________________
પરિશિષ્ટ ૨ જું ]
: ૧૬૫ ૪
દેશમાં પડશે. ચોમાસું આવે છે. વરસાદનું ટીપું પડતું નથી. પ્રજામાં હાહાકાર મચી રહ્યો છે. દાન પૂજા આદિ થયાં. આખરે એક દેવે કહ્યું, "જન્મદેવને બત્રીસાનું બલિદાન આપવામાં આવે તો તે પ્રસન્ન થઈ વરસાદ વરસાવે. વિક્રમરાજા પૂજન્યદેવને મારાધી પિતાનું બલિદાન આપવા જાય છે. ત્યાં દેવતા પ્રસન્ન થઈ વરસાદ વરસાવે છે, કુયોગ લેપ થાય છે અને પૃથ્વી આખી જલમય થઈ સુકાળ થાય છે.” ખા સાંભળી ભોજરાજ મહેલે જતો રહે છે.
૨૬ છવીસમી પૂતળી-આનંદપ્રભા ભોજરાજાને ના પાડતાં કહે છે: “જે વિક્રમાદિત્ય જેવું સાહસ હેય તે હે માલવેશ્વર ! આ સિંહાસને સુખે બેસે. એક વાર ઇદ્ર વિક્રમાદિત્યના સાહસની પ્રશંસા કરી. બે દેવ તેની પરીક્ષા કરવા આવે છે. નગર બહાર વૃદ્ધ ગાયનું સ્વરૂપ બતાવે છે. ઠંડી સખત પડે છે. સિંહગર્જના સામે થઈ રહી છે. ગાયને બચાવવા વિક્રમાદિત્ય ઊભો રહે છે. ઠંડીમાં પોતાનાં વએ ગાયને ઓઢાડે છે અને સિંહથી ગાયની રક્ષા કરે છે. આ વખતે એક શક આવી રાજાને કહે છે, એક ગાયને માટે તારું અમૂથ જીવન શા માટે આપે છે? વિક્રમ કહે છે, શકરાજ તમે તમારા સ્થાને જાઓ. આ ગાયની રક્ષા માટે મારા પ્રાણુ આપીશ. છેવટે દેવતા પ્રસન્ન થઈ કામદુધા ગાય વિક્રમને ભેટ આપે છે. વિક્રમ કામદુધા લઈ મહેલે જાય છે. ત્યાં રસ્તામાં એક ગરીબ બ્રાહ્મણ યાચના કરે છે અને દયાળ વિકમ એ ગાય બ્રાહ્મણને દાનમાં આપી દે છે.” ભોજરાજ વિક્રમનું આ ઔદાર્ય સાંભળી મહેલે ચાલ્યો જાય છે.
૨૭ સત્તાવીશમી પૂતળી-ચંદ્રકાંતા ભેજને ના પાડતાં વિક્રમની પ્રશંસા કરે છે. વિક્રમાદિત્ય એક ધૂતકારની ઈચ્છા પૂર્ણ કરવા સાહસ કરી બે પહાડની વચ્ચેથી જળ લાવી પિતાના શિરનું બલિદાન આપી, દેવીને પ્રસન્ન કરી ઘતકારને વરદાન અપાવે છે. આ સાંભળી રાજા ભોજ પિતાના મહેલે ગયો.
૨૮ અઠ્ઠાવીસમી પૂતળી-રૂપતા ભેજને સિંહાસને બેસવાની ના પાડતાં કહેવા લાગી, “આ સિંહાસન પર બેસવાની ઈચ્છા જ હોય તે વિક્રમાદિય જેવા થાઓ.” એક વખત વિક્રમે રવીના મંદિરમાં બળાત્કારે બલિદાન માટે લઈ જવાયેલા મનુષ્યને બદલે પિતે જ બલિદાન માટે હાજર થઈ તે મનુષ્યને બચાવ્યા. દેવી પ્રસન્ન થતાં સર્વ જીવો માટે અભયદાનની માંગણી કરી. દેવીએ એને સ્વીકારી. છેવટે વરદાન આપવા માંડ્યું તે પિતાની સાથેના ચાર માનવીને વરદાન અપાવી સુખી કર્યા.”
૨૯ ઓગણત્રીસમી પૂતળી–સુરપ્રિયા ભોજરાજને ના પાડતાં કહે છે, “એના ઉપર તે વિક્રમાદિત્ય જ શોભે, અન્ય નહિ. એક વાર એક જ્યોતિષી સામુદ્રિકશાસ્ત્ર ભણીને આવ્યો. અવંતી બહાર તેણે એક બત્રીશલક્ષણ પુરુષને દુઃખી અને લાકડાને ભારો ઉપાડતાં જે. સામુદ્રિક અવન્તીમાં ભાવી રાજાના અંગે સામુદ્રિક જોવા માંડયું તે એકે લક્ષણ જ જણાયું નહિ. તેને થયું બત્રીસલક્ષણો દુઃખી છે અને આ નિર્લક્ષણી રાજા છે. સામુદ્રિક શાસ્ત્ર જ ખોટું છે. પછી તેને રાજાએ પૂછયું, ભાઈ, શું વિચાર કરે છે? તેણે વાત કરી. રાજા કહે છે સામાન્ય શાસ્ત્ર કરતાં વિશેષ બળવાન હોય છે. પછી સામુદ્રિક શોધી કાઢયું કે બત્રીસલક્ષણા પુરુષને તાલવામાં કામ ચિહ્ન હેય તે તે દરિદ્ર રહે છે અને લક્ષણ રહિતના આંતરડાં કાબરચિતરી હોય તે તે સુખી હોય. પેલા દરિદ્રીની પરીક્ષા કરી છે તે પ્રમાણે જ હતું. હવે રાજા પોતાની પરીક્ષા ખાતર અંતરડાં કાઢવા તૈયાર થાય છે. કુખ છેદી એટલે જતિષીએ ના પાડી અને કહ્યું આપનાં અાંતરડા કાબરચિત્રો જ છે.” ભોજરાજ આ સાંભળી ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com