________________
પ્રખર પંડિત સાથેના વાદવિવાદમાં તેઓ સદાય વિજેતા બનતા રહ્યા. પરિણામે અસંખ્ય, પશુયો પર કંઈક અંકુશ આવે, પરંતુ જ્યાં તેઓ અને તેમને શિષ્ય સમુદાય વિચર્યો ન હતા. એવા પ્રદેશમાં પશયમાં વૃદ્ધિ થવા લાગી
તેઓ શ્રાવરિત નગરીના ઉદ્યાનમાં ત્યાંના અદિનશત્રુ નામના રાજાને નગરજનો સહ ધર્મોપદેશ આપી શ્રોતાઓ પર અહિંસા ધર્મની ઉચ્ચકોટીની છાપ પાડી રહ્યા હતા. તેવામાં સંજોગવશાત પરિવ્રાજક લોહિતાચાર્ય નામના સંન્યાસી પિતાના બહોળા શિષ્ય સમુદાય સાથે એ ઉદ્યાનમાં આવી ચઢ્યા.
અહીં બંને વચ્ચે ધર્મવાદ થયો. ધર્મવાદના શોખીન રાજવીએ વાદી પ્રતિવાદી ધર્માચાર્યોને તારિકવાદમાં પૂરો સાથ આપે, જેમાં શ્રી હરિદત્તસૂરિએ પ્રાચીન વેદાંતિક કતિઓના આધારે યજ્ઞક્રિયામાં પશુબલિદાનને કેઈપણ સ્થળે ઉલ્લેખ નથી એ પ્રમાણે સિધ્ધ કરી આપ્યું. તેજ માકક ન ધર્મના કર્મવાદી સિધ્ધાંતની સૂક્ષ્મતાથી શાંતિપૂર્વક સમજ આપી પરિણામે સંપૂર્ણ શાંતિથી શ્રી લોહિતાચાર્યે પિતાનાં ૧૦૦૦ સાધુઓ સહિત સજ્ઞાનની પ્રાપ્તિ થતાં હરિદત્તસૂરિ પાસે જૈન દીક્ષા ગ્રહ કરી.
ત્યારબાદ શ્રી લેહિતાચાર્ય પિતાના ૧૦૦૦ શિવે સહિત મારૂ પ્રદેશથી વિહાર કરી દક્ષિણ તરફ પશુધનાં પ્રતિબંધાર્થે અને જૈન ધર્મના પ્રચાર અર્થે વિચર્યો.
અહીં તેઓએ અનેક ભવ્ય આત્માઓને પ્રતિબંધી અને ધર્મ પ્રભાવનામાં શાસનની ઉન્નતિ કરતાં શિષ્ય સમુદાયની વૃદ્ધિ કરી. જેન ધમને તેઓ દીપાવવા લાગ્યા.
બીજી બાજુ તેમના વૃધ્ય ગુરૂ શ્રી હરિદત્તસૂરિ તે કાળે પિતાનો અંતિમ સમય નજદીક જણાતાં તેઓએ પોતાની પાટ પર આર્યસમુદ્ર નામનાં વિદ્વાન શિષ્યની સ્થાપના કરી, એકવીશ દિવસન અનશન કરી વૈભારગિરિ પર સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા.
૪. શ્રી આર્યસમુદ્રસૂરિ પ્રભુ પાર્શ્વનાથના ત્રીજા પટ્ટધર શ્રી આર્યસમુદ્રસૂરિ પ્રભાવિક વિવાઓના જ્ઞાતા, કૃતજ્ઞાની તેમજ દૈત્યરૂપે પ્રસરેલ પશુયજ્ઞક્રિયાકાંડનાં પ્રખર વિરોધી હતા. તેઓ ધર્મના નામે માંસ, મદિરા આદિ અત્યાચાર કદાપિ કાળે નભાવી ન જ લેવાય તેવું દષ્ટિબિંદુ ધરાવતા હતા.
આ આચાર્ય શ્રી મુનિસંપ્રદાય વિશાળ હતું તેમજ એવા પ્રદેશોમાં પુરૂષાર્થથી વિચરનાર હતું કે જ્યાં હિંસાદિને પ્રચાર વેગવંતે હતો. બંગાલ, ઓરિસ્સા, પંજાબ, મલતાનાદિ દેશોના તેઓ ખાસ વિહારી હતા. ઉપરોક્ત પ્રદેશમાં વિચરતા આ મુનિરાજ અને તેમના શિષ્ય સંપ્રદાયે અપાર સંકટો સહન કરી, અનેક રાજસભાઓમાં “અહિંસા પરમ ધર્મ ન સૂક્ષ્મ તત્વ રાષ્ટ્રીયકરણ સાથે સંકલિત રીતે સમજાવી અનેક જીવને જૈન ધમી બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
બીજી બાજુ દક્ષિણ કર્ણાટક તરફ હરિદત્તસૂરિના સમુદાયમાંથી વિહાર કરી ગએલ શ્રી લેહિતાય અને તેમના શિષ્ય સમુદાયે દક્ષિણ કર્ણાટક, તેલંગ, મહારાષ્ટ્રાદિ દેશમાં વિહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com