________________
: ૧૫૪ :
[ સમ્રાટ વિક્રમાદિત્ય થઈ ગયેલા-વિક્રમની દસમી સદીમાં થઈ ગયેલા દેવસેને દિગંબર) પિતાની કૃતિ દંસણસારમાં સંવતની સાથે વિક્રમનો ઉલ્લેખ કર્યો છે. એ પ્રસ્તુત વિક્રમાદિત્ય” છે.
(૪) એચ. સી. શેઠ(Seth)નું કહેવું એ છે કે ખારવેલ એ જ ગર્દભિલ્લ છે. વળી વકસિરિ ઉકે શ્રી વકદેવ જેને ઉલેખ મંચપુરીના શિલાલેખમાં છે અને જેને સામાન્ય રીતે ખારવેલને પુત્ર માનવામાં આવે છે તે “શકારિ' વિક્રમાદિત્ય છે અને એણે ઈ. સ. પૂર્વે ૫–૫૮ માં માનવસંવત સ્થાપ્યો હતો. ૨
(૫) ડે. ત્રિભવનદાસ લ. શાહ એમ કહે છે કે ૧૯ગઈ ભિલ્લ રાજા એ જ પ્રસ્તુત વિક્રમાદિત્ય છે.૧૪
(૬) પંન્યાસ કલ્યાણવિજ્યજીનું કહેવું એ છે કે શાની સહાયતા મેળવી "કાલકસૂરિએ ગઈ ભિલ્લ રાજાને હરાવ્યો એ સરિના ભાણેજ અને ૧૬નાટ દેશના રાજા બલમિત્ર તે જ વિક્રમાદિત્ય છે. બલ” અને “વિક્રમ” એકાWક છે. એવી રીતે મિત્ર” અને “આદિત્ય' પણ એક જ અર્થના વાચક છે એટલે બલમિત્ર એ વિક્રમાદિત્યને પર્યાય ગણાય. આમ એમણે પૃ. ૧૪૧માં સૂચવ્યું છે.
(૭) વીરનિર્વાણુને ૬૮૩ વર્ષ વીત્યાં ત્યારે વિક્રમ રાજાને જન્મ થયે એમ કેટલાક દિગંબરે માને છે.
૧૧ હજી લેબો ઉપરથી એ વાત નિર્વિવાદપણે કહી શકાય તેમ છે કે ઈ. સ.ની પાંચમી સદીથી તે માળવા તેમજ એના આસપાસના પ્રદેશમાં આ માસવસંવત પ્રચલિત હતો. આ માલવસંવતને કૃત સંવત તેમજ માલવણુસંવત પણ કહેલ છે. જુઓ વીરનિર્વાણસંવત્ ઔર જૈન કાલગણના (પૃ.૫૯).
12 Mai The Indian Historical Quarterly (Vol. XIX. No. 3)--| પૃ. ૨૫-૨૬. એમાં સેઠને “Kharavela and Gandabhill” નામને લેખ જે Nagpur University Journal No. 8 (December 1942)માં પ્રસિદ્ધ થયો છે તેની સંક્ષિપ્ત નેધ છે અને એ ઉપરથી મેં અહીં આ નિદેશ કર્યો છે. મૂળ લેખ મારા જોવામાં આવ્યો નથી.
૧૩ અભિધાનરાજેન્દ્ર (ભા. ૧, પૃ. ૧૨૮૯)માં ગદભિલ્લો સમય વીરસંવત ૪૫૬-૬૬ નો દર્શાવાયો છે. વિ. સં. ૮૫૦ માં વિદ્યમાન દિગંબરાચાર્ય જિનસેને રાસભને સમય વીરસંવત ૩૪૫૪૪૫ નો સૂચવ્યો છે.
૧૪ જુઓ પ્રાચીન ભારતવર્ષ (ભા. ૪, પૃ. ૮૨).
૧૫ એમનો સમય વીરસંવત ૪૫૩ ની આસપાસને છે. એમની બેન સાવી સરસ્વતીને “ગભિ” વંશના રાજા દર્પણે જબરજરતીથી અંતઃપુરમાં દાખલ કરી દીધી હતી એમ જૈન ગ્રંથકારે કહે છે. આ દર્પણ રાજાને સમય વીરસંવત ૪૫૩-૪૬૬ સુધીનું સૂચવાય છે.
૧૬ ભરૂચની આસપાસને પ્રદેશ. આ લોટની રાજધાની ભકક્ષ(ભરુચ)માં બલમિત્રને રાજ્યાભિષેક થયો ત્યારે પુષ્યમિત્રની આખર અવસ્થા હતી. જુઓ વીરનિવણસંવત્ ઔર જૈન કાલગણના (પુ. પર).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com