________________
: ૧૫૬ :
[સમાટુ વિક્રમાદિયા
- સર જોન માર્શલ અને પ્રો. રેસનના મત મુજબ વિક્રમ સંવતના પ્રવર્તક એઝીઝ (Azes) છે. ૨૦આ મતનું ડે. ટેન કેનેએ Historical Introduction to Corpus Inscriptonum Indicarum (Vol. II, Dt. I)માં ખંડન કર્યાનું મેં વાંચ્યું છે. પણ એ મૂળ લખાણ મારા જોવામાં આવ્યું નથી.
એસ. કે. દીક્ષિત “Chandra-gupta II, Sahasamka alias Vikramaditya and the Nine Jewels” નામના ૨૧લેખ પૃ. ૧૯૭)માં કહે છે કે એઝીઝ પહેલા વિક્રમસંવતને પ્રવર્તક છે એ જાતની સર જોન માર્શલની સુંદર અટકળની વિરુદ્ધ કશો પૂરાવો હું ને તે નથી. હું એ સંવતને ઉજજેનના શકના નાશ કર્યા બાદ ઈ. સ. ૪૦૫ માં સ્થપાયેલા સાહેસાક સાથે જોડું છું. આ સાહસાંકસંવત્ માળવાની રાજધાનીમાં પ્રવર્તાવા. એથી કરીને માનવસંવત્ જે પહેલાં એઝીઝસંવત્ તરીકે જાણીતા હતા તેને અને આને એક માનવાની ભૂલ ઊભી થઈ૨૨ અને એનું આ નામ, માલવગણે એનો ઉપયોગ કર્યો તેથી પડયું. સૌથી પ્રથમ એઝીઝ-સંવત તરીકે, પછી કૃત-સંવત તરીકે, પછી કૃત-માલવ-સંવત તરીકે, ૫છી માલવાણ-સંવત તરીકે અને છેવટે માલના અથવા તે માળવાના રાજાઓના સંવત તરીકે એમ વિવિધ કક્ષાએમાંથી ભા સંવત ૫સાર થયા.
વિશેષમાં દીક્ષિતે ૧૯૭માં પ્રકમાં કહ્યું છે કે ડે. સ્ટેન કને જે હોકમનની પેઠે એઝીઝ પહેલાને, એઝિલિસિઝ (Azilises)ને અને એઝીઝ બીજાને અભિન્ન કરે છે અને જે એઝીઝને સંવત સાથે સાંકેતિક રીતે (symbolically) સંબદ્ધ માને છે તેની સાથે હું એકમત થઈ શકતો નથી.
૧૯૪મા પૃષમાં તેમણે કહ્યું છે કે વિક્રમ સંવતને બદલે સાહસાંક-સંવતના ઉલ્લેખવાળા ઓછામાં આછા બે શિલાલેખ છે: (૧) મહેબા–કિલ્લાની દિવાલ ઉપરનો અને (૨) રાજા પ્રતાપના સમયમાં રેહતાહ ખડગ ઉપર કોતરાયેલે.
(૭) ડૉ. ફલીટ એમ કહે છે કે કનિષ્ક વિક્રમ સંવત પ્રવર્તક છે. ૨૪
૨૦ જુઓ Journal of the Royal Asiatic Society (1914 p. 973). એઝીઝ પહેલા તેમજ બીજા વિષે C H I (પૃ. ૫૮૧)માં પણ ઉલ્લેખ છે. પહેલાના નામની સાથે કૌસમાં ઈ. સ. પ્રવે' ૫૮ એમ લખાયેલું છે (જુઓ પૃ. ૫૫૪). એઝીઝ બીજાનું રાજય ઇ. સ. ૧૯માં પૂર થયું. (જુઓ પૃ. ૫૭૩).
૨૧ આ લેખ The Indian Culture (Vol. WI)માં પ્રસિદ્ધ થયેલ છે. ૨૨ એજન, પૃ. ૧૯૨.
૨૩ ઈ. સ. ના પહેલા સૈકામાં કેફિસિઝ (Kadphises) નામે રાજા થયો. એને પુત્ર એના જ જેવો પરાક્રમી રાજા થશે. એના પછી કનિષ્ક ગાદીએ આવ્યો. એ બૌદ્ધ ધર્મના “મહાયાન પંથને આશ્રયદાતા હતા. જુઓ હિન્દુસ્તાનને ઈતિહાસ (પૃ. ૬૨-૬૩). કનિષ્ક ઇ. સ. ૭૮માં નવો સંવત્સર ચલાવ્યા. જુઓ G H I (p 583).
૨૪ જુઓ Imperial Gazetteer of India (Vol. II, pp. 4-5 fn.).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com