________________
છે.
કરી લગભગ ૬૦૦૦ જેટલા શિષ્ય સમુદાયની પ્રાપ્તિ કરી હતી. આ અવિરત પુરૂષાથી આચાર્યશ્રીના પ્રયાસોના સુંદર ફળ તરીકે ઉપરોક્ત દેશે પણ અહિંસા ધર્મવાદી બન્યા હતા; આ આચાર્યશ્રીની માન્યતા એટલી સુંદર અને તેમનું વર્ચસ્વ એટલું બધું પ્રબળ બન્યું હતું કે જેના વેગે દક્ષિણ ભારતમાં લેહિત (લેહિતાચાર્યના નામથી) શાખા સ્થાપિત થઈ હતી.
ઉત્તર અને દક્ષિણ પ્રદેશના વિશાળ શિષ્ય સમુદાય ધરાવનારા બા બને ધમકાંતિકારી આચ તથા તેમના શિષ સમુદાયના ગે એવું એક પણ ગામ અને શહેર તેમના વિહાર વગરનું તથા શિષ્ય સમુકાય વગરનું બાકી રહ્યું હશે નહિં. જે પ્રમાણે “ બાર ગાઉએ બોલી બદલે અને તરૂવર બદલે શાખા” એ પ્રમાણે અહિંસા ધર્મને પ્રચાર સ્થળે સ્થળે થઈ ગયો હતો.
શ્રી આર્ય સમુદ્રસૂરિના શિષ્યસમુદાયમાં વિદેશી નામના એક પ્રભાવિક વક્તા-જ્ઞાની મુનિરાજ હતા. જેઓએ ૫૦૦ શિષ્ય સમુદાય સાથે અવન્તિ તરફ વિહાર કર્યો. અને ઉજજૈનીના ઉદ્યાનમાં પધાર્યા, જ્યાં રાજા જયસેન રાજ્યગાદી પર વિરાજમાન હતા.
આ રાજવીને કેશકુમાર નામને એક બુદ્ધિશાળી પાટવી રાજકુંવર હતો જે ઊગતી યુવા નીમાં શ્રી વિદેશી મુનિરાજ અને તેમના શિષ્ય સમુદાયનાં સમાગમમાં આવ્યા. મુનિરાજશ્રીની પ્રથમ દેશનામાં જ આ યુવરાજને વિરાગ્યની પ્રાપ્તિ થઈ, પરિણામે માતાપિતાની આજ્ઞા મેળવી આ કુમારે બાળબ્રહ્મચારી સ્થિતિએ જ દીક્ષા અંગીકાર કરી અને તેઓ કેશકુમાર ગણધર નામથી સુપ્રસિદ્ધિને પામ્યા.
વિનયગુણધારક કેશીકુમારે જ્ઞાનસ્કૃતિનાં કારણે ઉચ્ચકેટીને અલ્પ સમયમાં શાસ્ત્રા ભ્યાસ કર્યો. અને તેઓ મૃતપા૨ગામી બન્યા. જેમના દાદાગુરુ શ્રી આર્ય સમુદ્રસૂરિના સમાગમમાં આવતા આ બાળબ્રહ્મચારી વિનયી શતગામી પ્રશિબને તેમણે પોતાના પટધર બનાવી વયોવૃદ્ધાવસ્થાએ આ સૂરિએ શ્રી સિદ્ધક્ષેત્ર પર સંલેખનાપૂર્વક પંદર દિવસનું અનશન કરી સ્વર્ગારોહણ કર્યું.
૫ આચાર્ય શ્રી કેશીકુમાર ગણધર
અવંતીના પાટવી કુંવર બ ળબ્રહ્મચારી કેશીકુમાર ગણધરે અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી અને નિર્મળ જ્ઞાનના પ્રભાવે સૂર્ય સમાન પિતાનું જીવન પ્રકાશિત બનાવ્યું હતું.
દક્ષિવિહારી શ્રી હિતાચાર્યના સ્વર્ગવાસ બાદ તેને વિશાળ શિષ્ય સમુદાય વાદવિવાદમાં પ્રખર શક્તિશાળી બન્યો હતે, છતાં આ સમુદાયમાં ( શ્રી હિતાચાર્યના સ્વર્ગવાસ બાદ) કંઈક શિથિલતાપણું તથા રાજામહારાજાઓનાં બહુમાનથી આડંબરતા પ્રાપ્ત થઈ હતી. પરિણામે દક્ષિણ પ્રદેશમાં હિંસાવૃત્તિ જાગ્રત થવા લાગી, જેના સમાચાર ઉત્તર ભારતમાં વિહાર કરતા શ્રમણાચાર્ય શ્રી કેશકુમારને પહોંચ્યા. તરત જ તેમણે પોતાના વિદ્વાન શિષ્યને દક્ષિણમાં મોકલી શ્રી હિતાચાર્યના દક્ષિણવિહારી શિષ્યોમાંથી થોડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com