Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૧૦
રૌનક મહેલની રાજખટપટ સુતી હતી ત્યાં આવ્યો અને બારણું ઠેકર્યું. તરત જ દિલશાદ જાગ્રત થઈ અને બારણું ઉઘાડ્યું.
શાહજાદી સાહિબા !” ઇમામુદ્દૌલા બોલ્યા, “સિપાઇઓ આ દરીમાં છે, ને આપણે અહીંથી ભાગવું જોઈએ.”
“સિપાઈઓ!” દિલશાદ જાણે વિચારમાં કે સ્વમમાં હોય તેમ બોલી.
“જી, હા.” ઈઝામુદ્દોલાએ કહ્યું, આપણે તેઓ કુચ કરે ત્યાર પહેલાં અહીંથી ભાગવું જોઈએ.”
“અહીં સિપાઈઓ!” દિલશાદ મનમાં વિચાર કરવા લાગી.
જે અહીં સિપાઈઓ હશે તે વાલિદ પણ સાથે આવ્યા હશે. યા નસિબ! જે તે કાગળ કાઢી લીધું હોત તો કેવું સારું થાત. જેને માટે આ બધી માથાકુટ કરું છું, તે એકદમ ટળી જાત; અને તેમને મળી તે કાગળ આપી તેમની ચિતાને પણ પાર આત. પછી મલેક મુબારકની સતાવણ પણ ચાલતા નહિ. પણ શું કરવું? મેં મૂર્ખાએ આવેલી તક ગુમાવી.” આ પ્રમાણે વિચારોના મોજા તેના મનરૂપી સમુદ્રમાં આવતાં હતાં. તેને લાગ્યું કે, હવે તે ઈઝામુદ્દોલાની સાથે મુસાફરી કર્યા વગર છૂટકો નથી. હવે જ્યાં સૂધી તક મળે નહિ અને ઈશ્વરના કરવાથી તે કાગળ હાથમાં આવે નહિ ત્યાં સુધી સાથે જ જવું એમ તેણે નિશ્ચય કર્યો.
પવન ડે ફુકાતે હતા. દિલશાદે ઝટ શાલ દિલ પર વીંટાળી, અને તેઓ બને વાડામાં આવ્યાં.
“આપ ઘોડાપર સ્વાર થાઓ” ઈઝામુદ્દૌલાએ કહ્યું, “અને અમે બંને જણ સાથે ચાલીએ છીએ.”
પવનને સપાટે ચાલતે હતો. આકાશમાં નક્ષત્ર મંદ પ્રકાશ નાખતા હતા. ઘોડાની ખરીને અવાજ તે દરીની નીરવતાનો ભંગ કરતા હતા. તેઓ આમ જતાં હતાં એટલામાં એક માણસ બાજુમાંથી હરણની માફક દોડી ગયે.
પ્રકરણ ૧૫ મું
ભગ્નહૃદય જંગલમાં જે તાપણું સળગતું ફકીર અને ઈઝામુદ્દલાના જોવામાં આવ્યું હતું ત્યાં સિપાઈઓ હતા ખરા, પણ તે સુલ્તાન કુલિખાના માણસો ન હતા કિયા મલેક મુબારકના પણ ન હતા. પરંતુ તે કપટનીતિકુશળ અબળા નહિ પણ પ્રબળા ખયન્નિસાના હતા. તે સાધારણ સૈનિકે નહિ, પરંતુ પૈસાને માટે કોઈ પણું કામ કરવા તત્પર થાય તેવા લૂટારા હતા. ચાર વાંસડાને આધારે એક ચંદની ઉભી કરી તેની નીચે ખયરુન્નિસા ગાદીપર પડી હતી. તાપણાને પ્રકાશ તેના મોં પર પડતું હતું. તે લૂટાઓ આમતેમ ટેળાબંધ બેસી ગપ્પાં હતા હતા. ખયરુન્નિસા મલેક મુબારકને ધિક્કારતી હતી, પરંતુ અત્યારે તેને ધિક્કાર ઈઝામુદ્દોલા પ્રતિ ચાર ગણો વધ્યા હતા. ઈઝામુદ્દૌલાને તેણે યુક્તિ રચી છોડ હતો, તેને નાસી જવાને માટે સાધનો પૂરાં પાડ્યાં હતાં, અને તેણે તેને સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com