Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૪૪
રૌનક મહેલની રાજખટપટ
મલેક મુબારક વિકરાળ વાઘની પેઠે ઘુરકા, તેણે પિતાને હાથ તરવારપર મૂ .
ઈઝામુદ્દૌલા પણ તેની સાથે કંદ્રમાં ઉતરવા તૈયાર જ હતા. તેણે મલેક મુબારકના ગુસ્સાની પ કર્યા વગર સ્થિરતાથી કહ્યું,
હજરત! આજ આને છેવટને નિકાલ આવો જોઈએ છીએ. એક જ વસ્તુના બે અભિલાષીઓ વચ્ચે મેળ કદિ થયો નથી, અને થાય, એ સંભવે એમ નથી. જ્યાં સૂધી મારા શરીરમાં પ્રાણું છે, ત્યાં રસધી મુબારકને માટે અહીં
સ્થાન નથી. વા જ્યાં સૂધી હું હયાત છું, ત્યાં સુધી દુનિયામાં તેને માટે જગા નથી. મુબારકનું કહેવું છે કે, શાહજાદી સાહિબા એ તેમની પરણેલી સ્ત્રી છે, જયારે હું કસમ ખાઈ કહું છું કે, શાહજાદી સાહિબાની શાદિ થઈ જ નથી. એ વાત ખાટી છે, અને એને ભેદ ઉડો છે. શાહજાદી સાહિબા પિતાની દિલ ફરેશી કરવા કુલ મુખત્યાર છે. તેઓ હજી સૂધી કુંવારાં છે. હું કબુલ કરું છું કે, હું શાહજાદી સાહિબાને પવિત્ર પ્રેમની દૃષ્ટિથી જોઉં છું. એ પવિત્ર પ્રેમની ખાતર મારા પ્રાણ સુદ્ધાં સમર્પવા તૈયાર છું. તેનાં પવિત્ર નામને કલંક લગાડનારની છાતીનું લેાહી પીવા આ તરવાર તૈયાર છે. હજરત ! આપને વિનવું છું કે, અમારા બન્નેના ઝઘડાને આજે જ નિકાલ આવે તે ઠીક. હું કંઠમાં ઉતરવા પ્રસ્તુત છું.”
સાંભળે, સાંભળે; આ બદહવસ સ્પષ્ટ કહે છે કે, તે મારી સ્ત્રીને સહાય છે,” મલેક મુબારકે કહ્યું.
હું કહું છું કે, શાહજાદી સાહિબા આપનાં સ્ત્રી નથી, અને હું તેમને જીગર જાનથી ચહાઉં છું” ઈઝામુદ્દૌલાએ જવાબ વાળ્યો.
“પણ શાહજાદી સાહિબા આપને ચહાય છે કે?” હજરત કુલિખાએ પૂછ્યું. ઈકામદૌલાએ જવાબમાં દિલશાદખાનમને સામું જોયું. દિલશાદના ગાલ પર ગુલાબી ઉષા ફરી નીકળી. વર્ષાવિધૌત ચંપકકલિકા સમાન મુખપર અવર્ય સૌંદર્ય રેખા ખેલવા લાગી. તે ઉભી થઈ, તેના શરીરના અવયવના ડેલનમાં કંઈ અપૂર્વ માધુરી જણાઈ. તેના પિતાની દૃષ્ટિ તેનાપર પળવાર ઠરી.
બેટા ! તું આ માણસને ચહાય છે?” સુલ્તાન ફલિખાએ પૂછયું.
જેમ પુષ્પની કળી સેહેજ નીચી વળી જાય તેમ અવનત ચેહેર દિલશાદે જવાબ આપે,
હા, હું તેમને ચહાઉં છું. હું તેમને તનમન અર્પણ કરી ચૂકી છું” સુલ્તાન કલિખાએ એક દીર્ઘ નિશ્વાસ નાંખ્યો અને કહ્યું,
ત્યારે તું એમને ચહાય છે તેથી હું એમની સાથે ચાલી ગઈ કે?” “ના,” દઢતાથી દિલશાદે જવાબ આપે. ત્યારે?” સુલ્તાન કુલિખાંએ પૂછ્યું.
જ્યારે હું શાહજાદી સાહિબાને રૌનક મહેલમાંથી ઉપાડી લાવ્યા ઈકામુદૌલાએ જવાબ આપ્યો, “ત્યારે તેઓ મૂછમાં હતાં. જ્યારે હું રૌનક મહેલમાં ગયે, ત્યારે આ નીચ, શાહજાદી સાહિબાપર પોતાનું બળ અજમાવવા, તૈયાર થયે હતા. શાહજાદી સાહિબાની ચીસ સાંભળી હું અંદર ગયે. અમારે બને દ્ધ યુદ્ધ થયું. મેં મુબારકને પરાસ્ત કર્યો, અને શાહજાદી સાહિબાને છોડાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com