________________
* ૧૬૨ ?
[સમાઢે વિક્રમાદિત્ય
૧૧ અગિયારમી પૂતળી–એક વાર મદનમંજરી ભોજરાજાને સિંહાસને બેસવાની ના પાડતાં કહે છે , “ વિક્રમના જેવું ઔદાર્ય, અનન્ય પરાક્રમ કયાંય થયું નથી કે થવાનું નથી.” અહીં કથામાં રાજાના એક શરાજ(પપટ)નું વર્ણન માપ્યું છે. રાજા તેને દેશપરદેશ જવા મોકલે છે, તેના કથનથી એક રાજકન્યા પર છે અને એક ભારંડ પક્ષીના દુખની કથા સાંભળી તેના ભાઈને રાક્ષ પંજામાંથી છોડાવી અભયદાન આપે છે. કથા સાંભળી ભેજરાજ પાછો ચાલ્યો જાય છે.
૧૨ બારમી પૂતળી રોજની જેમ આજે ૫ણ રાજા ભોજ સિંહાસન પર બેસવા આવ્યા છે, ને શંગારતિષકા તેને ના પાડતાં કહે છે કે, “હે રાજન ! કેાઈ વેશ બદલવા માત્રથી યોગ્ય થઈ શકતું નથી. જેનું ઔદાય વિક્રમના જેવું હોય તે જ આ સિંહાસન પર સુખે બેસે.” એક વણિક પુત્રના કહેવાથી રાક્ષસથી ક્રીડિત એક સ્ત્રીને રાજાએ બચાવી અને એ સ્ત્રીએ આપેલે સુવર્ણકુંભ રાજાએ વણિકપુત્રને માપી દીધું. એવું બૌદાય તારામાં છે? રાજા ભોજ આ સાંભળી રાજભુવનમાં ચા જાય છે.
૧૩ તેરમી પૂતળી–રતિપ્રિયા રાજા ભોજને સિંહાસન પર બેસવાની ના પાડતી કહે છે કે, “જે વિક્રમાદિત્યના જેવી દાનશીલતા હોય તે આ સિંહાસને વિરાજ.” રાજા વિક્રમાદિત્ય એક વિદ્યાધર અને વિદ્યાધરીને બચાવવા પિતાનું માથું આપવા પણ તૈયાર થયા હતા. દેવીએ આપેલ અપૂર્વ ઔષધમય મૂળીયું અને વિદ્યાધરે આપેલ દિવ્ય પ્રભાવમય વેઢી પણ રાજાએ દાનમાં આપી દીધાં હતાં.” આ સાંભળી ભોજરાજ પાછો ચાલ્યો જાય છે.
૧૪ ચૌદમી પૂતળી–રાજા ભેજને ના પાડતાં નરવિની કહે છે, “હે રાજન! આ સિંહાસન તે તારે દર્શન અને પૂજન કરવા લાયક છે. તેના ઉપર બેસવું કે તે માટે પ્રયત્ન કરવો ઉચિત નથી. વિક્રમાક જેવું ઔદાર્ય હેય તે જ બેસવું ઠીક છે. વિકમને એક યોગીએ ચિન્તામણિ રત્ન આપ્યું, પરતુ રસ્તામાં એક રોગી મહાદરિદ્રી યાચક ઔષધીની યાચના કરવા આવ્યો, એટલે એ દયાળુ દાનવીર રાજાને પિતે મહામુશ્કેલીથી પ્રાપ્ત કરેલ રત્ન આપી દીધું.” આ સાંભળી ભેજ ચાલ્યો ગયો.
૧૫ પંદરમી પૂતળો–ભેગનિધિ પૂતળી રાજા ભોજને ના પાડતાં કહે છેઃ “હે ભોજ! તમારે આ સિંહાસનની પાસે પણ સાવવું નહિ. તમારા સંસર્ગના દોષથી મે મલિન થાય છે. વિક્રમાદિત્ય પિતાના મિત્ર સુમિત્રને એક દિવ્ય કન્યા અપાવવા ઉકળતા તેલની કડાઈમાં પિતાને દેહ હોમી દીધો હતે. પછી દિવ્ય પ્રભાવથી તે બચી ગયો.” આ સાંભળી ભેજ રાજા ચાલ્યો ગયો.
૧૬ સોળમી પૂતળી -પ્રભાવતી પૂતળી ભોજને સિંહાસન પર બેસવાની ના પાડતાં કહે છે? “તમારે મા સિંહાસન પર બેસવું ઠીક નથી. રાજા વિક્રમની દાનથરતા તમારામાં કર્યાંથી આવે ? એક દરિદ્રી પંડિતે રાજસભામાં રાજાની સ્તુતિ સંભળાવી. રાજાએ કહ્યુંઃ એ તો ઠીક, પશુવૈરાગ્યરસ પિષક
ઈક કહો. એટલે બ્રાહ્મણ કહે છે; “ રાજય, ધન, દેહનાં આભૂષણ, ધાન્યસંચય, પાંડિત્ય, ભુજબ, વકતૃત્વ, કલ અને ઉત્તમ ગુણ એ બધાં શા કામની જે સંસારરૂપી કારાગૃહમાંથી આ માને છોડાવ્યા નહિ તે ?' આ સાંભળી રાજા વિરાગ પામે છે અને પંડિતને પાંચસો ગામ અને સેળ માટી સુવર્ણ દાનમાં આપે છે. આ સાંભળી ભેજ રાજા ચકિત થઈ રાજમહેલે ગયો.
- ૧૭ સત્તરમી પૂતળી–એક વાર રાજા ભોજ છાનામાને સિંહાસને બેસવા જાય છે ત્યારે પ્રભાવતી નામની પૂતળી કહે છે-“હે માલવાધીશ ! આજે ચોરની પેઠે કેમ આવ્યો છે?' આમ કહી એક ધૂત વણિકની, દેવોને પણ ઠગ્યાની, રસપ્રદ કથા કહે છે. પછી રાજા વિક્રમે એક ભાટને અભુત દાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com