________________
હતી અને એ સંધીની શરતે વિક્રમ તાપીની ઉત્તર પ્રદેશ અને શાલિવાહન તાપીની દક્ષિણના પ્રદેશને ભગવટે કરતા હતા.
જૈન સાહિત્યમાં વિક્રમ સંબંધી પુષ્કળ ઉલેખો મળી આવે છે અને તેને લગતાં પુસ્તકો પણ સારી સંખ્યામાં ઉપલબ્ધ છે; જેવાં કે વિક્રમકુમાર રાસ, વિક્રમાદિત્યખાપરારાસ. વિકમસેન રાસ, વિક્રમરાસ, વિક્રમપંચદંડ રાસ, વિક્રમાદિત્ય ચરિત્ર, વિક્રમ રોપાઈ, વિક્રમસેન રાસ, વિક્રમાદિત્ય પંચાંડ રાસ, શનિશ્ચર વિકમપાઈ, વિકમ કનકાવતી રાસ, વિગેરે વિગેરે.
વિક્રમનું જીવંત સ્મારક ઉજજેનની વેધશાલા છે, જે ભૂગોળ તેમજ જ્યોતિષશાસ્ત્રના અભ્યાસી તેમજ વિદ્વાનેને માટે અત્યુપયેગી છે.
જોએ વિક્રમ સંવતને સો કરતાં વિશેષ અપનાવ્યું છે, કારણ કે વિક્રમની સાહસિકતાની એ કદર છે.
વિક્રમ તેની ઉત્તરાવસ્થામાં ચુસ્ત જૈન ધર્મનુયાયી હતે. વિક્રમને જે પરંપરામાં જન્મ થયો હતો તે જૈન સંસ્કારોથી વાસિત હતા, વળી વિક્રમને જૈનાચાર્યોને ચિર-પરિચય થયો હત અને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના ઉપદેશથી તેણે ભરુચમાં “શકુનિકાવિહાર” નો ઉધ્ધાર કરાવ્યો હતો, જેને લગતે ઉવેખ નીચે પ્રમાણે છે
श्रीसिद्धसेनसरेर्दिवाकराद् बोधमाप्य तीर्थेऽस्मिन् ।
उद्धारं ननु विदधे राजा श्रीविक्रमादित्यः ॥ १॥ ઉજજૈનના કેટલાએક સિક્કા એવા મલી આવ્યા છે તે જેમાં વેધશાલાના ચિત્ર ઉપરાંત ૭ ચંદ્રબિંદુ અને UR સ્વસ્તિકના ચિત્ર છે. આ ચિઠ્ઠો ઉપરથી પણ વિક્રમાદિત્ય જન ધર્માનુયાયી હતે એ સાબિત થઈ શકે છે; કારકે છે અને આ બંને ચિહ જેન ધર્મના પ્રતીક છે. જે આ ચિહ્ન સિદ્ધશિલાનું દ્યોતક છે જયારે કે ચાર ગતિનું વોતક છે.
કેટલાક પંડિતે એવી માન્યતા ધરાવે છે કે-કા. શુ. ૧ ના રોજ વિકમને રાજ્યાભિષેક થયો ત્યારથી “વિક્રમ સંવત” ની શરૂઆત થઈ જ્યારે કેટલાક એ અભિપ્રાય દર્શાવે છે કે-કા. શુ. ૧ વિક્રમને જન્મદિવસ હોવાથી સંવતની શરૂઆત ત્યારથી થઈ.
અમે પ્રસ્તુત ગ્રંથમાં વિક્રમના પૂર્વજ, કાલકાચાર્ય સાથે તેમને સંબંધ, શક કોનું આગમન, વિક્રમનું પરિભ્રમણ, વિક્રમના સાહસ-પરાક્રમે ને વિક્રમનું રાજ્ય-સંચાલન વિગેરે પુરતી જ હકીકત આલેખી છે અને કેટલીક ઉપયોગી અને દંતકથારૂપ હકીક્ત પરિશિષ્ટમાં દર્શાવી છે. ગ્રંથની સફળતા કેટલી છે? તેનો નિર્ણય વાચકવર્ગ પર છોડીએ છીએ. બીજાઓને વિશેષ સંશોધન માટે અમારે આ ગ્રંથ ભૂમિકારૂપ નીવડશે તે પણ અમે અમારો પ્રયાસ સફળ થયા ગણીશુ. 4 aid ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com