Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
રૌનક મહેલની રાજખટપટ
૧૮
કાલ આપને વારે આવશે. આ ફરેબી શયતાનના પંજામાંથી છૂટવાને એક જ ઉપાય છે કે, રાજ્યના તંભરૂપ ઉમરાવોએ એકસંપી કરી, તેના કાવાદાવાની સામા થવું. હા, હાર! જે શયતાનને બંદે આ બાદશાહતને ધૂળમાં મેળવવા માગે છે, જે નમકોર પિતાના આકાનું લુણ હરામ કરે છે, જેણે રાજમાં બગાવત ઉભી કરવા માંડી છે, એ શયતાનને કાબુમાં આણવો એ શું અધર્મ છે? એની એહેસાન ફરામોશીને ઉઘાડી પાડવી એ શું પાપ છે? એના હવસી દાતાને તેડી પાડવા એ શું બરહક નથી? એની આપખુદીને ભાંગવી એ શું નેકીને રાહ નથી? સુલ્તાન આપ શેાચી જુઓ કે એ સલ્તનતના ટુકડા કરી, એ કુતરાઓ ચાવી જવાના છે. એ એમને હજમ કરવા દેવા, એ મહા પાપ છે. હું મારે હાથ ઉઠાવનાર છું. સરદારે, નેક ઉમરા પિતાની મદદ આપવા મને તૈયાર છે. અજીજ-ઉલ-જુ મારી ફેજને સહાય આપવા કબુલ થયો છે. હજરત ! જે આપ પણ વખતસર અમારી સાથે સામેલ થશે, તે તેલંગણું અને આજુબાજુને મુલ્ક આપની પાસે રહેશે. અમે આપને એ પ્રદેશના માલેક સ્વીકારવા રાજી છીએ, અને એ કામમાં મદદ કરવા તૈયાર છીએ. ગર આપ ના કહેશે તે પણ એ મુલ્ક આપના હાથમાં રહેવાને નથી; શાહને એથી લાભ થવાને નથી. આપ નહિ તે બીજે કોઈ એના પર એતિખ્યાર મેળવશે ? શું આપને આ સર્વે સંમત છે? નહિ, નહિ કદિ નહિ. આપણી સાથે સરદાર ઉમરા શારિક છે, એટલું જ નહિ પણ વિજયનગરના રાય પણ મદદ કરવા કબુલ છે. આશા છે કે, એ વ્યાજબી કામમાં આપ શરિક થશે.”
મુબારકે જોયું કે સુલ્તાનની આંખ ઘેરાતી હતી, પણ દવાએ તેના મગજપર જોઈએ તેવી અસર કરી હતી નહિ. સુલ્તાને કહ્યું -
“ખામોશ મલેક! દગાબાજી મને ન શિખવ; મારા જીગરને સલ્તનતની લાલચથી ન લલચાવ; જબાં બંધ કર.”
“હજરત! હજરત! આપને શું વિશ્વાસ નથી કે આ સરદારે, રાજ્યના નિક વફાદાર ગુલામો સાચું કહી રહ્યા છે. હજુરે વાલા! આપની વફાદારી આપને શું કામ આવવાની છે? શું શાહ આપના કહ્યા પર એતબાર આણશે? શું તે શયતાનનું પુતળું કાસિમ આપને આપની હકથી મેળવેલી જાગીર ભેગવવા દેશે? તેના માર્ગમાં આડે આવતી કાટે સમજી તે આપને દૂર કર્યા વગર રહેશે? જુઓ, સાહિબે આલા ! જે એક વખત સલ્તનતને જમણે હાથ હતા, જેને લીધે સલ્તનતના આલીશાં મકાનને કેઈની ઈજા કરવાની હિંમત ન હતી; જેના રગેરગમાં વફાદારી, શરીઅત અને ઈમાનદારીનું ખું વહેતું હતું, તે જવાના ગ્યા નના શા હાલ થયા? આપ એમ ધારે છે કે, આપના દુશ્મને ચુપચાપ બેસી રહ્યા છે? નહિ, નહિ. સુલ્તાન આપ અલમંદ છે, દાના છો; વિચાર કરી જુઓ. સુલ્તાને આંખ ઉઘાડી સુબારકના સામું જોયું. પણ તેને પાછા તમર આવતાં હેય તેમ લાગ્યું.
શાહ ! આપનું કહેવું માનનાર નથી. આપ પાયતખ્તમાં પગ મૂકશે કે તરત જ આપની સત્તા છીનવી લેવામાં આવશે. જુઓ આવી તક વારંવાર આવતી નથી. યુસુફ આદિલે ખૂબે એના નામને વંચાવ્ય, તેમ આપ શા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com