________________
પરિશિષ્ટ ૨ નું ]
: ૧૬ :
રાજ્ય કરતે હતે. તે ધર્મને સામ, દુષ્ટનો યમ, કરુણાબ્દિને વરૂણઅથને કુબેર જે હતે. અહીં કથામાં એક બ્રાહ્મણે રાજા ઉપર ઉપકાર કર્યો હતો, તેના બદલામાં રાજાને પાંચસો ગામ વગેરે આપ્યો, પરંતુ બ્રાહ્મણ રાજાની પરીક્ષા માટે રાજપુત્રનો વધ કર્યાનું જુઠાણું ફેલાવી રાજાના પરોપકાર ગુણની પરીક્ષા કરે છે. રાજા પુત્રને ખૂની બ્રાહ્મણ છે એમ જાણવા છતાં તેને જીવિતદાન આપી પોતાની પરેપકારિતા બતાવે છે. આખરે બ્રાહ્મણ સત્ય વાત જાહેર કરે છે. આ સાંભળી ભેજરાજ રાજમહેલમાં જાય છે.
૫ પાંચમી પૂતળી–૫ણુ ભોજરાજને વિક્રમના સિંહાસને બેસવાની ના પાડતાં કહે છે, “હે ભોજરાજ આ સિંહાસને બેસશે નહિ. એ તે ફક્ત શ્રી વિક્રમને યોગ્ય છે, તમારે થોગ્ય નથી. નામથી તે તમે રાજા છે ને વિક્રમ ૫ણ રાજા હતા, પણ રાજા તે વિક્રમ વિના બીજો નથી થયો. તેથી જે શ્રી વિક્રમની બરાબર થાઓ તે મા સિંહાસન પર બેસે.” રાજા ભોજ વિક્રમાદિત્યનું ગાંભીય કેવું હતું તે પૂછે છે. જવાબમાં પાંચમી પૂતળી એક વણિકની ઉપદેશાત્મક કથા કહે છે અને રાજા ભેજ મહેલે જાય છે.
૬ છઠ્ઠી પૂતળી-રાજા ભોજને છઠ્ઠી પૂતળી સિંહાસન પર બેસવાની ના પાડતાં કહે છે. તમે તે કોઈ મુગ્ધ છે, મેહિત છે, આ માનભંગ થતાં ૫ણુ લજવાતા નથી. જે જવરિત છે તેને ખાંડવાળો પાપસ કેમ પપ્પ થાય? એક તારવીને રાજા વિક્રમે આખું જ નગર દાન આપી દીધું. તમારામાં એવું ઔદાર્ય હેય તે આ સિંહાસન પર બેસે.'
૭ સાતમી પૂતળી-લીલાવતી પૂતળી ઉચ્ચરે છે–“અમે જેના નિરંતર અધિષ્ઠાતા છીએ તે આ સિંહાસન પર વિક્રમ દિત્ય જે સાહસી, ઉદાર અને પ્રાણથી ૫ણુ પરનું રક્ષણ કરનાર હોય તે જ બેસી શકે. વિક્રમે એક સ્ત્રીપુરુષના યુગલને જીવિતદાન આપતાં પિતાના પ્રાણની પરવા નહોતી કરી.” એ કથા કહેતાં ગોમટસ્વામી, કુષ્પાજી, નાગહદ, કરા, આબુ સત્યપુર, લઘુકાશ્મીર, પંચાસર, શંખેશ્વર, તીર્થાધિરાજ શત્રુંજય, ગિરનાર, સોપારક વગેરે તીર્થોનું વર્ણન કરે છે, જે સાંભળી રાજા ભોજ સિંહાસન પર બેસ્યા વગર જ પાછો જાય છે.
૮ આઠમી પૂતળી-કરી રાજા ભોજ એ સિંહાસન પર બેસવા જાય છે ત્યારે બાદમી પૂતળી જયવંતી કહે છે, “હે રાજા! તું વૃથા પ્રયાસ ન કર! રાજા વિક્રમના જેવું પરાક્રમી અને પરોપકારી અત્યારે કેઈ નથી કે જેણે એક સરોવરમાં પાણી લાવવા માટે બત્રીસ લક્ષણા પુરુષના બલિદાનની જરૂર લાગતાં પિતાનું માથું આપ્યું. આથી દેવી પ્રસન્ન થાય છે, પાણી સરેવરમાં ભરાઈ જાય છે અને વિક્રમ જીવંત થઈ ચાલ્યા જાય છે.” આ સાંભળી જ રાજા મહેલે ચાલ્યો જાય છે.
૯ નવમી પૂતળી–સિંહાસને બેસવાની ના પાડતાં જયસેના કહે છે, “ ભોજરાજ ! જેનામાં વિક્રમાદિત્યના જે ગાંભીર્ય ગુણ હોય તે પુરુષ અને સુખે બેસે.” તે વિક્રમ મંત્રીપુત્રની ઈચ્છિત કન્યાને પિતાના સાહસથી રાક્ષસથી બચાવી મંત્રીપુત્ર સાથે પરણાવે છે.
૧૦ દસમી પૂતળી–રાજા ભોજને મદનસેન કહે છે-“ રાજા ! જેને ગાંભીર્ષગુણ વિકમ જેવો હોય તે જ અહીં બેસી શકે. વિક્રમે એક રાગીને પિતાના સાસથી અમૃતફળ મેળવી આપી જીવિતદાન બાયું હતું. હે રાજા ! તમારામાં આવું સાહસ હોય તે આ સિંહાસને બેસે.” આ સાંભળી ભોજરાજા મહેલે સિધાવે છે.
૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com