતો. ગોવિંદજીના આંગણામાં એક કુમારિકા પિતાની સાહેલીઓ સાથે નીચેનું ભજન ગાતી હતી –
બસ મેરે નયનમેં નંદલાલ
હિની મૂરતી સાંવરી સૂરતી તૈના અને વિશાલ અધર સુધારસ મુરલી રાજીત ઉર વજતી માલ બુદ્ધ ઘટિકા કટિનટિ સેભિત નૂપુર શબ્દ રસાલ
“મીર” પ્રભુ સંતન સુખદાઈ ભક્ત વછલ ગોપાલ. જેણે જેણે આ ભજન સાંભળ્યું, તે તે મોહિત થઈ ગયા, તેમનાં ભાવવિવશ નેમાંથી અશ્ર સરવા લાગ્યાં.
- કુમારિકા એક અનુપમ સુંદરી હતી. આખા રાજસ્થાનમાં એના જેવી સ્વરૂપવતી રમણી કોઈએ જોઈ નહિ હોય. એના સુંદર મુખ ઉપર ભક્તિની જ્યોતિ ઝધારા મારી રહી હતી. એ સુંદરીના સુંદર કંઠની તુલના કેઈની સાથે થઈ શકે એમ નથી, એના કંદસ્વરમાં પ્રાણેની વ્યાકુળતા મૂર્તિમંત બની રહી હતી. સ્થાન, કામ, ગાનારીનું રૂપ અને એનો વેદનાભર્યો સ્વર, એ સર્વેએ એકત્ર મળીને અપૂર્વ ભાવનો સંચાર જગાવી દીધો હતો. સાંભળનારાઓ એ સ્વરમાં લીન થઈ ગયા હતા, ભાવના આવેશમાં સ્તબ્ધ થઈ ગયા હતા, તન્મય બની ગયા હતા.
કુમારિકા મેડતાના રાઠેડસરદારની પુત્રી મીરાં રોજ ગોવિંદજીને પોતાનાં ભજન સંભળાવ્યા કરતી હતી. આજે પણ એણે એજ વ્યવસાય માં હતા. ભજન પૂરું થયું, મંત્રમુગ્ધ જેવા બનેલા સાંભળનારાઓમાં ચેતના આવી, મંદિરમાંથી સર્વ ચાલ્યા ગયા; પરંતુ એક યુવક ત્યાંથી જરાએ ખસ્યો નહિ, હતો ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. ગાનારીને નીરખતાં એનાં તૃષાતુર નયને - જરાએ ધરાતાં નહોતાં.
મીરાં ગોવિંદજીની મૂર્તિ સામું જોઈને એનું એકાગ્રચિત્તે ધ્યાન ધરી રહી હતી, પિતાના હૃદયની વાતો ગોવિંદજીને નિવેદન કરી રહી હતી. ભજનમાં એ એવી એકતાર થઈ રહી હતી કે એની આસપાસ શું બને છે, એનું ભજન કેણ સાંભળે છે, કોણ કયાં ઉભું છે, તેનું એને કશું ભાન હતું નહિ. મીરાં અત્યારે માનવસૃષ્ટિમાં નહોતી, ગેવિંદજીની સાથે કોઈ અગમ્ય પ્રદેશમાં વિચરી રહી હતી. મંદિરમાં અત્યારે મીરાને મન ગોવિંદ અને મીરાંજ હતાં, બીજું કોઈ નહોતું.
ભજન પૂરું થયું અને મીરાંનું ધ્યાન છુટયું. એ મૃત્યુલોકમાં પાછી આવી. લજ, ભય, ક્રોધ, વિરાગ વગેરે એના ભૂલાઈ ગયેલા દેહધર્મો પાછા એના દેહમાં પ્રવેશ કરવા લાગ્યા. ભજન કરતી મીરાં દેવી હતી. ભજન પૂરું થયે એ પાછી માનવકેટિમાં આવી, હતી તેવી ને તેવી એ મેડતાની રાજકન્યકા થઈ રહી.
મીરાએ આમ મેં ફેરવ્યું. એક યુવક અનિમેષ ને એના મુખસૌંદર્યનું પાન કરી રહ્યો હતે. યુવક કામદેવના અવતાર હતો. એનું ગૌર સ્વરૂપ, તેજસ્વી લલાટ અને એનાં પ્રતાપી નયન ઓર પ્રતાપ પાડી રહ્યાં હતાં. યુવકને જોઈને મારા મનમાં ને મનમાં વિધાતાની કારીગરીની પ્રશંસા કરવા લાગી. લજજાનાં માર્યા એનાં નેત્ર નીચે ઢળ્યાં. એણે તરતજ યુવક તરફથી પિતાની દષ્ટિ પાછી વાળી લીધી. યુવક સામું બીજીવાર એ ન જોઈ શકી.
ગોવિંદજીના મંદિરમાં અતિથિ આવે તેને સત્કારભાર મીરને માથે હતિ. અતિથિ અને સાધુસંતને રહેવા આવવા વગેરેને પ્રબંધ એ પોતાની જાતિદેખરેખ નીચે કરાવતી અને પોતે જાતે તેમનું સ્વાગત કરતી હતી, પરંતુ મા યુવકને સત્કાર કરતાં–અરે એની સામું જોતાં પણ એનું મન લજજાથી વિવશ બની ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com