Book Title: Samrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 221
________________ પરિશિષ્ટ ૨ ૬ ] : ૧૫૫ : (૮) મેરતંગરિ વગેરેનું કહેવું એ છે કે સિધ્ધસેન દિવાકરે જે રાજાને પ્રતિબંધ પમાડ્યો હતા અને જેણે પૃથ્વીને અનુણી બનાવી પિતાનો સંવત્સર પ્રવર્તાવ્યો હતો તે જ વિક્રમાદિત્ય છે અને એને જ સંવત આજે પ્રચલિત છે. (૯) શુભાશીલગણિના મત મુજબ ગંધર્વસેનને મદનરેખાથી થયેલો પુત્ર તે વિક્રમાદિત્ય છે. જુઓ એમણે રચેલું વિક્રમાદિત્યચરિત્ર. (૧૦) વિક્રમસેનના પિતા તે વિક્રમાદિત્ય છે એમ રાજશેખરસૂરિએ કહ્યું છે. જુઓ ચતુવિશતિપ્રબન્ધ. (૧૧) સેમદેવભટ્ટે ઈ. સ. ૧૦૭૦માં રચેલ કથાસરિત્સાગર પ્રમાણે શિવના ભક્ત મહેન્દ્રાદિત્યને પુત્ર વિક્રમાદિત્ય તે જ પ્રરતુત “વિક્રમાદિત્ય છે. એનું બીજું નામ ત્યાં વિષમશીલ સૂચવાયું છે અને એણે વિક્રમ સંવત પ્રવર્તાવ્યું છે. (૧૨) જેના દરબારમાં ધવંતરિ, ક્ષણિક, વરાહમિહિર વગેરે નવ રને હતાં તે વિક્રમાદિત્ય છે. આ નવ રત્નોનો ઉલેખ૧૮ કલિસંવત ૧૯૩૦૬૮માં રચાયેલા મનાતા જ્યોતિર્વિદાભરણ(૧૦-૨૨) માં છે. વિશેષમાં એમાં ૧૮-૪૩ માં એ નિદેશ છે કે શકેને નાશ કરી વિક્રમાદિત્યે દેશભરમાં ખૂબ મંદિર બનાવ્યાં. (૧૨) કલહણે શકસંવત ૧૦૭૦-૭૧ માં એટલે કે ઈ. સ. ૧૧૪૮ માં રચેલી રાજતરંગિણીમાં સૂચવાયું છે કે રણાદિત્યને જે વિક્રમાદિત્ય નામે પુત્ર હતો એણે કાશ્મીરમાં ૪ર વર્ષ સુધી-લગભગ ઈ. સ. ૫૧૭ થી ઈ. સ. ૫૫૮ સુધી રાજ્ય કર્યું છે. (જુ ગઉડવની પ્રસ્તાવનામાં પૃ. ૭૬ અને ૭૬). બાને કેટલાક કરતુત વિક્રમાદિત્ય ગણે છે. (૧૪) બિહણે વિ. સં. ૧૦૮૦ ની આસપાસમાં વિક્રમાંકદેવચરિત રચ્યું છે. એમાં એણે વિક્રમાદિત્યનું વર્ણન કર્યું છે, પણ એ તે કલ્યાણ ત્રિભુવનમલ છે કે જેનું બીજું નામ વિક્રમાદિત્ય હતું. (૧૫) સેમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૪૧ માં કુમારપાલપડિહ રચેલ છે. એના પહેલા પ્રસ્તાવમાં મૂલરાજની કથા છે. એ મૂલરાજનું વિક્રમરાજ એવું નામ ત્યાં નેધાયેલ છે. જુઓ પૃ. ૧૪. - ૧૭ જેઓ વિક્રમાદિત્યને ચંદ્રગુપ્ત બીજા તરીકે માને છે તેમાંના કેટલાક આ વિષમશિલને પણ એનું અન્ય નામ ગણે છે અને એ નામની સાન્વર્થતા માટે ચન્દ્રગુપ્ત બીજાએ પોતાના મોટા ભાઈની ગાદી લઈ લીધી હતી તેમજ તેની પત્ની પ્રદેવી સાથે લગ્ન કર્યું હતું એ હકીકતો રજૂ કરે છે. ૧૮ A Peep into the Early History of India(પૃ. ૬૦)માં વરાહમિહિર ઈ. સ. ૫૮૭માં પંચવ પામ્યાનું લખ્યું છે. વિશેષમાં ત્યાં શક ૪ર૭ (ઈ. સ. ૫૦૫)માં વરાહમિહિરે પંચસિદ્ધાંતિકા રસ્યાને ઉલ્લેખ છે. આ ઉપરાંત ત્યાં એમ પણ સૂચવાયું છે કે નવ રનેમાંથી કેટલાંક અને કદાચ કાલિદાસ ૫ણ ચન્દ્રગુપ્ત બીજાના રાજયમાં થયેલ હોય. ૧૯ તિવિદેના મત પ્રમાણે કલિસંવત પ્રારંભ ઈ. સ. પૂર્વે ૩૧૦૨ થી છે. એ હિસાબે જ્યોતિર્વિદાભરા ઈ. સ. પૂર્વે ૩૫ માં પૂર્ણ થયેલ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246