Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
ઉત્થાન
શત્રુંજ્યક૫, શત્રુંજયગિરિરાજસ્પર્શના (લે-પ.નિત્યાનંદવિજયજી), ધર્મષસૂરિકૃત અને શુભશીલગણિની ટીકાયુક્ત શત્રુજ્ય ક૫, નવાણુપ્રકારિપૂજા, નવાણું અભિષેક પૂજા, શ્રાદ્ધવિધિ શ્રીચંદ્રરાજાને રાસ, તીર્થાધિરાજ શત્રુંજય ટુંક પરિચય, શત્રુંજય તીર્થરાસ, નયસુંદર કૃત શ્રી શત્રુંજય ઉદ્ધારને રાસ, સમયસુંદર કૃત શત્રુંજય તીર્થોદ્ધારરાસ, જૈન તીર્થ સર્વસંગ્રહ ભાગ ૧ લે, સારાભાઈ મણિભાઈ નવાબને શત્રુંજય તીર્થ અંગેને સંગ્રહ, હિન્દુસ્તાનના જૈનતીર્થો, શત્રુંજય પ્રકાશ જેને વિરુદ્ધ પાલીતાણા, શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ, જૈન જનરલ ત્રિમાસિક, વગેરેનું તેમજ મારા અનુભવનું આલંબન લઈને આ પુસ્તક તૈયાર કર્યું છે.
પૂર્તિ–૧. શીલાલેખ છપાતાં નવી પ્રતિષ્ઠાનો શિલાલેખ લીધે. ૨.૨૦૩૫માં ગિરિરાજની જાત્રા કરતાં નવા ખરા પત્થરના જે પૂરાણા શિલાલેખ નીકળેલા જોયા તેને પણ નિર્દેશ કર્યો. ૩–૧૨૦ ફોટાઓનો પરિચય આવે પણ તે પછી દાદાનો રંગીન ફેટ, ૧૦૦ વર્ષ પૂર્વેનાં ગિરિરાજ પરનાં સમગ્ર મંદિરે, તે વખતની જયતલાટી, ૨૦૩૫માં જીર્ણોદ્ધાર કરેલી જયતલાટી, અમારા ગુરુ મહારાજને ફેટો, સંપાદકના ઉપાસ્ય શ્રીશામળાપાર્શ્વનાથજી, ગિરિરાજ ઉપરના મંદિર અને તેને ફરતા કોટ સહિતને તળ પ્લાન આવ્યું છે. ૪.–શેઠ શાંતિદાસના કપડા પરના પટને ૧૭ મી સદીના પટને ફેટો શેઠ આ. ક. પાસે માગે છે, આવશે તે કોઈ પણ પ્રકારે લઈશું પસહાયકો કે જેમને તાજેતરમાં સહાય કરી છે તે નામ વ્યુત્ક્રમે આવશે. દ-આમાં જણાવેલા ફોટાને પરિચય પણ આપશું. (આટલું પાછળથી ઉમેર્યું છે.)
કોઇક જગપર સ્મૃતિ દેષથી કે પ્રેસષથી અશુદ્ધિ રહી હોય તે સુધારી વાંચવા અભ્યર્થના છે.
વળી સં. ૨૦૨૬માં ફેટાઓ લીધેલા ને સં. ૨૦૩૪માં દશ એક ફોટા લેવાયેલા આથી કઈ સ્થળની ભૂલ થઈ હોય, વળી સં. ૧૯૯૯માં શિલાલેખ લીધેલા હોવાથી અત્યારે તેનાં સ્થળો વગેરે બદલાયાં હોય અને કેઈક લેખે નષ્ટ પણ થયા હોય તે સંભવ છે. તો તેની દરગુજર કરશે. આ બધા કારણોને આધીન કેઈ ભૂલ થઈ હોય તે અંતરથી અભ્યર્થના સાથે મિચ્છામિ દુક્કડ.
૨૦૩૫ અક્ષયતૃતીયા
પાલીતાણા
આગદ્ધારક ચરણ રેણુ
કંચન સાગર
* માર્ગ મેગેઝીનના વર્ષ ૩૧ના અંક-૪ કલંકારી નામના અંકમાં આ છપાયેલે છે.
XV
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org