Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 165
________________ ૧૫૮ રીનક મહેલની રાજખટાશ મને એમ પણ લાગ્યું કે, એમ કરવાથી શાહજાદી સાહિબા જ્યારે ખરી હકીક્ત જાણશે ત્યારે ખૂશી થશે. આથી તે બાંદીને મેં સાધી. ઝુલ્ફનની એક દૂરની સગી તેને તે દિવસે મળવા આવી હતી; એને શાહજાદી સાહિબાનાં વસ્ત્ર પહેરાવ્યાં, અને શાહજાદી સાહિબાને તે એક પ્રકારના નશાની દવા આપી હતી જેથી તેઓ નશામાં ચૂર એક ઓરડીમાં સુતાં હતાં. લગ્ન ઉતાવળમાં થવાનાં હતાં એથી કોઇને સમજવામાં આ વાત આવી નહિ. તે બાંદીની સગી તરત બિકિની મારી ત્યાંથી ચાલી ગઈ. શાહજાદી સાહિબા, જ્યારે નશામાંથી જાગૃત થયાં ત્યારે એમ જ સમજ્યાં તેમનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. આપ જોઈ શકશો કે આ કામ કરવામાં મારી મુરાદ બેટી ન હતી. બીજી વાત એ છે કે, આ હજરતને આપના કાગળ ચોરનાર તરીકે પકડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ તદ્દન નિર્દોષ છે. માત્ર તેઓ સંગને ભેગ થઈ પડ્યા હતા; કારણ કે એ કામ કરનાર આ સેવક હતું. જ્યારે આપ આપના કમરામાં બંદાને એકલો છેડી ચાલી ગયા ત્યારે આ કમતરીને લાગ મળતાં સંદુક ઉઘાડી તે કાગળ કાઢી લીધા હતા, અને તેની નકલ ઉતારી લીધી હતી. હું એ કાગળો પાછા મુવા જતો હતે એજ વખતે આપને હજરત કામુદોલા સાથે ત્યાં દીઠા. મારા હાથમાં કાગળ જોતાં જ આપને વેહેમ આવશે, અને મને કદાચ પકડશે એમ ધારી સમયસૂચક્તાથી તે કાગળને મેં હજરત ઇકામુદ્દૌલાના જામામાં સેરવી દીધા. મારી ધારણું એવી હતી કે લાગ મળતાં હું તે કાગળને કાઢી લઈ પાછા હતા ત્યાં રાખી દઇશ, પરંતુ લાગ મળે શાને? હજરત ઈક્કામુ દૌલા જામે પહેરી ચાલી નીકળ્યા. મેં તેમને ઘણી ઈશારત કરી, પણ તેઓએ મારા તરફ જરા પણ ધ્યાન આપ્યું નહિ. આપને કાગળ ન મળતાં આપે તેમની jઠ પકડી, કાગળો તેમની પાસેથી મળી આવ્યા તેમને ખત્તાવાર લેખી આપે બંદિખાનામાં નાખ્યા. આણી તરફ બીબી અયન્નિસાએ રોનક મહેલ છોડી જવાને નિશ્ચય કર્યો. તેઓને અને હજરતને કંઈક આગળને પરિચય હતું, અને તેમની જ દ્વારા તે જાણુ શકો. હજરત પણ જે કામને માટે હું આવ્યો હતો તેવા જ પ્રકારના કામને માટે પધાર્યા હતા, તેથી બીબી ખયઅન્નસાની તેમને છોડવવાની માગણી પણ મેં સ્વીકારી. વળી અધુરામાં પુરે મારે હાથે તેમને અન્યાય થયો હતો, તેથી મેં તેમને છેડવવા યુક્તિ રચી. તકદીરે તેમાં મને મારી આપી. હજરતને મેં છૂટા કર્યા, અને આ લગ્નની હકીક્તની લેખીત સાબીત તેમને સ્વાધીન કરી, અને કસમ ખવરાવ્યા કે દશ દિવસ પહેલાં એ કાગળ ફેડો નહિ, અગર તેમાંની હકીકત કોઈને જણાવવી નહિ; કારણ કે દશ દિવસમાં તે હું કયાં કયાં પસાર થઈ જઈશ એની મને ખાત્રી હતી. બાદમાં ફરીથી હજારતને અને શાહજાદી સાહિબાને ભેટે થયો. દુશ્મનના માણસ સાથે લઢતાં હું નદીમાં પડ્યો, પરંતુ ખુદાની મહેરથી બચી ગયો. તરત જ હું મારા આકાની હારમાં જવા નીકળ્યો. પણ રસ્તામાં જ બે માણસો મળ્યા, જેઓ રો લઈ આપની હારમાં આવતા હતા. તેમના કહેવાથી શાહેસલ્તનતની ફતેહના મુબારક સમાચાર મળ્યા, અને એ કાગળ લઈ હું આપની સેવામાં હાજર થયો. બાદની હકીક્ત તે આપને રેશન છે.” “ઓ બદાર! આજ તું તારા આકાને પત્ર લઈને આવ્યો છે એ ખરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220