________________
આપી અને યક્ષદેવરિ નામ આપવામાં આવ્યું. ત્યારબાદ આચાર્ય પદની યોગ્યતા તેનામાં હોવાથી તેમને તે પદવી આપી પોતે અતિમ સમયે સિદ્ધાચલ પર જઈ, અનશન કરી, સમાધિપૂર્વક નાશવંત શરીરને ત્યાગ કરી વર્ગે સીધાવ્યા.
૮ શ્રી યક્ષદેવસૂરિ
આચાર્યશ્રી યક્ષદેવસૂરિ પિતાના વિશાળ શિષ્ય સમુદાય સાથે કેરંપુર, ભીનમાલ, ચંદ્રાવતી અને પદ્માવતી વિગેરે સ્થળોએ ઉહાર કરી, શાસનની સેવા બજાવતા અર્બદાચલની આસપાસના પ્રદેશમાં વસતા હજારે મનને અમૃત તુય દેશનાથ પ્રતિબોધ આપતા અને મહાજનની (સંઘ) સ્થાપન કરતા વિચારતા હતા અને અહિંથી તેઓ પાછા કારંટપર પધાયાં. અહીં શ્રી કનકપ્રભસૂરિ સાથે ઘણે સમય તેઓ રહી મિથ્યાત્વને નેશ અને સમ્યકત્વને ઉદ્યોત કરતા. જૈનધર્મની ચારે દિશામાં વૃદ્ધિ કરવા લાગ્યા. ત્યારબાદ આચાર્યશ્રી કરંટપુરથી વિહાર કરી ઉપકેશપુરમાં પધાર્યા,
આ નગરમાં રાજા તથા પ્રજાજનેને પોતાના સાહિત્યપૂર્ણ વકતૃત્વની મીઠાશથી પ્રતિબોધી તેઓના અંતઃકરણમાં જૈન ધર્મ પ્રત્યે પૂ. ભકિતભાવની સ્થાપના કરી અને તેઓને તેમાં અનુરાગી બનાવ્યા.
બાદ સિંધ પ્રાંત તરફ તેઓ ૧૦૦ મુનિઓ સહિત વિહાર કરી ગયા. અહીં પાખંડ મતદીઓનું ઘણું જોર હતું. અહીં આવો પ્રતિદિન વ્યાખ્યાનમાં રાજા, રાજકુમાર, મંત્રી, પ્રજા વિગેરેને દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. અને સાધારણુ અપચાર તેમજ વ્યવહારથી નવા શ્રાવકને સંસ્કારી બનાવ્યા. જેન ધર્મમાં તેઓની શ્રધ્ધા અને રુચિ વધારી.
૯. આચાર્યદેવ શ્રી કકવસરિજી
ઊગતી યુવાનીમાં સમસ્ત રાજ્યભવનો ત્યાગ કરનાર શિવપુર નગરના મહારાજાના પાટવીકવરે આચાર્યદેવ શ્રી યક્ષદેવસૂરિનાં પ્રતિબંધે નગરનાં ૧૫૦ નરનારી સહિત દીક્ષા થતુણુ કરી. કકરમુનિ તરીકે અનેક વિદ્યાઓ તથા સ્વમત અને પરમતનું જ્ઞાન ગુરુદેવની સેવાભક્તિમાં રહી પ્રાપ્ત કર્યું હતું. અને માતૃભૂમિમાં ચારે દિશાઓમાં વિહાર કરી જૈન ધર્મને પ્રચાર કર્યો હતો. તેમજ આચાર્યદેવે પોતાની વિદ્વત્તાથી સમસ્ત દુરાચારરૂપી અંધકારનો નાશ કર્યો હતો.
પિતાના પુરુષાર્થ અને પ્રયત્નવડે એમણે જૈન ધર્મનો પ્રચાર સારાયે સિંધ દેશમાં કર્યો જેથી તેઓ શાસનના અદ્વિતીય “વીર” અને મારવાડમાં શાસનને રથ ચલાવનાર • વૃષભ ગણાતા હતા. એ ના ધર્મોપદેશથી આ પ્રાંતોમાં જૈન જનતા તથા સાધુ-સાધવી. એની સંખ્યામાં ઘણું જ વધારે થયો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com