Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
સૈનક મર્હુલની શજન્મઢઢ
ઇંક્રામુદ્દોલા તરત અંદર જ્યેા. તેની આંખા પ્રેમ અને આનંદથી ધનથન નાચતી હતી. તેની મુદ્રામાં અપૂર્વ ઉત્સાહ ભાસતા હતા. તેણે એરડામાં જતાં જોયું તે કઈ મળે નહિ. ખાલી બત્તી ખળતી હતી. “શાહનદી સાહિખા !” કહી ઇંક્રામુદ્દૌલાએ બૂમ મારી, પણ તેને પ્રત્યુત્તર મળ્યા નહિ. ઇકામુદ્દૌલાને જીવ ઉડી ગયા. તે નિરાશ થઈ બહાર આવ્યા. સામેા જ તેને એક કર મળ્યા. ઇકામુદ્દોલાએ તેને પૂછ્યું,
શાહજાદી સાહિખા કયાં છે ?”
6
“કાણુ ?” તે નોકરે આશ્ચર્યું પામી સામે સવાલ કર્યો. “દિલશાદખાનમ !” ઇકામુદ્દૌલાએ જવાખ વાળ્યા.
“હાં, હાં, હજરત મલેક સુખારકખાં ઘેાડી વાર થઈ તેઓને લઈ ચાલી ગયા. તે વરંગુલ આજ જવાના હતા, અને તેઓ સિધાવ્યા.”
પૂતળાંની માફક ઇકામુદ્દૌલા સ્થિર ઉભા રહ્યો. ક્ષણભર તેના હોરાકારા ઉડી ગયા. તેને મલેક સુખારકપર ગુસ્સે આવ્યા, અને તે એવા આવેગથી કે શું કરવું, તેની તેને સુઝ પડી નહિ. મલેક સુખારકે છેલ્લી ઘડીએ તેના હાથમાં આવેલી ખાજી વણસાડી. તે ચાલાકી કરી ત્યાંથી સટકી ગયે; આ વિજયાત્સવને વખતે તેની મહેનતપર પાણી ફેરવ્યું. હાથમાં લીધેલે અમૃત કુંષ માંએ માંડતા ઢળી ગયા. વૈરની પ્રખળ લાગણી હુતાશન મા પ્રકટી આવી. તેણે મલેક સુખારક પર વૈર લેવા નિશ્ચય કર્યો. તેની આંખેામાંથી વૈરના અગ્નિ વર્ષવા લાગ્યા. તરત જ તે ઘેાડાર ભણી ગયા, અને રાવતને પૂછ્યું,
“હજરત મલેક સુખારક ક્યાં છે?”
“તેએ ઘેાડી વારપર અહીંથી રવાના થયા.”
“એક્લા કે કાઈ સાથે હતું.”
“જી, સાથે કાઈ ખાવુ હતાં,” તે રાવતે જવાબ વાળ્યેા.
“ઠીક તેા એક ચપળ ઘેાડો આણુ તા,” ઇકામુદ્દૌલા ખેલ્યા. ધાડા આવતાંની વાર તે સ્વાર થઈ ચાલી નીકળ્યા. સુલ્તાન કુલિખાં અને ઇનાયતખાં તેને દરખા રમાંથી જતેા જોઈ આભા બની જોઈ રહ્યા. ઇંકામુદ્દૌલાનું ધ્યાન એક જ બાબતમાં લાગ્યું હતું. તેની પેાતાની આસપાસની સ્થિતિનું ભાન ન હતું.
આકાશમાં ચંદ્ર ઉગી નીકળ્યા હતા. તેના ધવલ પ્રકાશમાં પૃથ્વી સ્નાન કરી રહી હતી. વૃક્ષા અને પર્વતના શિખરોને દૃશ્ય મનેહર જણાતા હતા. ઇંક્રામુદૌલા નગ્ન તરવાર હાથમાં લઈ ઘેાડાને વેગથી દોડાવતા રસ્તે કાપતા હતા. પ્રથમ તે તેને રસ્તામાં સહેજ અડચણ નડી, પણ કંઇક પ્રેરણાથી તે વિચાર કર્યા વગર માર્ગે કાપવા લાગ્યા. રસ્તામાં ઘેાડાની ખરીએનાં ચિહ્ન સ્પષ્ટ દૃાચર થવા લાગ્યાં. તે જોતાં અધિક ઉત્સાહથી ઇક્રામુદ્દૌલા રસ્તા કાપવા લાગ્યા. વૃક્ષમાંની ઘટામાંથી ગળાઇને ઠેકાણે ઠેકાણે ચંદ્રપ્રકાશ પડતા હતા.
એકાએક કારમી ચીસ ઇકામુદ્દૌલાને કાને પડી. તેણે ધાડાની લગામ પકડી કચી દિશામાંથી તે સ્વર આવતા હતા તે નક્કી કર્યું, અને તે દિશા તરફ ઘેાડાને વાળ્યે, તે કિકિયારી દિલશાદની હોવી જોઇએ, એમ તેના મનમાં થઈ આવ્યું, અને ખરેખર તે કિકિયારી દિલશાદની જ હતી. આપણા નાયકે ઘેાડાને વેગથી દેડાવ્યા. તે બૂમ, તે દયાને માટે પ્રાર્થના, તેને માર્ગદર્શક થઈ પડી. તે નદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com