Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૬૨
રૌનક મહેલની રાજખટપટ
સમયની તેમને પરવા ન હતી. નવજીવન, નવજાગૃતિ, અને નવું ચેતન પ્રાણમાં સ્ફુરતું હતું. પ્રેમની દિવ્ય જ્યેાતિ બંનેના અંતરમાં પ્રકટી હતી જે શરીરમાં તનમનાટ મચાવતી હતી. આમ તેએ નસીમાબાદના કિલ્લામાં આવી પહોંચ્યાં. દરવાજાપર હતાશ ચેહેરે સુલ્તાન કુલિખાં રાહ જોઈ ઉભા હતા. દિલશાદ અને ઈકામુદ્દૌલાને તેતાં તેના ચેહેરાપર આનંદની છટા ચમકી. આંખમાં તરલ તેજ રમવા લાગ્યું. ઈકામુદ્દૌલાને શ્વેતાં જ પૂછ્યું,
આપે તેને મારી નાખ્યા કે ”
“હા, મેં તેના પ્રાણ લીધા,” ઈંક્રામુદ્દોલાએ જવાબ આપ્યા.
રાત્રિના અંધકાર સરી જતા હતા. ઉષાની રક્તિમા છવાઈ હતી, તે આણી તરફ આ સર્વના હૃદયમાં પણ નવ ચેતના સ્ફુરતી હતી. પ્રેમની ઉષા ઝળકતી હતી. દુ:ખદ રાત્રિ વ્યતીત થઈ હતી. પક્ષિઓના મધુર ક્લરવ કાનમાં આનંદ અને પ્રેમનાં મીઠાં ગાન ગજવતા હતા. હિરયાળી નયન તૃપ્તિકર હતી. આ દેખાવ જોઈ સર્વની સુગુફ્તા મીજાજી નેઈ સુલ્તાન કુલિખાંએ કહ્યું,
શરાખે લુફે મુદ્દાખન્દરા કિનારે નેસ્ત્ર, વગર કિનાર તુ માયટ્ટ સુરે જામ ખુઅ.*
ઇતિહાસના વાંચકોને જણાવવાની જરૂર નથી કે, આ તેાફાની હુલ્લડ રાંત પડ્યું ખરું, પણ કાસિમ ખરિદના કાવાદાવા નરમ પડ્યા નહિ. રાજ્યના સ્તંભરૂપ સરદ્વારામાં બેદિલી ઉત્પન્ન થઈ, અને વારંવાર ખખેડા ઉત્પન્ન થવા લાગ્યા. દસ્તુર દિનારને ઘણું નીચું તેવું પડ્યું, અને અવસર આવતાં સુલ્તાન કુલિખાંને તાબે થવું પડ્યું. કેટલાક ઉમરાવેાએ સુલ્તાન મહંમદને આ કપટી વજીરની જાળ તાડી અચાવવાને પ્રયત્ન કર્યો, પરંતુ સુલ્તાનને ઉંધી બુદ્ધિ સુઝવાથી પેાતાના નાશ પાતાને હાથે કર્યો. રાજ્યથી વિભક્ત થઈ ઉમરાવા સ્વતંત્ર થયા. આગળ જતાં સુલ્તાન કુલિખાંને પણ તેમ કરવાની ફરજ પડી. સુલ્તાન કુતુબ નામ ધારણ કરી તે સ્વતંત્ર થયેા. આમ બ્રાહ્મણી વંશના વિધ્વંસ આવી લાગ્યા. તેણે પેાતાની રાજધાની ગાવલકુંડામાં રાખી. આ રાજ્યે આગળ જતાં ઇતિહાસમાં નામના મેળવી.
દિલશાદ અને ઇંક્રામુદ્દૌલાનાં લગ્ન ધામધૂમથી થઈ ગયાં, અને ઇકામુદ્દોલાના ગુણથી મેાહિત થઈ સુલ્તાન કુલિખાંએ તેને સારી જાગીર આપી. તેના પેાતાના ગુણથી દિન પ્રતિદિન તેને ઉર્જા થતા ગયા, અને સુલ્તાન કુલિખાંએ જે વિજય મેળવ્યા તેમાં ઇંક્રામુદ્દોલાની મુખ્ય મદદ હતી, એવા ઉલ્લેખ સ્થળે સ્થળે મળી આવે છે. દુ:ખ પછી સુખ, રાત્રિ પછી દિવસ, અંધકાર પછી મકારા એ સૃષ્ટિનિયમ અખાધ્ય છે. આમ સુલ્તાન કુલિખાંની ઉન્નતિ સાથે ઇંકામુદ્દોલાની પણ ઉન્નતિ થઈ, અને તે દિલશાદના પ્રેમમાં દિવસ વ્યતીત કરવા લાગ્યા.
Cotrotste tect સ મા સ
* તે પ્રભુની મહેરના મદને કિનારા નથી અગર જે કિનારા નજરે પડે તેા પ્યાલાના દોષ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com