Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
પ્રેમની ઉષા
૧૧.
ઓળંગી ઢળાવપર થઈ આગળ ચાલ્યા. તીરની માફક ઘડે જતો હતો. સ્પષ્ટ રીતે દિલશાદને અવાજ તે પરખી શક્યો. તે મલેક મુબારકને આજીજી કરતી હતી, દયાને માટે ભીખ માંગતી હતી. જ્યારે તે નિષ્ફર ઉમરાવ તેની આ યાચના હસી કાઢતો હતો. જોતજોતામાં તેઓ તેની દષ્ટિએ પડ્યાં. દિલશાદ છૂટવાને માટે કોશેશ કરતી હતી. મલેક મુબારકે તેને ઘોડાપર આગળ બેસાડી હતી; ઘડે કાબુમાં રહેવો કઠણ જાણતા હતા. સ્વચ્છ ચાંદરણમાં આ સર્વ ઈકામુદીલા જોઈ શકે. પણ એટલામાં મલેક મુબારકને કાને ઘોડાની ખરીને અવાજ આવ્યો. તેણે પાછું જોયું, અને જોતાં જ તેને ગુસ્સો આવ્યા. એક દૃષ્ટિમાં તે તેના શત્રુને ઓળખી શકે. તેણે ઘડાને જોરથી એડી મારી, પણ પાછળથી મનમાં વિચાર આવતાં તેણે એકદમ લગામ પકડી દિલશાદને ઘોડાપરથી નીચે ઉતારી, અને પોતે પણ જમીનપર કૂદી પડ્યો.
દિલશાદને જોતાં જ જીવમાં જીવ આવ્ય; Uકામુલા પણ લાગલે જ ઘોડાપરથી કુદી નીચે જમીનપર ઉભે અને કહ્યું,
“કેમ હજરત ! હવે શું કહેવું છે ?” “કહેવાનું શું હોય ?” મલેક મુબારકે કહ્યું.
“શું હેય?” કામુદીલાએ કહ્યું, “એ જ કે, જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે, ત્યાં સૂધી વરંગુલમાં યા કહેને કે આ સલ્તનતની છાયામાં તમારે માટે સ્થાન નથી, વા જ્યાં સુધી મારા જીવમાં જીવ છે, ત્યાં સુધી આપને પણ નિરાંત નથી.”
વાર, પણ આપણે શાહનદીની છેલ્લી સલામ લઈ લઈએ.”
હા, લઈ લે. છેવટની વખત જોઈ લે. જે તેથી સંતોષ થતો હોય તે તેમ કરે. પણ શાહજાદીનું દિલ તો મેં કયારનું કબજે કરી લીધું છે.”
મલેક મુબારકે તરવાર કાઢી, અને દિલશાદની તરફ દષ્ટિ કરી. તે પાષાણુના પૂતળાની માફક ન્ય નજરે આ સર્વ જઈ રહી હતી.
તે નિર્જન અરણ્યમાં સૂમસામ હતું. માત્ર તરવારને ખણખણુટ કે તેમના શ્વાસોશ્વાસ સિવાય અન્ય અવાજ કાને પડતો ન હતો. બને છવપર આવી પટાબાજી ખેલતા હતા. મલેક મુબારક પિતાનું સર્વે જે વ્યર્થ વ્યય કરતે હતે. એકાએક કામુદૌલા ઘૂંટણે પડ્યો. મલેક મુબારક રીંછની માફક તેનાપર તલો. પણ ઈશ્ચમે એવી સિતાફીથી પટો ખે કે મલેક મુબારકની તરવાર એમને એમ સ્પર્શ કર્યા વગર ગરદન આગળથી પસાર થઈ. કામુદૌલા ચિત્તાની માફક ફરી ઉભો થયે, અને એક ફટકે એ તે લગાવ્યો કે કમરથી પિટની પાંસળી સુધી પહોંચ્યો. “યા ખુદા” કરી લથડિયાં ખાતા મલેક મુબારક જમીન પર પડ્યો, અને તેને આત્મા અલ્પ વારમાં પિતાના ર્તાિર સમક્ષ જઈને ઉભો રહ્યો.
ઈકામુદૌલાએ વાંકા વળી તેના પર એક દૃષ્ટિ ફેંકી. તેની ખાત્રી થઈ કે મલેક મુબારકના શરીરપંજરમાંથી પ્રાણુરૂપી પંખેરું ઉડી ગયું છે.
સીધે તે દિલશાદ પાસે ગયે. તેને પિતાના બાહુમાં બંધન કરી દીધી. બન્નેના ઓઠ સંલગ્ન થયા. દિલશાદનું શરીર થરથર ધ્રુજતું હતું, પરંતુ ઈકામદોલાના સ્પર્શથી તેનામાં નવ ચેતના જાગૃત થવા લાગી. આમ થોડી વાર પછી તેણે દિલશાદને બીજા ઘડા પર બેસાડી, પોતે પણ ઘોડા પર સ્વાર થઈ તેઓ નસીમાબાદ તરફ કુચ કરવા લાગ્યાં. તેઓ આસ્તે આસ્તે માર્ગ કાપતાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com