________________
ચીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. આપે.” મરીચિએ કહ્યું. “સાધુ પાસે જઈને તે ધર્મને તમે અંગીકાર કરે.” કપિલે કહ્યું. “હે મરીચિ ! શું હારી પાસે તે ધર્મ નથી. જેથી તે ધર્મ ગ્રહણ કરવા માટે મને બીજા સાધુઓ પાસે મોકલે છે?” મરીચિ મનમાં વિચાર કરવા લાગ્યા કે “નિલે આ બકમી દેખાય છે. કારણ બીજા કેઈએ નહિ પૂછેલું તે એ મને પૂછે છે. હું એક શિષ્યની શોધ કરું છું. જે હારી વૃદ્ધાવસ્થામાં સેવા કરે. માટે આ પુરૂષ મ્હારે શિષ્ય થઈને હારી પાછલ બહુસંસારી થાઓ.” આમ ધારીને બહુ સંસારીપણાથી મરીચિએ તેને કહ્યું કે “હે કપિલ ! હારી પાસે ધર્મ છે અને સાધુઓ પાસે પણ છે.” પછી મરીચિ, ઉસૂત્રના નિરૂપણથી કડાકડી સાગર પ્રમાણુ અને નિરંતર દુઃખના સમૂડના સ્થાન રૂપ સંસાર ઉપાર્જન કર્યો. ઈવાકુકુલમાં ઉત્પન્ન થએ તે મરીચિ આદિનાથ સમાન આયુષ્ય ભેગવીને અને તે પોતાના કાર્યની આલોચના લીધા વિના મૃત્યુ પામીને પાંચમા દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી ચવીને કલ્લાક નામના સંનિવેશમાં કેશિક નામે બ્રાહ્મણ થયે, ત્યાં પણ તે એંશી લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી મિથ્યાત્વના પોષણ થકી મૃત્યુ પામીને દીર્ઘકાલ પર્યત ચાર ગતિરૂપ સંસારમાં બહુ કાળ ભમી સ્થણ નગરીમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયે. ત્યાં બોતેર લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભાગવી. અંતે સંન્યાસી થઈ મૃત્યુ પામીને સિંધર્મ દેવલોકમાં દેવતા થયે. મરીચિને જીવ ત્યાંથી ચવીને ચૈત્ય સંનિવેશમાં અને શિત નામે ઉત્તમ બ્રાહ્મણ થયે. તે ભવમાં તેણે ચોસઠ લાખ પૂર્વનું આયુષ્ય ભગવ્યું. છેવટ સંન્યાસી થઈને મૃત્યુ પામી ઈશાન દેવલોકમાં દેવપણે ઉપન્યા. ત્યાંથી
વિને મંદિરક સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. તે ભવમાં છપન પૂર્વનું સુખમય આયુષ્ય ભેગવી અંતે પરિવ્રાજક દીક્ષા લઈ ત્રીજે દેવલોકે ગયે. ત્યાંથીચવીને તે મરીચિને જીવ તાંબિકા નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયે. ત્યાં ચુંમાળીશ લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી અંતે સંન્યાસી થઈ મૃત્યુ પામીને માહેંદ્ર દેવલોકમાં બહુ સુખવાળો દેવતા થયા. ત્યાંથી આવીને તે બહુ કાલ પર્યત સંસારમાં ભર્મને રાજગૃહ નગરમાં સ્થાવર નામે વિઝ થયે. તે ભવમાં ચિત્ર લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી છઠીવાર સંન્યાસી થઈ મૃત્યુ પામીને પાંચમાં દેવલોકને વિષે દેવતા થ, બહુકાલ સંસારને વિષે ભમીને પછી તે મરીચિને જીવ, રાજગૃહ નગરના વિશ્વનંદિ રાજાના બંધુ વિશાખાભૂતિ યુવરાજને બલવાન, ગુણવાન અને સર્વ રાજાઓને પ્રિય એવો વિશ્વભૂતિ નામે પુત્ર થયો. વિશ્વનંદી રાજાને વિશાખનંદી નામે પુત્ર છે. પરંતુ તે, વિશ્વભૂતિ કુમારથી રૂપ, ગુણ અને લક્ષમીએ કરીને રહિત હતો. એકદા વિશ્વભૂતિ, પિતાની પ્રિયા સહિત નંદનવન સમાન સુગંધવાળા ક્રીડા ઉદ્યાનમાં એક માસ પર્વત કીડા કરવા ગયા હતા. ત્યાં તેને ક્રીડા કરતો જોઈ વિશાખનંદિએ ઈબ્યથી પિતાના પિતાને કહ્યું કે “હે તાત! આ વિશ્વભૂતિ કીડા કરે છે. તે ઉદ્યાનને તમે ખેડાવી નાખે જેથી હું મારી ઈચ્છા પ્રમાણે કડા કરું. નહિ તે આ