________________
[ સમ્રાટું વિક્રમાદિત્ય
- ૩૦ ત્રીસમી પૂતળી-દેવાંગના ભોજરાજને સિંહાસને બેસતાં અાવી કહે છે-“આ સિંહાસન પર ૬ કે વિક્રમ સિવાય બીજો કોઈ બેસી શકે નહિ. એક વાર એક જ્યોતિષી રાજાને ભવિષ્યવાણી કહેતાં કહે છે કે હમણાં મહાભય થશે. આ વખતે એક વિદ્યાધર આવી પિતાની સવરૂપવતી સ્ત્રી રાજાને ભળાવીને જાય છે. આકાશમાં માયાથી બે વિદ્યાધરોના યુદ્ધમાં એ સ્ત્રીના પતિનાં અંગોપાંગ કપાય છે. પેલી સ્ત્રી સતી થાય છે, પાછો વિદ્યાધર ભાવે છે અને સ્ત્રી માર્ગ છે. બધી હકીકત જાણ્યા છતાં વિદ્યાધર કહે છે મારી પત્ની તારા અંતઃપુરમાં છે. રાજા કહે છે એમ બને તે હું માથું આપું, વિદ્યાધર માયાથી સ્ત્રીને લાવે છે. વિક્રમાદિત્ય માથું આપે છે. બસ ત્યાં તો દેવતા સાહસ ઉપર આક્રીન પિયારી પુષ્પવૃષ્ટિ કરે છે.” આ સાંભળી ભેજરાજ ચા જાય છે.
૩૧ એકત્રીસમી પૂતળી-૫દ્માવતી રાજા ભોજને કહે છે-“હે રાજેન્દ્ર, આ સિંહાસને બેસો નહીં, એક ગૃહસ્થ પિતાનું મકાન નવું બંધાવી જિનમંદિરાદિથી વિભૂષિત બનાવે છે. શુભ મુહૂતે તેમાં જાય છે, પણ ત્યાં રોજ-કંઈક ૫૩ ૫૭ એ અવાજ થાય છે. પોતે રાજા પાસે ફરિયાદે જાય છે. રાજા તે ખરીદી લે છે. પછી રાજા જ પોતે સૂવા જાય છે. તેને પડુ પડું એવો અવાજ સંભળાય છે. રાજ કહે છે ભલે પડ! એટલે એક સુવર્ણ પુરુષ પડે છે. પણ તે શેઠને આપતાં કહે છે આ તમારા ભાગ્યનો છે. શેઠ ના પાડે છે અને સાથે જ પોતાની પદ્મિની કન્યા પણ પરણાવે છે. સાંભળી ભોજરાજ પિતાના મહેલે જાય છે,
૩૨ બત્રીસમી- છેલ્લી પૂતળી-૫ધિની ભોજરાજાને સિંહાસને બેસવાની ના પાડતાં કહે છેભોજરાજ, વિક્રમના જે કોઈ થથો નથી ને થનાર નથી. તેમણે રાજ્ય તયું, દેશ તો, સામંત, કેશ, અશ્વ, પદાતિ, હસ્તિ આદિ તન્યાં, રાણી, પુત્રવૃંદને દેહ શુદ્ધાં તજ્યા પણ સરવા કદાપિ તવું નહિ. અવન્તીમાં જે માલ આવતો તે પ્રા ખરીદી લેતી, પરંતુ કોઈ ન લે ત્યારે રાજ પિતે તે ખરીદાવી લે. એક વાર એક શ્રીમંત મનુષ્ય દારિદ્ય નામની લેહ પૂતળી વેચવા અવન્તીમાં આવે છે. એને કોઈ ખરીદતું નથી. રાજાને ખબર પડે છે એટલે એક હજાર દીનાર ઠરાવી રાન તે ખરીદી લે છે, અને ભંડારમાં મુકાવે છે. રાત્રે તેની રાજ્યલક્ષ્મી જતી જતી કહેતી જાય છે કે દારિદ્રને રજા આપો. રાજા ના પાડે છે. રાજ્યલક્ષ્મી જતાં વિવેક, લજજા, શાંતિ, કીર્તિ, સત્ય, સુખ, યશ એ બધાં જવા માંડે છે. છેલ્લે સરવે જાય છે. રાજા તેને ના પાડે છે અને તરવાર લઈ મરવા ઉક્ત થાય છે એટલે સાવ રહી જાય છે. સત્ત્વ રહેતા બધા ગુણે પાછા આવે છે, અને દારિદ્ય પિતાની મેળે શત્રુને ત્યાં ચાલ્યું જાય છે. હે ભોજરાજ ! આવાં ત્યાગ, સાહસ અને ઔદાય તારામાં છે ખરી ?” વિક્રમાદિત્યના સત્તની આ કથા સાંભળી ભોજરાજ પિતાના મહેલે જાય છે,
આ રીતે આ બત્રીસ પૂતળીઓની કથાઓ પૂર્ણ થતાં આચાર્યશ્રી રામચંદ્રસૂરિજી કહે છે કે મકર મુનિએ રચેલું ચરિત્ર જોઈ મરણ રહે તે માટે મેં આ આખું ચરિત્ર પદ્યમાં રચ્યું છે. વિ. સં. ૧૪૯૦માં આ ચરિત્ર બનાવ્યું. જ્યાં સુધી પૃથ્વી, મે, ચંદ્ર, તારા, સૂર્ય, ધ્રુવ, દિવસ અને રાત્રિ એટલાં પ્રમાણ છે. ત્યાં સુધી આ વિકમ ચરિત્ર પૃથ્વી ઉપર વંચા અને વિજય પામે !
મુનિરાજશ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) વિક્રમ-વિશેષાંક (શ્રી જૈન સત્યપ્રકાશ-અમદાવાદ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com