________________
છે ભગવાન શ્રી પાર્શ્વનાથ
ભારતના પૂર્વકાલીન ઇતિહાસ તરફ દષ્ટિપાત કરતાં સમજાય છે કે . સ. પૂર્વે આઠમા સદીમાં ધમ નિમિત્તે અસંખ્યાતા પશુય ચારે દિશામાં થતા હતા.
વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથને જન્મ અવધિજ્ઞાન સહિત ઈ. સ. પૂર્વે ૮૭૭ માં થયે. જેમના જીવન સંબંધે શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તેમજ કમ્પસૂત્રમાં વિસ્તારથી વિવેચન કરવામાં આવેલ છે.
શ્રી પાર્શ્વનાથનો જન્મ જૈન ધર્મના અવસર્પિણી કાળના ચેથા આરામા ત્રેવીસમા તીર્થ કર તરીકે તારણહાર વિભૂતિ તરીકે થએલ હોવાથી તેમના દ્વારા પશયજ્ઞને નિષેધ ફરમાવાયો અને ભારતમાં જ્યાં જ્યાં તેઓશ્રી વિચરી શક્યા ત્યાંત્યાં તેમના ઉપદેશની અસર સચોટ થઈ અને અસંખ્યાતા નિર્દોષ પશુઓનું રક્ષણ થયું. યજ્ઞકાંડ કરનારાઓ પશુને બદલે યજ્ઞમાં શ્રીફળને હેમ કરી સફળતા માનવા લાગ્યા.
ઈક્વાકુ વંશમાં કાશીનરેશની ગાદી પર આવનાર અશ્વસેન રાજાના પાટવીકુંવર શ્રી પાશ્વનાથે ૩૦ વર્ષની અવસ્થાએ સંસાર ત્યાગ કર્યો. ૭૦ વર્ષ સુધી સાધુજીવન ગાળી નિર્વાણપદની પ્રાપ્તિ પ્રભુ શ્રી મહાવીર પૂર્વે ૨૫૦ વર્ષ કરી.
૨ શુભદત્ત ગણધર પ્રભુ પાર્શ્વનાથના નિર્વાણ બાદ તેમની પાટ ઉપર શુભદત્ત નામના જૈનાચાર્ય થયા, જેઓ શ્રી પાર્શ્વનાથન ગણધરોમાં મોટા ગણધર હતા.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ તેઓ શાસનપ્રભાવનાથે ભવ્ય જીવોના ઉદ્ધારક તરીકે પિતાના બહોળા શિષ્ય સમુદાય સાથે પ્રબળ પુરૂષાર્થી બન્યા હતા. તેમને શિષ્ય સમુદાય પણ વિશાળ, જ્ઞાની અને શાસન હિતચિંતક હતા. તેઓએ અંતિમ સમયે પિતાના શિષ્ય સંઘાડાને ભાર શ્રી હરિદત્તસૂરિ નામના આચાર્યને અર્પિત કરી, શ્રી સિદ્ધાચળ તીર્થ પર એક માસનું અનશન કરી મોક્ષગતિને પ્રાપ્ત થયા.
૩ શ્રી હરિદત્તસૂરિ તેઓશ્રી શ્રુતસમુદ્રના પારગામી, વચનલબ્ધિ, અમૃતતુલ્ય દેશના આપનાર, ઉપશાંત, .યશસ્વી, પોપઅરી વિગેરે અનેક ગુણેથી ભૂષિત હતા. તેમના મિલનસાર થવભાવથી યજ્ઞકાંડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com