Book Title: Samrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 224
________________ : ૧૫૮ : [સમ્રાટું વિક્રમાદિત્ય સિવાય કે કાઠિયાવાડના કોઈ લેખમાં વિ. સં. ૭૯૪ની સાલ છે એ સાલ સાચી મનાય. પ્રાચીન ભારતવર્ષ (ભા. ૪ પૃ. ૯૬)માં વિક્રમશક' એવા ઉલેખવાળે એક શિલાલેખ હોવાનું જણાવ્યું છે, પણ તે કયારને છે તે દર્શાવાયું નથી. અહીં “શકને અર્થ સંવત્સર છે. મહાક્ષત્રપ શોડાસને સમય કનિંગહામે ઈ. પૂર્વે ૮૦થી ૫૭ને ધાર્યો છે અને મથુરાના બીજ ક્ષત્રપ રાજુબલ કે રંજીબલને પુત્ર માને છે. શેડાસ રાજાના ૪૨ મા વર્ષને અને શિયાળાના બીજા માસનો એક શિલાલેખ છે. એના સંવત વિષે મતભેદ છે. ડે. કેને એને વિક્રમ સંવતની સાલ ગણે છે. એ હિસાબે એ શિલાલેખ ઈ. સ. પૂર્વે ૧૬-૧૫ ને ગણાય. જુએ ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ (મૃ. ૧૭૮). વિક્રમાદિત્યનું જીવનવૃત્તાન્ત જેને આર્થરની ઉપમા આપી શકાય એવા વિક્રમાદિત્ય યાને વિકમાર્કના જીવન ઉપર પ્રકાશ પાડનાર સ્વતંત્ર ચળ્યું છે કે કેમ અને હોય તો તે કઈ કઈ ભાષામાં છે એ હકીકત આ૫ણે હવે વિચારીશું. સૂચીકટાહ ન્યાય અનુસાર સૌથી પ્રથમ અને સાહિત્ય તરક દષ્ટિપાત કરશે તે અગાશે અજૈન સાહિત્ય તરફ દષ્ટિપાત કરશું તો જણાશે કે એવો કઈ અતિપ્રાચીન ગ્રન્થ સંસ્કૃતમાં જણાતો નથી. વિક્રમાદિત્યના જીવન સાથે સંકળાયેલી હકીકતે કેટલાક ગ્રન્થોમાં નજરે પડે છે. ઉદાહરણાર્થે હું બે સંસ્કૃત ગ્રન્થ નેધું છું: (૧) સોમદેવભદ્દે ઇ. સ. ૧૭૭૦માં રચેલ કથાસરિત્સાગર (બક ૧૮, અને નામે વિષમશીલ). (૨) અનંતરાજ (ઈ. સ. ૧૨૮-૧૦૮૦) ના રાજપમાં થઈ ગયેલા કાશ્મીરના મહાકવિ ક્ષેમેન્દ્ર રચેલી બહત્કથામંજરી. આના અંતમાં ૧૧ મા પૂછમાં વિક્રમાદિત્યનો આ કૃતિમાં જ્યાં જ્યાં નિર્દેશ છે તેની નેંધ છે. વિશેષમાં આ કૃતિમાં વિક્રમાદિત્યે ભૂતવેતાલ ઉપર વિજય મેળવ્યાની હકીકત છે. ઉદ્યોતનસુરિ ઉર્ફે દાક્ષિણ્યચિલ્ડ્રન એિ શકસંવત ૭૦૦માં એક દિન ઓછો હતો ત્યારે કુવલયમાલા પૂર્ણ કરી. આ કૃતિમાં એમણે ઈ. સ. ની પહેલી સદીમાં થઈ ગયેલા ગુણાઢ્યની પ્રશંસા કરી હતી. આ ગુણાઢયે પિસાઈ (પૈશાચી) ભાષામાં, સંસ્કૃત દ્વારા બૃહત્કથા એ નામથી ઓળખાવતે ગ્રન્ય ર છે. બહત્કથામંજરી અને કથાસરિત્સાગર આ કૃતિના સંસ્કૃત અનુવાદ છે. વળી કાદંબરી, રત્નાવલી ઈત્યાદિ આ બૃહત્કથાના અંશે છે. એટલે આ લુપ્ત બનેલી બૃહત્કથામાં વિક્રમાદિત્ય વિષે હકીકત હોવા સંભવ છે. વિ. સં. ૧૫૭માં ભેજપ્રબંધ યાને પ્રબન્ધરાજ રચનારા રત્નમંડનગણિએ ઉપદેશતરંગિણી રચી છે એમાં વિક્રમાદિત્ય સંબંધી છૂટીછવાઈ હકીકત છે. જુએ પત્ર ૪૪, ૪૯, ૫૦, ૫૪, ૫૫, પ૮ અને ૨૨૩. તેમાં ૪૪મા પત્રમાં અન્નદેવતાએ વિક્રમને વરદાન આપ્યાની વાત છે. દુઃષમગંડિકાના અને યુગપ્રધાનચંડિકાના સારરૂપ એક પુસ્તકમાં એવી મતલબનો ઉલ્લેખ છે કે કેટલાય સમય પછી શકોને એ વંશને ઉખેડીને માલવને રાજા નામે વિક્રમાદિત્ય થશે. એ વિક્રમ ૯૭ વર્ષ રાજ્ય કરશે અને એ પિતાને સંવત્સર પ્રવર્તાવશે. - ૩૦ જુઓ પાઈયસદુમહgવને ઉપદ્યાત (પૃ. ૧૫). ૩૧ જુઓ વીરનિવાસંવત્ ઔર જેન કાલગણના (પૃ. ૩૧ની પાદધિ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246