________________
આચાર્યદેવે કચ્છ પ્રાંતમાં ૨૫૦ મુનિએ સાથે વિહાર કર્યો હતે. આ કચછ દેશમાં મનુષ્યનું બલિદાન, દુરાચાર અને પખંડનું જે તે સમયે હતું. આચાર્યદેવે અહીં આવી પ્રતિદિન વ્યાખ્યાન આપી જનતાને જૈન ધર્માનુરાગી બનાવી.
૧૦ આચાર્યદેવ શ્રી દેવગુપ્તસૂરિજી ભદ્રાવતી નગરીના રાજવી શિવદત્તના લઘુપુત્ર દેવગુપ્તને એક વખતે મારા દેવીના બલિદાન માટે બલિ તરીકે દેવી મંદિરમાં મારવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે આચાયંત્રો કકવસૂરિજીએ મારાઓને નિડરતાપૂર્વક અહિંસા પરમો ધર્મના સદુપદેશથી પ્રતિ બાધી દેવગપ્તને બચાવી લીધા હતા. તે જ દેવગણે જૈન દીક્ષા લઈ કરદેશ જઈ ત્યાંની કુપ્રથાઓમાંથી પોતાની અમૃતમય દેશનાથી કચ્છનો ઉધ્ધાર કર્યો હતે; આ પ્રમાણેના શાસનમ્રારક કાર્યોથી શ્રી કકવસૂરિજીએ મુનિ દેવગુપ્તને ૫ સમજી આચાર્ય પદ અર્પણ કર્યું હતું, અને ત્યારબાદ આચાર્ય શ્રી દેવગુપ્તસૂરિએ કચ્છ તેમજ સિંધ પ્રાંતમાં હજાર મુનિના સંઘ સહિત વિચરી જૈન ધર્મની વિજય પતાકા ફરકાવી હતી.
એક વખત આચાર્યદેવ સિંધ પ્રાતમાં વિહાર કરતા હતા તે સમયે ત્યાં કમશાહ નામના પંજાબના એક જૈન વ્યાપારી સૂરિશ્રીના દર્શનાર્થે આવ્યા અને તેમણે સૂરિશ્રીને વિનંતીપૂર્વક પંજાબનાં વર્તમાન જણાવતાં કહ્યું કે “ભગવાન ! સિધ્ધપુત્ર નામનો એક ધર્મ પ્રચારક યજ્ઞાદિ ધર્મનું જોશથી પ્રચારકાર્ય કરી રહેલ છે અને તે છે ડા સમયમાં આ પ્રાંતમાં પણ આવી લાગશે.”
આચાર્યશ્રી સિધ્ધપુત્રને મળ્યા અને તેની સાથે વાદવિવાદ કર્યો. પરિણામે સિધ્ધપુત્રની હાર થઈ. તેણે જૈનદીક્ષા સ્વીકારી.
આ પ્રમાણે સમર્થ જૈનાચાર્યોએ ભારતના ખૂણે-ખૂણામાં વિહાર કરી, લોકોમાં રૂઢ થઈ ગયેલ જડતા, અજ્ઞાનતા, વિ. દૂર કરવા ભગીરથ પ્રયાસ કર્યો અને સ્થાપિત હિતે સામે મજબૂત રીતે બાથ ભીડી. જો કે આ કાર્યોમાં તેઓને ઘણા ઉપસર્ગો અને કષ્ટોને સામને કરવો પડ્યો હતો, જે વસ્તુની ખાતર તેમણે ભેખ સવીકાર્યો હતો તેને ખાતર હસ્તે મુખડે મૃત્યુને સ્વીકારતાં પણ જૈન શ્રમણે કદીય અચકાતા નહીં.
આ હકીકત જણાવવાના આશય એ હતું કે ભગવાન પાર્શ્વનાથ અને શ્રી મહાવીરના સમયમાં આર્યાવર્ત અંધાધુંધીમાં અટવાયું હતું. કેઈ સાચે માર્ગદર્શક નહોતે. નિર્ણાયક ટેળાની માફક જનતાને જેમ ફાવે તેમ કરતા અને એને પરિણુમે સ્વાથી લેકે પિતાને કક્કો ખરે જણાવવા જનતાને ઊંધા પાટા બંધાવતા. ભગવાન અને તેમના પટ્ટધરોએ આ અંધકાર ઉલેચવામાં પ્રબળ પુરુષાર્થ દાખજો અને જનતા સાચા માર્ગે ચઢી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com