________________
વિક્રમાદિત્ય ].
કુમારપાલ નામે રાજા તારા જેવો થશે. આ રીતે ગુરુજીના મુખથી ભવિષ્યકથન સાંભળી વિક્રમાદિત્યને ખૂબ આનંદ થયે, એટલું જ નહીં પણ મહાકાલના પ્રાસાદમાં ગુરમહારાજે કહેલા શબ્દો કોતરાવી કુમારપાલનું નામ અમર કર્યું. એકદા દિવાકરજીએ વિક્રમાદિત્ય આગળ શત્રુંજય મહાતીર્થનું મહામ્ય વધ્યું. આ સાંભળી મહારાજાને તીર્થાધિરાજ શત્રુંજયને સંધ કાઢતાના કોડ જાગ્યા. ગુરભગવંતને પોતાની ભાવના જણાવી શુભ મુહૂર્ત સંઘ સાથે વિક્રમાદિત્ય યાત્રાથે પ્રયાણ કર્યું. સંધમાં ચૌદ મુકુટબંધી રાજાએ, સીતેર લાખ શ્રાવકેનાં કુટુંબે, સિદ્ધસેન દિવાકર અદિ પાંચસે આચાર્ય ભગવંતે, ૧૬૯ સુવર્ણનાં જિનમંદિર, ૩૦૦ ચાંદીના જિનમંદિર, ૫૦૦ હાથીદાંતનાં દેવાલયો, અઢારસે સુમધમય કાછનાં પ્રભુમંદિર, એક કેડ રથે, છ હજાર હાથી અને અઢાર લાખથી વધારે અશ્વો હતા. આ સિવાય બીજાં અનેક પુર અને સ્ત્રીઓની સંખ્યાને તેમજ ગાડાંઓને પાર જ ન હતા. આથી વિશાળ સંપત્તિથી શોભતે વિક્રમાદિત્યને સંધ શત્રુંજય આવી પહેઓ અને યુગાદિદેવનાં દર્શન કર્યા. પરમ ભક્તિભાવથી યાત્રા કરી, અને સુરીશ્વરજીના સદુપદેશથી ત્યાં જીર્ણોદ્ધાર કર્યો. બાદ સવે ગિરનાર જઈ નેમિનાથ પ્રભુનાં દર્શનાદિ કર્યો, અને છેવટે સંઘપતિ વિક્રમાદિત્યને આ સંધ જૈન ધર્મની પ્રભાવના કરતે ઉજજયિની પાછો આવી પડે છે.
શાલિવાહન સાથે સંધિ ઘણા વિધાનને એ તે છે કે વિકમે ૬૦ વર્ષ સુધી રાજ્ય કર્યું અને મરણ વખતે તેની ઉમર ૭૮ વર્ષની હતી. પણ પંડિત ભુજબળ શાસ્ત્રો અને પ્રોફેસર શ્રી દેવસહાય ત્રિવેદી એમ. એ. એ મત ધરાવે છે કે વિક્રમે ૯૩ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું અને મરણ વખતે તેની ઉંમર ૧૧૧ વર્ષની હતી. જ્યારે વિક્રમની ઉમર નવું વર્ષથી વધુ થઈ ત્યારે દક્ષિણ મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠાન નગરમાં શાલિવાહનનો જન્મ થયો અને તે બાદ તે પોતાના પાકમથી પ્રસિદ્ધિ પામે. ચાવર્તી વિક્રમ રાજાને શાલિવાહન વિષે જતિષીઓને પૂછતાં, તેઓએ જણાવ્યું કે શાલિવાહન તમારું રાજ્ય પાલી લે એ બળવાન છે અને તે સુપ્રતિષ્ઠાન નમરમાં છે. આથી રાજા વિક્રમે એકદમ લશ્કર તૈયાર કરી સુપ્રતિષ્ઠાન નગર ૫ર ચડાઈ કરી. સામે શાલિવાહન પણ લશ્કર સાથે આવ્યો અને એવી વીરતાથી લો કે વિક્રમનું પણું સૈન્ય માયું ગયું અને વિક્રમ તાપી નદીના ઉત્તર કિનારા સુધી રહી ગયે. વિક્રમને એ વખતે વિચાર આવ્યો કે શલિવાહન સાથે વાતો જે તેની (વિક્રમતી) હાર થશે તે તેને મેળવેલી નીતિ નાશ પામશે. આથી તેને શાલિવાહન સાથે સુલેહ-સંધી કરી અને એવા કરાર કર્યા કે તાપી નદીના ઉત્તર પ્રદેશમાં વિક્રમની સત્તા રહે અને દક્ષિણ ભાગમાં શાલિવાહનની સત્તા રહે. એ પ્રમાણે કરાર થતાં શાલિવાહન સુપ્રતિષ્ઠાન નગરમાં ગયો ને ત્યાં તે પિતાની ગાદી સ્થાપી. એ શાલિવાન પોતાનો શાક લાંબે કાળે પ્રવર્તાવે.
૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com