Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૫૨
રોનક મહેલની રાજખટપટ
શિક્ષા અમલમાં મૂકાવામાં વિલંખ થાય એ શા માટે જોઇએ ? આપ સિપાઇએ ને હુકમ કરે કે, આવીને આ કૈદીને અહીંથી લઈ જાય, અને શિક્ષા અમલમાં આણે.”
ઇનાયતખાંએ જવાબ આપ્યા નહિ. તે સુલ્તાન કુલિખાંના સામું એઈ રહ્યો. સુલ્તાન કુલિખાંનું મન ભારે વિમાસણમાં પડ્યું હતું. શું કરવું? તેની તેને સુઝ પડતી નહિ. ઇકામુદ્દૌલાના વીરેાચિત અને ગૃહસ્થાચિત વર્તનથી તેના દિલપર અસર થઈ હતી; પરંતુ પેાતાનું કર્તવ્ય જાગૃત કરી, પત્થર સમાન હૈયું કરી તેણે ઇનાયતખાને કહ્યું,
“પ્યારે અજીજ ! ઇન્સાફ એ ઇન્સાફ છે. આ હજરતે આજે જે કામ કર્યું છે, તેને માટે હું સદા તેમના ઋણી રહીશ. મરતાં ક્રમ સૂધી હું તેમનું આ કાર્ય, આ સ્વાર્થંત્યાગ વિસરીશ નહિ; પરંતુ હું ન્યાયના માર્ગેથી એક ડગ પણ પા ફીશ નહિ. ઇનાયતખાં! સિપાઇને ખેલાવેા. હજરતને મેં શિક્ષા કરી છે ખરી, પણ તે એક બહાદુર સૈનિકને ઉચિત માનથી તે શિક્ષા અમલમાં આણવા કહેજે.” ઇનાયતખાં બહાર ગયા. દિલશાદ ચિસ પાડી પેાતાના પિતાને પગે પડી, કાલાવાલા કરતી, રડતી રડતી કહેવા લાગી,
દ
અબ્બાજાન ! શું આપના દિલમાં રહમ નથી ? શું આપનું હૈયું ફોલાદનું છે? માના, કે હજરતે આપના કિંમતી દસ્તાવેજ ચેાર્યા હતા; માના, કે એ જાસૂસ છે; માના, કે એએ ચાર છે, પણ એમણે એક કાર્યથી એ સધળુંધાઈ નાખ્યું છે. એમણે એ કીંમતી પત્રને, એ ખેલતા કાગળના ઉપયાગ કર્યો નથી. એટલુંજ નહિ, પણ ખીન્નને ઉપયાગ કરતાં અટકાવ્યા છે. જો એ ધારત તા એ પત્રવડે આપની હાકેમગીરી ઝુંટવી લેત, જે એ ધારતે તે આ શિક્ષામાંથી છૂટી જાત, જે તે મનપર લેતે તે આપના દુશ્મનના હાથ ખમણા મજબૂત કરત; પણ તેમ ન કરતાં, જાનના ભાગે તેમણે આપની આશ્રુને જાળવી છે. આપની જીંદગીને ભયંકર ોખમમાંથી ઉગારી છે. અબ્બા, પ્યારે અબ્બા ! આપ વિચાર કરે. યાની ખાતર, એમણે આપને માટે શું કર્યું છે તેની ખાતર, કંઈ નહિ તે આપની આ દીકરી ખાતર, તેના પ્રાણ બચાવેા. હું પગે પડું છું; હું માત્ર આટલુંજ માગું છું. શું આપ મારી એટલી માગણી કબૂલ નહિ રાખો ? ”
ઇંક્રામુદ્દોલા આ દેખાવ તરફ ટગર ટગર જોઈ રહ્યો. તેણે આંસુભર્યા વિલાયલા માંએ તુષારબિંદુવેષ્ટિત મ્યાન કમળની શે।ભા ધારણ કરી હતી.
સુલ્તાન કુલિખાંને ચેહેરા ભવ્ય અને વિકારરહિત ભાસતા હતા. તે ચેહેરામાં દયાના છાંટા જણાતા ન હતા, છતાં તે ક્રૂરતાના સ્પર્શથી રહિત હતા. તેણે લાગણીરહિત સ્વરે કહ્યું,
દિલશાદ ! દિલશાદ ! તું મારા ઘરનું અજવાળું છે, તુ મારી નૂરેનજર છે, એ ખૂલ. પરંતુ જો દીકરીના પ્રેમ મને બેઇમાની શીખવતા હાય, મને મારા કર્તવ્યમાર્ગથી ભ્રષ્ટ કરતા હાય, મારા દેશહિતની આડે આવતા હાય, તે મને તેવા પ્રેમની ગરજ નથી. એ ખાનાક ! અરે, મારા હૈયામાં શું થાય છે? અરે, મારા કાનમાં આ કાણુ મધુરો ગણગણાટ કરે છે? નહિ, નહિ; હું તે સ્વરપર ધ્યાન આપીશ નહિ. આવ, આવ; સખ્તાઈ! તું મારા હૈયારૂપી કિલ્લાપર પહેરો ભર કે રદ્દિલી તેમાં પ્રવેશ કરે નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
''