Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
ચકમક જામી
૧૪
“કેણ, ઈકામુદ્દૌલા?” ગુસ્સામાં મલેક મુબારક બેલ્યો.
“આ શયતાન, પાજી, નીચ, હવસપરસ્ત, જે તને મારા શાદીને દિવસે ભગાડી ગયે, તે એના કહેવા પર વિશ્વાસ! વાહ ! વાહ !” તેણે ધીમે અવાજે કહ્યું; “સાહેબ! મને ખાનગીમાં બે શબ્દ કહેવા છે. હું આપની રજા ચાહાઉં છું.” “આપ કેમ કાંઈ બોલતા નથી?” એટલું કહી મલેક મુબારક દિલશાદ તરફ વળે. તેની પાસે જઈ તેને હાથ પકડી કહ્યું,
દિલશાદ! દિલશાદ! કોઈએ તારું મગજ ભમાવી દીધું છે. તારી સાથે મારાં લગ્ન થયાં છે, એ વાતને કોઈથી ઇન્કાર થાય એમ નથી. અહીં બેઠેલામાંથી પણ કેટલાક જણ આ વાત કબૂલ કરશે. જો હું તને લેવાને માટે અહીં કેટલાં માણસે લઈ આવ્યો છું. કદાચ તને સાથે આવવામાં લૂટારુઓનો ભય લાગતો હશે, પણ તેવા પ્રકારનો ભય રાખવા જેવું નથી. મારી સાથે હથિયારબંધ માણસેની ટુકડી છે. આપણે સહીસલામત વરંગુલ પહોંચી જઈશું.”
હજરત ! મને લૂટારુઓને ભય નથી. હું તો આપનાથી ડરું છું” મલેક મુબારકે દાંત કચકચાવ્યા, હઠ કરડ્યા.
“ગમે તેમ છે. આપ મારી બીબી છે, અને આપને મારી સાથે આવવું પડશે. તેની કેદનાથી ના પડાય એમ નથી. હું તારે માટે આ જંગલમાં રખડત આવ્યો છું, તે નકામો આવ્યો નથી. હું છોડવાનો નથી. આજ આ મકાન છોડી જાઉં ત્યાર પહેલાં આ શયતાનને પૂરેપૂરે બદલે આપીશ. તારા માગે માંથી તેને સદાને માટે દૂર કરીશ, એ કાંટાને ઉખાડી, ફેંકી દઇશ.”
આટલું કહી તે હજરત સુલ્તાન કુલિખાં તરફ વળે. દિલશાદ દૂર સરી ગઈ.
“હજરત ” મલેક મુબારક બોલ્યો, “હું આપને આ બદકાર પાઇવે કયદ કરવા અર્જ કરું છું. તે પાજી છે, તે પ્રપંચી છે, તે જાસૂસ છે, તે ચોર છે, અને લયર છે. તે સલ્તનતને શત્રુ છે. એને દેશદ્રોહી તરીકે કર્યાદ કરવાને માટે અર્જ કરું છું. તેણે વરંગુલમાં આવી, કીમતી દસ્તાવેજો ચોર્યા હતા. તેણે આપને આપના આકા વિરુદ્ધ હથિયાર ઉઠાવવા પ્રેર્યા હતા. તેણે જ મને પોતાની જાળમાં ફાંસવા લલચાવ્યું હતું. આવા નીચ કુત્તાને જીવતા રહેવા દે, એ ગુન્હા કરવા સમાન છે. એને છોડી મૂકો, એ દેશદ્રોહ કરવા બરાબર છે. હું આપને અર્જ કરું છું, કે એને કયદ કરે, એને શૂળીએ ચઢાવો અને મને મારી હકદાર બીબી સ્વાધીન કરે.”
દિલશાદ પિતાના પિતાની પાસે જઈ ભરાઈ અને બોલી, “વાલિદે મેહેરબાં! મરી જઈશ તે કબૂલ, પણ એની સાથે નહિ જ.”
સુલ્તાન કુલિખાંની મુદ્રામાં પૂર્તિ આવી. તેની આંખમાં પૂર્વવત તેજ ચમકવા લાગ્યું. તેણે નિષ્કપ્પ સ્વરે કહ્યું,
“હજરત! આપનું કહેવું સાંભળ્યું. જે કરવાનું છે, તે હું કરીશ; પણ અત્યારે તે હું મારી દીકરીને તેની મરજી વિરુદ્ધ કોઈના હાથમાં સોંપવાને નથી. ભલેને તેને ખાવિક આવીને કહે તેથી શું થયું? હું જાણું છું કે, એક દીકરી તેના સ્વામીના ઘરમાં શેભે છે, એટલી તેના પિતાના ઘરમાં શોભતી નથી. ભલેને પછી તેને ખાવિંદ ગરીબ હેય અને પિતા કોટયધીશ હોય, તે પણ સ્વામી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com