________________
આમુખ
લેખક શ્રી ઝવેરીની દેખરેખ નીચે થાણાખાતે તૈયાર થયેલ શ્રી નવપદજી જિનાલયમાં રજુ થએલ જૈન સાહિત્યના ૨૫૦ ચિત્રમાં શ્રીપાળ ચરિત્ર, મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સતી સુદર્શન ચરિત્ર, સ્થૂલિભદ્ર ચરિત્ર તેમજ આ ગ્રંથના ૪૪ ચિત્રોનું ભવ્ય પ્રદર્શન આકર્ષક શિલ્પના આદર્શ નમૂનારૂપ-શિલ્પકાર શ્રી નાનાલાલ ઈચ્છારામ સોમપુરા વઢવાણવાળા હસ્તક કેતરાયું છે. તેમ જ ચિત્રકાર રોપાળરાવ દુષાણેએ તેમાં રંગકામ તેમજ ચિત્રકામ કરવામાં પણ પૂરતા ભાવનું દર્શન કરાવેલ છે. થાણા તીર્થોધ્ધારક સ્મારક ગ્રંથમાળાનું આ પ્રકાશન એતિહાસિક તેમજ ધામિક સાહિત્યના આધારે અનેક પ્રાચીન મહત્વતાભર્યો ગ્રંથ, શિલાલેખે, સ્તૂપો, પુરાતત્વકારના નિવેદને તેમજ ચાલુ વિક્રમ સંવત ૨૦૦૩ ના દર્શનીય પુરાવાના આધારે આ ગ્રંથની સંકલન-લેખકે-“સત્યશોધક ' તરીકે ઈતિહાસકારને છાજતી
તે સાત ખંડમાં કરી છે, સાથોસાથ ખાસ પરિશિષ્ટ પણ મહત્વતાભરી સામગ્રીને અંગે દાખલ કર્યા છે.
ન ઈતિહાસકારો માટે મતભેદક કાલગણના સાહિત્ય સંકલનામાં એ તે ગુંચવાડે ઊભું કરે છે કે જેના વેગે સાચી વસ્તુ, સત્ય સંશોધન અંધારામાં ઝોલા ખાય છે.
જેવી રીતે નંદવંશની ઉત્પત્તિ વીર નિર્વાણ પછી ૧૫૦ જોઈએ તેને બદલે ૧૫પને ૯૫ નજર સામે ચમકવા લાગ્યા. મૌર્ય વંશના ૧૬૦ ના બદલે ૧૦૮ ના આંકે સમ્રાટું સંપ્રતિ જેવાનું અસ્તિત્વ શંકાસ્પદ બન્યું. જેના ઘટસ્ફોટનાથે આ જ લેખકે “સમ્રાટે સંપ્રતિ” નામને ૪૫૦ પાનાના કાઉન આપેસ્ટ સાઇઝનો ગ્રંથ બહાર પાડી સમાજને ખાતરી કરી આપી કે સમ્રાટું સંમતિનું અસ્તિત્વ હતું અને તેમણે અનેક કાર્યો કર્યાં હતાં. મૌર્યવંશના ૧૬૦ ના બદલે ૧૮ લેવામાં આવેલ છે, જેને અંગે સમ્રાટ્ર સંપ્રતિ સંબંધી ગોટાળો થયે.
સમ્રાટ્ર સંપ્રતિનું પ્રકાશન સંવત ૧૯૯૬ માં બહાર પડયું જેને આજે સાત વર્ષો થવા આવ્યા છે છતાં તેમાં દર્શાવેલ કાળગણનાને લગતા વિધાને તેમજ મૌવંશને લગતી વર્ષગણત્રી પ્રમાણેની કાળગણનાને કેઈ વિરોધ કરી શકાયું નથી પરંતુ તેની સમર્થ સૂરીશ્વરો, સાક્ષરે તેમજ ઇતિહાસકારમાં મુક્ત કઠે પ્રશંસા થઈ. તેજ દૃષ્ટિએ આ ગ્રંથકારે વિક્રમાદિત્ય ચરિત્રના સાહિત્યના સમુદ્ર સમ મંથન કરતા સાહિત્યસાગરમાંથી સાચું પારદર્શક પ્રમાણિક કયું સાહિત્ય માનવું તેજ વસ્તુ ગુંચવાડામય બની પરંતુ પરમકૃપાળુ-અધિષ્ઠાયકની સહાયતાથી માર્ગદર્શક જેટલું સાહિત્ય નજર સામે આવ્યું તેમાંથી તત્વપ્રહણ તરીકે મહત્વનું તારવી આ ગ્રંથમાં માખણતુશ્ય રજુ કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com