Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૫.
રોનક મહેલની રાજખટપટ
પછી બીજું બધું” આ કારણને લીધે જ તેણે ઈકામુદૌલા, જેના પર પિતાની પુત્રી નિસાર કરતી હતી, જેના વગર તેને જીંદગી શુષ્ક અને ખારી લાગતી હતી, તે ઈઝામુદ્દોલાને તેણે કડક સજા ફરમાવી હતી; અને પોતાની અંતરવ્યથાને દાબી દઈ દીકરીને દુ:ખના ખાડામાં હડસેલતો હતો. સુલ્તાન કુલિખાંની માન્યતા હતી કે, એણે જ તે કીંમતી કાગળે ચોર્યા હતા, તે જાસૂસ છે, તે દુમનનો માણસ છે, અને તે દેશના હિતની આડે આવે છે, માટે એને સજા કરવી એ મુનાસિબ છે. | દિલશાદ એક ટશે પિતાના ભાવી પ્રિયતમના સામું જોઈ રહી હતી. તેને શ્વાસોશ્વાસમાં ઈકામને દમ ઘુંટાતે હતો; તેની રગેરગમાં તે રક્ત બની વહેતા હતે; તેના રેમેરેમમાં તેના નામના સૂર ઉઠતા હતા. તેણે પહેલાં કદિ આવી લાગણી અનુભવી ન હતી. જેમ કેઈ નદીના પ્રવાહમાં સ્વેચ્છા વિરુદ્ધ તણાયે જાય તેમ તેને આત્મા તણાયે જતો હતો. તેને લાગતું હતું કે, ગમે તેમ થાય તો પણ ઇઝામુદૌલાને બચાવવો જોઈએ. અહા! તે તેને ચહાતી ન હતી એવા પણ દિવસો હતા; તે તેને ધિક્કારતી હતી એ પણ વખત હતો, અને પત્ર મળતાંની વાર તેની પાસેથી ચાલી જઈશ, એવા વિચારે પણ તેને આવતા હતા. પણ એ સર્વ ક્યાં જતું રહ્યું? પોતે જ દિલ ગુમાવી બેઠી. તેના પોતાનાપર તેની મેહન શક્તિની અસર પૂરેપૂરી જામી ગઈ. ભયની વખતે તે તેને જ આશરે ગઈ હતી, અને તેના મૂજબળથી તેણે તે ભયને પ્રતિહાર કર્યો હતો. અને અત્યારે ? અત્યારે તેણે પોતાના દિલ પર કાબુ ખોઈ દીધું હતું. ઈકામનાં શૌર્ય, ઈકામનાં ઔદાર્યો, ઈકામનાં સાહસે તેનાં દીલમાં અગ્નિ પેદા કર્યો હતો. એક પ્રેમના સખ્ત ઝંઝાપાત આગળ તેને બીજા વિચારરૂપી શુષ્ક પાંદડાં ખરી ગયાં હતાં. તેને આ વેળાએ ન હતી વરંગુલની પરવા, કે ન હતી તેને પિતાના સંરક્ષણની પરવા. તે માત્ર ઇકામને જ ઝાંખતી હતી, તેને આત્મા કામમય બની ગયો હતો. તે હળવેથી ઈકામુદ્દોલા પાસે ગઈ, અને તેની સોડમાં ઉભી રહી. તેણે તેના સામું જોયું, અને તે તેના અંતરના ભાવ કળી ગયો.
હજરત !” મલેક મુબારકે કહ્યું, “હજી પણ વિચાર કરે, જુઓ, આપના એ પત્રના આપવાથી આપનાપર રહમના વાદળમાંથી વર્ષાદ વરસશે. આપ છૂટી જશે. આપ ઇશ્ક અને મુહબ્બતના દમ ભરશે, અને આપ ચહાઓ છે તેને પણ મેળવી શકશે. હજરત ! શિર સલામત પઘડી તેરી, સમજ્યા ? આપને શું આપની જીંદગી પ્યારી નથી ? બેલે, આપ મેતને પસંદ કરે છે, યા અંદગીને ચહાઓ છે? બેમાંથી આપને વધારે મારું શું છે?”
કેણુ જાણે, મલેક મુબારકના દિલમાં એકાએક આ શું થઈ આવ્યું? તે મરતાં સૂધી દિલશાદને છેડવા ચહાતા ન હ, પણ એક પત્રના બદલામાં તે તેને છોડવા રાજી છે, એમ એક ઇશારામાં જણાવી દીધું. અહા ! સલ્તનતની, હકમીની હવસ કેવી બૂરી ચીજ છે!
હજરત ! શે ” મલેક મુબારકે ફરીથી કહ્યું “વિચાર કરવાને વખત નથી. “હા” કે “ના” જલ્દી કહે. છંદગી યા મોત, શું પસંદ છે ?”
ત” ઇઝામુદ્દૌલાએ તેની તરફ જોઈ જવાબ આપ્યો. તે દાલનામાં કોઈ બોલ્યુક્યું નહિ. દિલશાદ એક ટશે ઈકામદૌલાના સામું જોઈ રહી. તેણે પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com