Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
પત્ર હાથ આવ્યું
૧૨૧
ચિહ્ન સ્પષ્ટ જણાતાં હતાં. પાસે આવતાં ઇઝામુદ્દૌલા જોઈ શક્યો કે, તે રમણું બીજી કઈ નહિ પણ ખયરુન્નિસા હતી. ફરીથી તે દરીમાં ધડાકે સંભળાવે; તે અવાજને પ્રતિધ્વનિ તે નિર્જન દરીમાં વ્યાપે. ખયરુન્નિસા કાનપર હાથ દઈ વેગથી નાસવા લાગી. એકાએક કામુદૌલા તેના માર્ગમાં આવી ઉભો. મયવિસાએ કિકિયારી નાંખી, અને શ્વાસ લેતી ઉભી રહી, અને તરત જ હર્ષના આવેગથી તેને વળગી પડી.
“કામચારે ઈક્રામ ! આપ અર્ધી કયાંથી? ખરેખર ખુદાએ તમને બરાબર વખતે મેકલી આપ્યા છે. યા અલ્લાહ! મારું આવી જ બન્યું હતું. તીરથી મારે ઘોડે ઘવાઇ મરણ પામે. સાથીદારોમાંના અડધા તે જમી થઈ "ગયા છે, અને બાકીના મરણ પામ્યા છે. ઇઝામુદલા! નાયકે અને સંતા પેઠે પડ્યા છે. કહે, આપણે કયાં ભાગીશું? અહીં કંઈ સંતાવાનું સ્થાન છે ?”
ઇકામુદૌલા આવ્યો તે રસ્તે પાછો વળે, અને ખયરુન્નિસાને હાથ પકડી ચાલવા લાગ્યું. તેઓ ઝાડની ગીચ ભૂલભૂલામણીમાં થઈ જવા લાગ્યાં. દાટ ઝાડી એવી હતી કે, એમાં થઇ કોઈ માણસ જતાં હશે, એની ભાગ્યે જ કલ્પના થાય. તેઓ આ પ્રમાણે રસ્તે કાપવા લાગ્યાં. વચ્ચે ઝાડી ઓછી થતી, અને સાફ જગા આવતી હતી. આમ તેઓ થોડા વખતમાં તે ટોળાંથી ઘણે દૂર ચાલી ગયાં, વખતોવખત બંદુકને અવાજ સંભળાતો હતો, પરંતુ તે ઘણે દૂર લાગતા હતો અને અસ્પષ્ટ જણાતો હતો જેથી તેઓ તેમનાથી ઘણે છેટે ચાલી ગયા છે, એમ સ્પષ્ટ જણાતું હતું. અને એમ પ્રતીતિ થતી હતી કે, તેઓ ખયરુન્નિસાના માણસ સાથે લડવામાં ગુંથાયેલા હતા.
બાનુ સાહિબા !” કામુદૌલાએ ઝાડીની ઘટામાં આવી ખયરુન્નિસાને શ્વાસ લેવા કહેતાં પૂછયું, “આપ અહીં જંગલમાં શું કરતાં હતાં ?”
હું તમને શોધતી તમારી પાછળ આવતી હતી,” મંદ અવાજે ખયનિસા બેલી.
તે લુટારુ આપના સાથીદાર હતા કે ? ખયરુન્નિસા નીચું જોઈ રહી. મને પકડવા માટે બીજા કોણ કોણ બહાર પડ્યા છે?” ઈઝામુદ્દોલાએ પૂછ્યું.
હજરત સુલ્તાન કલિખાં, તેમના સિપાઈએ, અને તે સિવાય જરંગુલના કેટલાક નાના ઉમરાવ પણ સાથે છે.”
“અને મલેક મુબારક, તે શું વરંગુલમાં છે?” નિરપેક્ષ ભાવે ઈઝામુદ્દોલાએ પૂછ્યું. .
“મને તેની બરાબર ખબર નથી. પણ એટલું તે ખરું કે, જે તેમનામાં ધાડા પર બેસી આવવા જેટલી શક્તિ હશે, તે જરૂર તેઓ પણ તમારી પંઠ પકડવા નીકળ્યા જ હશે. પણ હા, હજરત ! આપ શાહજાદી સાહિબાને કયાં રાખી આવ્યા છે?” વ્યંગ, ઈર્ષ્યા અને મજાક કરતી હોય તેવા સ્વરે ખયરવિસાએ પૂછ્યું.
નસીમાબાદમાં, સાંઈના તકિયામાં ઇઝામુદૌલાએ જવાબ વાળ્યો.
“સાંઇના તકિયામાં? અહીં સામેજ ને ?” આશ્ચર્યચક્તિ સ્વરે ખયરન્નિસાએ પૂછ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com