________________
[ સમ્રાટું વિક્રમાદિત્ય ૧. પહેલી પૂતળી-આનું નામ જયા છે. તે રાજા ભોજને કહે છે કે-“આ સિંહાસનનાં અમે સર્વ અધિષ્ઠાતા છીએ, માટે દેવાધિષ્ઠિત ના સિંહાસન પર તમારે બેસવું યુક્ત નથી. “કોઈ સામાન્ય રાજા કિંચિત ભાગ્યયુક્ત હોય, કે એકાદ દેશની પ્રભુતાવાળા હોય તે અત્ર એક શિયાળ જેવો હોઈ બેસવા યોગ્ય નથી.” આ પછી ભોજરાજ પિતાની પ્રશંસા કરી ગ્યતા જણાવે છે ત્યારે પુનઃ આ પૂતળી કહે છે: “આ તારું ઔદાર્ય કશા કામનું નથી. તારા ગુણનું તું પોતે જ વર્ણન કરે છે? જે જગતમાં પિતાને ગુણનું પોતાના મુખે વર્ણન કરે તેના કરતાં વધારે નિંદાપાત્ર કોણ?” પછી ભોજરાજાને શિખામણ આપી દાનગુણની મહત્તા કહે છે. છેવટે ભોજરાજા લજજાથી વિનમ્ર બની આ સિંહાસન ઉપર કે શું બેસતું તે પૂછે છે, જેના જવાબમાં આખું વિક્રમચરિત્ર કહે છે અને રાજાની દાનશીલતા, પરોપકારિતા, પરદુઃખભંજનપણનાં દષ્ટાન્ત આપે છે. આ સાંભળી પહેલે દિવસે રાજા સિંહાસન પર બેસવાનું બંધ રાખે છે.
૨. બીજી પૂતળી–રાજ ભેજ બીજા સારા દિવસે શુભ મુદતે સિંહાસન પર બેસવા જાય છે ત્યારે બીજી વિજયા નામની પૂતળી ના પાડે છે અને કહે છે: “જ્યારે તમે શ્રી વિક્રમાદિત્યના જેવા થશો ત્યારે આ પવિત્ર સિંહાસનને તમે યોગ્ય થશો. વિક્રમાદિત્ય રાજા, જે ઔદાર્ય ગુણને ભંડાર હતો અને જેણે આખા ભૂમંડલનું દારિદ્ર ફેડયું તેની વાત કયાં?” ત્યારપછી ભેજના કહેવાથી વિજયા રાજા વિક્રમાદિત્ય જગતને આશ્ચર જોવા ચાર પરષોને મોકલ્યા છે, તેમાં સુભદ્ર નામના વિદ્વાન છ મહીને ફરીને આવ્યો છે ને તે કયા કયા દેશે જોયું તેનું વર્ણન કરતાં અન્તરીક્ષ પાર્શ્વનાથનું તીર્થ, ગજપદતીર્થ, કલિક તીર્થ, તીર્થાધિરાજ શત્રુંજય, મહાતીર્થ દેવપત્તન, મંગલપુર(માંગરોળ), ગિરનાર, નાગાહ અને ચિત્રકૂટનું રસમય વર્ણન કરે છે.
૩ ત્રીજી પૂતળી–રાજ ભેજ ફરી એક વાર સિંહાસન પર બેસવા જાય છે તે વખતે ત્રીજી પૂતળી જયંતી ના પાડે છે. અને કહે છે કે માલવાધીશ! તમે આ સિંહાસન પર બેસવા ગ્ય નથી. જે વિક્રમ ભૂપતિના જેવું સત્ય અને ઔદાર્ય તમારામાં હોય તો આ સિંહાસને બેસે.” રાજા ભોજ પૂતળાને કહે છે–વિક્રમાદિત્યમાં કેવું ઔદાર્યું હતું તે કહે. ત્યારે તે પૂતળી કહેવા લાગીઃ વિક્રમ ભૂપાલ સ્વરૂપથી અને સ્વગુણથી શોભતે હતા, અને સકારથી દાન આપી વર્ગને માર્ગ સાધતે હતે. સરવ, સાહસ, સદબુદ્ધિ, બળ, વીર્ય-એ બધાં શ્રી વિક્રમમાં એવાં હતાં કે તેનાથી દેવ પણ ડરતા હત. વિક્રમાદિયે સુંદર જિનમંદિર બંધાવ્યો. બ્રાહ્મણ મંદિર, મઠ બંધાવ્યાં અને દેવતાઓને પણ સન્માન્યા અને એ રીતે સર્વધર્મ સમભાવ દેખાશે. છએ દર્શનને વસ્ત્ર, અન્ન, જલ, ઔષધ, પુસ્તક, આશ્રમશાલા ઈત્યાદિ એ દાનેશ્વરી રાજાએ આપ્યાં. બીજા લેકેના પણ અઢાર જાતના કર કાઢી નાખવાને તેણે હુકમ કર્યો. વનમાં રહેનાર છાને માટે ફાંસલા ઘલાતા બંધ કરાવ્યા અને તેવા ધંધાથી જીવનારને અન્નજલ આપવા માંડયું. સર્વ જલાશયોમાં માછલાં મારવાં બંધ કરાવ્યાં ને પક્ષીઓ ઉપર જાળ નંખાતી અટકાવી. જૈન ધર્મ રાજા સિવાય આવી અહિંસા અમારી કોણ ફેલાવે? ધન્ય છે તેની ધર્મભાવનાને અને
અહિંસાની ઉપાસનાને! પછી રત્નાકર દેવ આવે છે તેની આરાધના કરવા બ્રાહ્મણને મોકલે છે. દેવે ચાર રન આપ્યાં છે. વિક્રમાદિત્ય છેવટે ચારે રન બ્રાહ્મણને આપી દે છે. આ તેની દાનશૂરતા વર્ણવે છે, જે સાંભળી રાજા ભોજ ઘેર જાય છે.
૪ ચોથી પૂતળી–અપરાજિતા પૂતળી ૫ ભેજને સિંહાસન પર બેસવાની ના પાડતાં કહે છે? “સવવાનો શિરોમણિ એવો વિક્રમાધીશ દાનેશ્વરી, પ્રતાપથી બંપર્ધત પ્રસિદ્ધિ પામેલો અવંતીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com