Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૪૨
રૌનક મહેલની રાજખટપટ
સ્વામી, તે તેના શિરને તાજ છે; તે જ તેનું અકૃત્રિમ ભૂષણ છે. આપે દિલશાદ સાથે નકાહ કર્યા છે તે વાત હું માનું છું, પણ અત્યારે તેનું મન સ્થિર નથી, તે એક વાત; અને બીજી વાત એ છે કે, તે રાજીખુશીથી આપની સાથે પરણી નથી. તેના લગ્ન કરવામાં જૂદ જ હેતુ હતું. તે કઠેર કર્તવ્યના અનુરોધ આપની સાથે લગ્નમાં જોડાઈ. તેના અંતરમાં આપનો વાસ નથી. તે આપને ચાહાતી ન હતી, એ વાતથી આપ અજ્ઞાત ન હતા. આપ સારી રીતે જાણતા હતા કે, દિલશાદનું દિલ આપના દિલની સાથે આલિંગી શક્યું નથી. તે જાણીબુઝીને તે આપની સાથે લગ્નગાંઠમાં જોડાઈ તે માત્ર એક વૃદ્ધ માણસની આબૂ બચાવવા ખાતર. જે શરતથી તે આપની સાથે લગ્નમાં જોડાઈ તે શરત પાળવામાં આવી નથી, એ વાત આપનાથી પણ નાકબૂલ થાય એમ નથી. ખયર એટલું છતાં હું કહું છું કે, જ્યારે હું વરંગુલ પાછી ફરીશ, તે વખતે મારી સાથે તે આવશે, અને જે આપ તેનું દિલ આપની તરફ વાળી શકશે, તે સારી વાત છે. હું આપના હક્કની ના કહેતા નથી. જે હજરત ઈઝામુદૌલાની વાત કહેતા હે, તે તે બાબતનું શું કરવું તે હું સારી રીતે જાણું છું. હજરત અમીર-ઉલ-ઇનાયતખાં તેને ન્યાય કરશે. જે તે નિર્દોષ ઠરશે તો ઠીક છે. ગમે તેમ પણ આજ તેમણે ઘણી બહાદુરી બતાવી છે. દરગાહમાંના અનાથ માણસ અને સ્ત્રીઓની રક્ષા તેમને લીધે જ થઈ શકી છે. એમણે પિતાની જીંદગી જોખમમાં નાંખી જાનની પર્વા કર્યા વગર તે નિર્દોષ સ્ત્રીઓ અને પવિત્ર પુરુષોની જાન બચાવી ન હેત, તે આજ તેઓ બેહેરતને માર્ગે ગયા હતા, અને તે સાથે આ મારી લાડકી કન્યા, આપની સ્ત્રી પણ જીન્નતશીન થઈ હોત. તે જીવતી છે તે એમની દિલેરીનું પરિણામ છે.”
ધની આગ પગથી માથા સુધી વ્યાપી. મલેક મુબારકનું મોં લાલચોળ થઈ ગયું. તેણે આવેશમાં કહ્યું,
આ નીચને હાથે બચવા પામી, તેના કરતાં લટારુઓને હાથે મરી ગઈ હત તે વધારે બહેતર હતું. હજરતે આલમ! હું માત્ર એટલું જ માગું છું કે, આપને એની બાબત જે કરવું હોય તે જલ્દી કરી નાખે. તેણે ગમે તેવાં શૌર્યનાં કામ કર્યા હોય, તેણે કિલ્લાના બચાવને માટે ભલેને પોતાની શમશેર વાપરી હોય, દરગાહના રક્ષણને માટે બહાદુરીથી લડ્યો હોય, તેણે પવિત્ર ફરેની જાન બચાવી હોય, કે તેણે નિરાધાર સ્ત્રીઓની આબૂ જાળવી હોય; તેથી શું? તે જાસૂસ છે, ચેર છે, લૂટારુ છે, અને તે ઉપરાંત તે હવસપરસ્ત છે એની કેઈથી ના પડાય એમ નથી. મારી તરવાર પણ તેના શરીરને સ્પર્શ કરે તોદુષિત થાય. હું તેના શરીરને પણ સ્પર્શ કરવામાં પાપ સમજું છું. તેને માટે એક જ શિક્ષા છે, અને તે એ કે, તે તેને શૂળને માંચડે ચઢાવવો વા તેને કલ કરાવો, વા જીવતો ગરદન મારો. આપે તેની પૂઠ પકડી, કારણ કે તે જાસૂસ છે, એમ આપ જાણો છે. હું તેની પાછળ પાયે, કારણ કે તેણે મારી સ્ત્રીની અસ્મત લૂંટવાને કશેશ કીધી છે. આ બધું રહ્યું, પણ તે સલ્તનતને અને આલમપનાહને પણ ગુહાગાર છે. તેના શિરને ઠેકથી ઉડા, તેની આંખમાં શળ લગાવે, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com