Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
દેષિત ઠર્યો
૧૪૯
આપે છે ગુન્હો કર્યો છે તે સારી આલમ જાણે છે,” મલેક મુબારકે કહ્યું.
“સારી આલમ જાણતી છે તે જાણવા દ્યો. મેં કંઈ ગુહા કર્યો નથી. તે પાક પરવરદિગાર સારી રીતે જાણે છે. પરંતુ હજરત! આપના ગુન્હા, આપનું વર્તન, અને આપને સ્વભાવ વરંગુલમાં રેશન છે. જે તેઓ ન જાણતા હોય તે હું સારી રીતે જાણું છું, અને આપની ઇચ્છા હોય તે અત્યારે જ જણાવું.” દિલશાદે મરડાટમાં જવાબ વાળ્યો.
- મલેક મુબારકે હઠ કરો. તે કંઈ બોલ્યો નહિ, પણ ક્ષણેક પછી રુસ્તાન કલિખાં તરફ ફરી કહ્યું,
મારે આ માણસ સાથે જરા ખાનગી વાતચીત કરવી છે, અને તે માટે હું આપની રજા માગું છું.”
સુક્તાન કુલિખાંએ ડોકું ધુણાવ્યું. મલેક સુબારક ઈઝામુદોલાની પાસે સર્યો અને તેને ફેસલાવતો હોય એમ કહેવા લાગ્યો,
અય દિલેર સિપહાલાર! આપની પાસે એક પત્ર છે, જે મારી પાસેથી ચેરાઈને આપની પાસે આવ્યું છે. આપ કહે છે, કે એ પત્ર આપને છે, પરંતુ બે ઘડી પછી એ પત્ર આપને જરા પણ કામે લાગવાને નથી. જે એ પત્ર આપ મને સ્વાધીન કરે તે હું આપની જીંદગી બચાવી લઉં, અને કહે તો આપને આ બંધનમાંથી મુક્ત કરું. આ કાગળ મારા હાથમાં મૂકે, અને આપ ટા થયા એમ સમજે. હજરત ! કહે, આપને શું પસંદ છે? નાહક જાન ગુમાવવી એ, કે સ્વતંત્ર થઈ આ દુનિયામાં અયશ આરામ, માન કામથી દિવસ ગુજારવા એ?”
- ઇઝામુદ્દોલાએ મલેક મુબારક તરફ નજર કરી. તે નજરમાંથી ક્રોધના શર ટતાં હતાં. તેને મારું, તેને જાન લઉં એમ તેને થતું હતું, પણ તે કરવાને અત્યારે સમય ન હતું. આણી તરફ દિલશાદ તેની પાસે ઉભી હતી. તેને ચેહેરે ફિકો પડી ગયો હતો. તેની મુદ્રાપર દુઃખ અને ચિતાની ઝાંખ છવાઈ હતી. તે પિતાના મનમાં વિચાર કરતી હતી. શા વિચાર કરતી હતી? ઘડી બે ઘડીમાં સિપાઈઓ આવી જેર જુલમથી ઇક્કામુલાને લઈ જશે, ને તેના પ્રાણનું બલિદાન આપશે. તેણે તેની કલ્પનામાં સિપાઈઓને આવતા જોયા. તેઓ બળજરીથી તેના હાથમાંથી ઈકામુદૌલાને લઈ ગયા. તેઓએ એક તરવારના ઝટકાથી તેનું માથું અલગ કરી નાંખ્યું. તેનું શરીર લેહીની છોળથી છવાઈ ગયું. આ વિચાર આવતાં તે એકદમ ચીસ પાડી, કામુદોલાને ગળે વિજળીના વેગથી વળગી પડી.
“ના, ના હું તમને નહિ મરવા દઉં,” તે બોલી ઉઠી.
સુલ્તાન લિખાં તે વૃદ્ધ ઉમરાવ, જેનું સારું જીવન પોતાના સ્વામીની સેવામાં વ્યતીત થયું હતું; પિતાના માલેકની ઇચ્છા, એ જ જેને મન આજ્ઞા હતી; દેશની સેવા એ જ જેની જીન્દગીનું વ્રત હતું; તે ત્યાં આવી ઉભો.
દિલશાદના એક શબ્દપર ઇઝામુદ્દોલાએ તે પત્ર મલેક મુબારકના હાથમાં મૂકી દીધું હેત; કારણ કે, તે દુષ્ટ મહત્વાકાંક્ષી માણસ દિલશાદને પણ છોડી દેવા તૈયાર હતા. પણ જે તે પત્ર તેના હાથમાં જાત તે તેનું શું પરિણામ આવત? સુતાન કુલિખાંનું શું થાત? એ ખરી વાત હતી કે, સુલ્તાન કુલિખાને તેની પુત્રી પર અતુલ સ્નેહ હતા, પરંતુ તે પોતાના કર્તવ્યને, પોતાની દેશદાઝને કતવ્યની આડે આવવા દે નહિ. તેણે પોતે જ કહ્યું હતું કે, “દેશ પહેલો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com