________________
ભાઈ વિનયચંદ્રને જન્મ સંવત્ ૧૯૭૨ ના અશાહ વદ ૧૧ મંગળવાર, તા. ૨૫ જુલાઈ ૧૯૧૬ ને રોજ બાઈ અંજવાળીની કક્ષીએ થયો હતો. બગડાણા એની જન્મભૂમિ.
તેઓ સ્વભાવથી જ સંસ્કારી હતા. પ્રકૃતિએ શરમાળ અને બહુ ઓછાબોલા હતા.
અઢાર વર્ષની ઉમરે એમણે પિતાની જીવનયાત્રા સંકેલી લીધી. એટલા ટૂંકા ગાળામાં પણ એમણે ઘણી સુવાસ ફેલાવી. સાહિત્ય, વૈદ્યક અને જતિષ તરફ એમને ખાસ અનુરાગ અથવા શ્રદ્ધા હતી.
સદ્દગુણાનુરાગી પ્રી પૂરવિજયજી મહારાજ પ્રત્યે એમને અનન્ય ભક્તિભાવ હતો. ગુરુભક્તિની કોઈ તક એમણે નકામી નથી કાઢી, જે વખતે બીજા બાળકો ખાનપાનની મજા માણતા હોય તે વખતે તેમણે રાત્રિભોજન નહીં કરવાનું વ્રત લીધેલું. તેઓ રાજ સામાયિક અને દેવપૂજા પણ નિયમિતપણે કરતા.
એમને વિષે સગાં-સંબંધી વિગેરેએ ઘણી ઘણી મોટી આશાઓ રાખેલી. બાળપણથી જ જેનામાં ધાર્મિકતાના રંગ પૂરાયા હોય તે મટી વયે ધર્મના ઘણા મોટાં કામ કરી શકત એવી આશા રાખેલી પણ એ કુમળી કળી પુષ્પ બને તે પહેલાં જ ખરી પડી !
એમના વચ્છ મને આગામી મૃત્યુના ભણુકાર સાંભળ્યા–એમને પોતાના અંતદિવસની જાણ થઈ. અઠવાડીયાની જ માંદગી ભેગવી તે દેવલોક પામ્યા.
BEZBEDØDEDEBEBEŠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com