Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૬૪
પરિશિષ્ટ
(પૃષ્ઠ ૫૫) દિલમ દર આશિકી આવારહ શુદ–આવાર તર બાદા.
તનમ અઝ બેદિલી બીચારહુ શુદ–બીચાર તર બાદા. બ તારાજે અસીરાં ઝુલે તૂ અઈયારીઈ દરદ, બ ખું રીઝે ગરીબ ચમે તૂ અઈયાર તર બાદ, રૂખત તાઝસ્ત બહરે મુરદને ખુદ તાજહ તર ખામ દિલત ખારસ્ત બહરે કુર્તને મન ખાર તર બાદા. ગર અય ઝાહિદ દુઆએ ખેર મી ગૂઈ મરા ઈ ગૂ,
કે આ આવાર કે બુતાં આવારહ તર બાદ.” દિલે મન વાર ગત અઝગમ નઝાં ગૂનહકે બેહ ગરદદ; અગર જાના બર્દી શાદસ્ત યા રબ પાર તર બાદા. હમી ગેચંદ કે અઝ ખંખારિયશ ખલકી બજાં આમદ, નમી ગૂયમ કે બહરે જાનેમન ખૂંખારહ તર બાદા. ચુ બા તર દામની ખૂ કર્દ મૂસરી બા દે ચમે તર,
બ આબે ચમે મિઝગાં દામનશ હમવાર તર બાદા. ભાવાર્થ-મારું દિલ આશકીના (મુકમાંથી) દેશવટો પામ્યું છે. ભલે તે વધારે ને વધારે દેશવટે ભગવે.
તારું મન પ્રેમની પીડામાં નિર્ગત થયું છે ભલે તે વધારે ને વધારે પ્રેમની પીડામાં નિર્ગત થાય.
- તારી અલક લટ કેદીઓને લુટવામાં બહ ચતુર છે, તારાં નયન ગરીબોને સૂક્તપાત કરાવવામાં નિષ્ણાત છે, ભલેને તે વિશેષ ને વિશેષ રક્તપાત કરાવવામાં નિષ્ણાત થાય.
તારું ખીલેલું વદન કમળ હું ઇચ્છું છું, કે મારાં મૃત્યુને કાજે અધિક ઉલ્લાસિત અને પ્રફુટિત થાય.
તારું હૈયું પથર જેવું સખ્ત છે ભલે એ મને મારવા માટે વધુ અને વધુ સપ્ત થાય, સંગદિલ બને. અય જાહિદ! તું મને આશીર્વાદ આપે છે તે આ આશીર્વાદ આપ: “આ દેશવટે પામેલો આશક (જે) માશુકના મહોલ્લામાં રખડે છે તે વધારે ને વધારે રખડ્યા કરે.'
મારું દિલ ગમથી એવું તે ટુકડેટુકડા થઈ ગયું છે કે ફરી સંધાયું મુશ્કેલ છે; પણ જે માશુકને એથી વધારે આનંદ થતું હોય તે ભલે એના હજી પણ વધારે ને વધારે ટુકડા થાય.
બધા કહે છે કે, માશુકાના લેહીના તરણ્યા સ્વભાવને લીધે બધી દુનિયા કંટાળી ગઈ છે, પણ (હું) એમ નથી કહેતા. પણ ઉલટ એમ કહું છું કે, મારા જીવ ખાતર, મારી જાન ખાતર એ પ્રિયતમા વધારે ને વધારે લોહીની તરસી થાય. - જ્યારે ખુશરે તેને નયનમાંથી નીકળતી અશ્રુધારાથી પિતાને અંગરખાની દામન ભીજાવવા ટેવાયેલો છે ત્યારે ખૂની આકાંક્ષા એ દામન ચિરકાલ ભાયેલી રહે.
અમીર ખુશરેના દિવાન માટે લેખક તેના નેહી મીટ હામી દલાલ, તથા આ ગજલના ભાષાંતર અને કેટલાક ફેરફાર માટે ફારસ્સી ભાષાના વિખ્યાત સૂાક્ષર પ્રા. શેખ અબદુલ કદિર સરફરાજને અત્યંત આભારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com