Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 162
________________ પ્રેમની ઉષા ૧૫ “મને તેડવાને માટે આપે માણસ મોકલ્યો હતો? જી, નામવર ! આ બંદો આપના દર્શનને ખ્યાયામંદ છે. ગરીબપનાહ! કંઈક અગત્યની ખબર લઈને આવ્યો છું, માટે આપને તસ્દી આપવી પડી છે, જે માટે આપ મને ક્ષમા કરશે. આ૫ જણને ખુશ થશે કે, આલમપનાહના ઇકબાલે યારી આપી; દમનનાં મેં કાળાં થયાં, શાહે સલ્તનતની ફતેહ થઈ છે, તથા બાગી ઉમરાવો તેમને શરણ થયા છે, અને ગરીબ પરિવારે ઉદાર દિલથી તેઓને માફી બક્ષી છે, એટલું જ નહિ પણ જાગીર પાછી બક્ષી તેમને તેમની પદ્ધી પણ પાછી આપી છે. હું મારા આકા તરફથી આ ખત લાવ્યો છું. જેપરથી આપને સર્વ હકીકત વિદિત થશે.” એટલું કહી નમન કરી તે પત્ર સુલતાન કલિખાના હાથમાં મૂકો. એક સિપાઈ મસાલ લઈ આગળ આવ્યું. સુલ્તાન કુલિખાં પત્ર વાંચવા લાગ્યા. આપણે સુલ્તાન કલિખાને તે પત્ર વાંચવા દઈ જરા ઐતિહાસિક બીના તરફ વળીએ. - વાંચનારને અમે આગળ ઉપર જણાવી ગયા છીએ કે શાહ મહંમદના વર્તનથી સલ્તનતના ઉમરાવોમાં ઘણે અસંતોષ ફેલા હતા, અને કેટલાક પ્રકટપણે સુલ્તાનનું સ્વામિત્વ ફેંકી દઈ સ્વતંત્ર થવા પ્રયત્ન કરવા લાગ્યા હતા. આ ઉમરામાં દસ્તુર દિનાર નામને હબસી ગુલામ, જેના હસ્તકમાં કુલબર્ગ, સાગર, આલંદ વગેરે પ્રાંત અને ભીમા નદીની પાસેના પ્રદેશની સુબાગીરી હતી. તેણે સ્વતંત્ર થવાનો પ્રયત્ન શરુ કર્યો. આ હેતુ સાધવાને માટે તેણે રાજ્યના કેટલાક ઉમરાવેને પોતાના પક્ષમાં લેવાનો પ્રયત્ન આરંભ્યો હતો અને કેટલાક તટસ્થ રહે તે શાહની સામેના પ્રયત્નમાં પિતાને ફતેહ મળે તે દરમ્યાન તેઓ તટસ્થ રહે એમ ધારી તેણે કેટલાક સ્તંભરૂ૫ ઉમરાવને પિતાના પક્ષમાં મેળવી લીધા હતા. મલેક અહંમદ બહેરીની તેણે મદદ માગી, જે તેણે ઘણી ખુશીથી સ્વીકારી; કારણ કે, દસ્તુર દિનાર એ દૃષ્ટિએ મલેક અહંમદ બહેરીને ભાઈ થતું હતું. ઈતિહાસના વાંચકોને એ વાત પરિચિત હશે કે વીર્યશાળી ઉમરાવ નિજામ-ઉલ-મુલ્ક, મલેક અહંમદ બહેરીના પિતાએ, દસ્તુર દિનારને નાનપણમાં પોતાનો છોકરે કરી લીધું હતું, અને આ કારણને અંગે તે દસ્તુર દિનારને લશ્કરથી સહાય આપવા પ્રસ્તુત થયો હતો. દસ્તુર દિનારની ઇચ્છા એ હતી કે, જે સુલ્તાન કુલિખાં આ કામમાં પોતાને મદદ આપે તે ઠીક, અને મદદ ન આપે તે તટસ્થ રહે તેપણ સંતેષજનક કામ પાર પડે, એટલા માટે તેણે પાયતખ્તમાંથી ઈઝામુદૌલાને સંદેશા સાથે આ કાર્ય સિદ્ધ કરવા મેકલ્યો હતે. અને મલેક મુબારક જે દુધમાં અને દહીંમાં પગ રાખતે હતો તેને સાધી કામ લેવાનું હતું. આણી તરફ કાસિમ ખરિદ વજીરે-સલ્તનત જેને હાથમાં શાહ રમકડું હતું, જે શાહને પોતાની મરજી મુજબ નચાવતે હતો, તે મલેક મુબારકખાના સ્વભાવથી પુરતી રીતે વાકેફગાર હતા, તેથી તેણે અયન્નિસાને જાસૂસ તરીકે ત્યાં મૂકી હતી, અને તેની દ્વારા તે ત્યાંની હકીકતથી પૂરતો વાકેફ રહેતા હતા. આ પ્રમાણે દરેક જણ પોતપોતાને સ્વાર્થ સાધવા તત્પર થયા હતા. કાસિમ અરિદને સુલ્તાન કુલિખાં પ્રત્યે સદ્દભાવ ન હતો, પરંતુ આવી વખતે શાહને કદાચ મદદ કરવા દોડી જાય એ સંભવિત હતું, અને કદાચિત ઈઝામુદ્દોલા પિતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત ન કરે તે એમ બનવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220